દરેક પરેશાનીઓથી બચીને રહેશે તમારો ભાઈ, રક્ષાબંધન પર તેની રાશિ અનુસાર પસંદ કરો રાખડીનો કલર

Posted by

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પુનમનાં રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા અને મંગળની કામના માટે તેના કાંડા ઉપર રાખડી બાંધે છે. બહેનો દ્વારા પોતાના ભાઈને બાંધવામાં આવતી રાખડી એક એવો પવિત્ર દોરો હોય છે. જે ભાઈઓને તમામ પ્રકારની પરેશાનીઓથી બચાવીને લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રદાન કરે છે.

Advertisement

રક્ષાબંધનના તહેવાર પર બજારમાં તમામ પ્રકારની રાખડી મળે છે, પરંતુ પોતાના ભાઈ માટે રાખડી ખરીદતા પહેલા તમારે તે જાણવું જરૂરી છે કે તેના માટે ક્યાં રંગની રાખડી વધારે શુભ અને મંગળમય સાબિત થશે. જ્યોતિષ અનુસાર પ્રત્યેક રાશિ માટે એક શુભ રંગ નિર્ધારિત છે, જે તેના માટે જીવનમાં ખુશહાલી, પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને ઊર્જાનો કારક હોય છે. તો ચાલો જાણીએ કે તમારા ભાઈની રાશિ અનુસાર કયા રંગની રાખડી તેના માટે વધારે શુભ સાબિત થશે.

મેષ રાશિ

જો તમારા ભાઈની રાશિ મેષ છે તો તમારે તેને રક્ષાબંધનના દિવસે લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડી તેના જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લઈને આવશે અને તે હંમેશા ઉર્જાવાન જળવાઈ રહેશે.

વૃષભ રાશિ

જો તમારા ભાઈની વૃષભ રાશિ છે તો તમારે તેના માટે સફેદ રંગ વાળી રાખડી ખરીદવી જોઈએ. સાથોસાથ તેને સફેદ રંગની મીઠાઈ પણ ખવડાવો. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે.

મિથુન રાશિ

જો તમારા ભાઈની રાશિ મિથુન છે તો તેના માટે લીલા રંગની રાખડી ખરીદો. લીલા રંગની રાખડી તેના માટે ખુબ જ નસીબદાર સાબિત થશે અને આખું વર્ષ તેને પરેશાનીઓથી બચાવશે.

કર્ક રાશિ

જો તમારા ભાઈની રાશિ કર્ક છે તો તમારે તેના માટે સફેદ અથવા પીળા રંગની રાખડી ખરીદવી જોઈએ. જો તમને આ રંગની રાખડી ન મળે તો ઓછામાં ઓછી આ રંગના દોરા વાળી રાખડીની પસંદગી કરો.

સિંહ રાશિ

જો તમારા ભાઈની રાશિ સિંહ છે તો તેના માટે લાલ અથવા પીળા રંગની રાખડી ખરીદી શકો છો. આ રંગ તેને જીવનમાં બધી ખુશીઓ તેને પ્રદાન કરશે.

કન્યા રાશિ

જો તમારા ભાઈની રાશિ કન્યા છે તો તમારે તેના માટે લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. લીલો રંગ તમારા ભાઈના જીવનમાં સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે અને તમારા બંનેની વચ્ચે પ્રેમ હંમેશાં જળવાઈ રહે છે.

તુલા રાશિ

જો તમારા ભાઈની રાશિ તુલા છે તો તમારે તેના માટે સફેદ રંગની રાખડી લેવી જોઈએ અને રક્ષાબંધનના દિવસે સફેદ રંગની રાખડી બાંધવાની સાથો સાથ તેને સફેદ રંગની મીઠાઈ પણ ખવડાવો.

વૃશ્ચિક રાશિ

જો તમારા ભાઈની રાશિ વૃશ્ચિક છે તો તમારે તેના માટે લાલ અથવા ગુલાબી રંગની રાખડી ખરીદવી જોઈએ. રક્ષાબંધનનાં દિવસે આ રાખડીની સાથે તેને લાલ રંગની મીઠાઈ ખવડાવવાથી તેના સુખ અને સૌભાગ્યમાં અઢળક વૃદ્ધિ થાય છે.

ધન રાશિ

જો તમારા ભાઈની રાશિ ધન છે તો તમારે તેના માટે પીળા અથવા તો ગોલ્ડન કલરની રાખડી લેવી જોઈએ. સાથોસાથ રાખડી બાંધતા સમયે પીળા રંગની મીઠાઈ ખવડાવી શુભ માનવામાં આવે છે.

મકર રાશિ

જો તમારા ભાઈની રાશિ મકર છે તો તમારે તેમના માટે વાદળી રંગની રાખડી ખરીદવી જોઈએ. જો વાદળી રંગની રાખડી ન મળે તો ઓછામાં ઓછા વાદળી રંગના દોરા વાળી રાખડીની પસંદગી કરો.

કુંભ રાશિ

જો તમારા ભાઈની રાશિ કુંભ છે તો તેના માટે વાદળી રંગની રાખડી શુભ માનવામાં આવે છે.

મીન રાશિ

જો તમારા ભાઈની રાશિ મીન છે તો તમારે તેમના માટે ગોલ્ડન અથવા પીળા કલરની રાખડી ખરીદવી જોઈએ. સાથોસાથ તેને ખવડાવવા માટે પણ પીળા રંગની મીઠાઈ લઈ શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.