દરેક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજ, પરંતુ મોટા ભાગનાં પતિ નથી આપી શકતા

Posted by

પતિ-પત્નીનો સંબંધ સાત જન્મનો સંબંધ કહેવાય છે, જોકે આજના મોર્ડન જમાનામાં તે ફક્ત એક જન્મ સુધી ટકી જાય તો પણ ખૂબ જ મોટી વાત હોય છે. ઘણી વખત પતિની અમુક ખાસ ભૂલોને કારણે પત્ની નારાજ થઈ જાય છે. પરિણામે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેવામાં આજે અમે તમને અમુક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે એક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છે છે. જો પતિ તેને પૂરી કરી દે છે તો તે ખૂબ જ ખુશ રહે છે. તેનાથી તમારો સંબંધ અને લગ્ન બંને મજબૂત રહે છે.

Advertisement

પ્રશંસાના બે શબ્દો

પત્ની જ્યારે શણગાર કરીને, નવા કપડાં પહેરીને અથવા નવી હેર સ્ટાઇલ બનાવીને પતિની સામે આવે છે તો આશા રાખે છે કે પતિ તેમની પ્રશંસા માં બે મીઠા શબ્દો કહે. જોકે જ્યારે પતિ આવું નથી કરતા તો તેઓ નારાજ થઈ જાય છે.

કાળજી

જ્યારે પતિ બીમાર રહે છે તો પત્ની દિવસ-રાત તેની સેવામાં રહેલી હોય છે. હવે જ્યારે પત્ની બીમાર થાય છે તો કેટલા પતિ તેમની સેવા કરે છે? ઘરનું કામ જાતે કરીને તેને આરામ આપે છે? કદાચ આ આંકડો ખૂબ જ ઓછો હશે. એક પત્ની હંમેશા એવું ઈચ્છે છે કે તેના પતિ તેની ખૂબ જ કાળજી લે.

પતિના રહસ્ય

પત્નીને પતિના ભૂતકાળમાં ખૂબ જ દિલચસ્પી હોય છે. એવામાં તમે તેને પોતાના પાછલા સંબંધો વિશે મજાકમાં જણાવી શકો છો. તે સિવાય તમારા બાળપણ અથવા ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ મોટું રહસ્ય હોય તો તેને પણ જણાવી શકો છો. જ્યારે તમે પોતાના બધા જ રહસ્યો શેયર કરશો તો પત્નીને ભરોસો થઇ જશે કે તમે તેના પર પૂર્ણ વિશ્વાસ રાખો છો.

રોમેન્ટિક સમય

લગ્ન બાદ પતિનો રોમાન્સ હંમેશા ફિક્કો પડવા લાગે છે. લગ્ન પહેલા તે જે રીતે પત્નીને ખુશ રાખવાની કોશિશ કરતો હોય છે, તેવો જોશ લગ્ન બાદ દેખાતો નથી. તેવામાં પત્નીની ઇચ્છા હોય છે કે પતિ તેને આલિંગન કરે, પ્રેમ ભરી વાતો કરે, રોમેન્ટિક ડાન્સ કરે અથવા બહાર ડિનર પર લઇ જાય.

ખરાબ સમયમાં પતિનો સાથ

જ્યારે પત્નીનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તે પોતાના પતિ પાસેથી આશા રાખે છે. તેનો આત્મવિશ્વાસ વધે છે. તેનો ખરાબ સમય પસાર કરવામાં મદદ મળે છે. એટલા માટે પત્નીના દુઃખોને ઇગ્નોર ના કરો.

ફિઝિકલ રિલેશન

દરેક પત્ની અમુક શારીરિક જરૂરિયાતો હોય છે. તેવામાં પતિએ સમય-સમય પર પત્ની સાથે ફિઝિકલ રિલેશન બનાવતા રહેવા જોઈએ. તેનાથી બંને એકબીજાની નજીક આવે છે અને તેમની વચ્ચે પ્રેમ પણ વધે છે.

સ્પેશ્યલ ફીલ કરાવો

મહિલાઓને સ્પેશ્યલ ફીલ કરવાનું ખૂબ જ પસંદ હોય છે. આ વાતની આશા તે પોતાના પતિ પાસેથી પણ રાખતી હોય છે. તેમને ગિફ્ટ આપો, સરપ્રાઈઝ આપો અથવા કંઈક એવું કરો કે તમારી પત્ની તમારાથી ઈમ્પ્રેસ થઈ જાય. તેને બધાથી ખાસ હોવાનો અહેસાસ કરાવો.

આઝાદી

પત્ની ઘરમાં જેલમાં બંધ કેદીઓની જેમ રહેવાનું પસંદ કરતી નથી. તેઓ ઇચ્છે છે કે પતિ તેમના પર ભરોસો રાખે અને તેમને કોઇ પણ જગ્યાએ આવવા જવાથી રોકટોક કરે નહીં. સાથો સાથ શંકા કરવાની વાતો પણ પત્નીઓને ખરાબ લાગે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *