દરેક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજ, શું તમે તેની આશા પર ખરા ઉતરી રહ્યા છો, જાણો

Posted by

એક મહિલા જ્યારે પોતાનું ઘર છોડીને પોતાના પતિના ઘરમાં આવે છે, તો ત્યાં બધા તેના માટે અજાણ્યા હોય છે. સમય પસાર થતો જાય છે અને આ દરમિયાન તે પોતાના પતિની સૌથી નજીક હોય છે. તેવામાં તે પોતાના પતિ પાસેથી ખાસ પ્રકારની અપેક્ષા રાખતી હોય છે. જો પતિ આપ અપેક્ષા ઉપર ખરો ઉતરે નહીં, તો તેમના લગ્નજીવનમાં તિરાડ ઊભી થઈ જાય છે. તો ચાલો જાણીએ કે એક પત્ની પોતાના પતિ પાસેથી કઈ આશા રાખે છે.

Advertisement

સ્પેશિયલ મોમેન્ટ યાદ રાખવી

પત્નીઓ માટે નાની-નાની યાદગીરીઓ ખૂબ જ ખાસ હોય છે. જેમ કે પહેલી મુલાકાત, પહેલું ચુંબન, પહેલી ડેટ, લગ્ન, જન્મદિવસ વગેરે પળો તેમના જીવનમાં ખાસ હોય છે. તેવામાં તે પતિ પાસેથી આશા રાખે છે કે તેમણે આ દરેક તારી યાદ રાખવી જોઈએ અને તેમને ખાસ રીતે અભિનંદન પણ આપે.

ઈમોશનલ સપોર્ટ

પત્ની સાસરિયામાં સૌથી વધારે આશા પોતાના પતિ પાસેથી જ રાખે છે. જો તેમની સાથે કંઇક ખોટું થાય છે અથવા તો તેઓ દુઃખી થાય અથવા કોઈ મુસીબતમાં હોય તો તે પોતાના પતિ પાસેથી ઈમોશનલ સપોર્ટની આશા રાખતી હોય છે.

ખોટું ન બોલવું

પત્ની ઈચ્છતી હોય છે કે તેમના પતિ તેમનાથી કંઈ પણ છુપાવે નહીં. તેઓ દરેક વાત ઈમાનદારી સાથે જણાવી દે. જો તમે તેમની પાસે કોઈ ખોટું બોલો છો અને બાદમાં જ્યારે તેમને હકીકતની જાણ થશે, તો તેમનું હૃદય તૂટી જશે.

વફાદારી

કોઈપણ સંબંધોને વર્ષો-વર્ષ સુધી ચલાવવા માટે વફાદારી સૌથી મહત્વની ભૂમિકા નિભાવે છે. દરેક પત્ની ઈચ્છે છે કે તેમનો પતિ તેમના પ્રત્યે વફાદાર રહે અને કોઈપણ પ્રકારનું લવ અફેર ચલાવે નહીં. તેઓ નથી ઇચ્છતી કે તેમના પતિ તેમને પીઠ પાછળ દગો આપે.

ગળે લગાવવું

આ વાત તમને સાંભળવામાં ભલે નાની લાગે પરંતુ તે ખૂબ જ અસરકારક હોય છે. જો તમે દરરોજ પોતાની પત્નીને પ્રેમથી ગળે લગાવો છો, તો તેનો આત્મવિશ્વાસ વધશે, પ્રેમ ઓછો થતો નથી અને એકબીજા ઉપર ભરોસો કરવો પણ સરળ બની જાય છે.

સારું સેન્સ ઓફ હ્યુમર

જીવનમાં એક વખત રોમાન્સ ઓછો થઈ જાય તો ચાલે છે, પરંતુ સેન્સ ઓફ હ્યુમર હોવું જરૂરી છે. પત્ની ઈચ્છે છે કે તેમના પતિ હસી-મજાક કરે અને તેમને ખૂબ જ હસાવે. તેનાથી સંબંધોમાં મીઠાશ અને તાજગી જળવાઈ રહે છે.

રોકટોક ન કરે

પત્ની પોતાના પતિ પાસેથી આશા રાખતી હોય છે કે તેઓ તેમની આઝાદી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરે, જો તેમના દોસ્ત પણ હોય તો તેમનાથી તેમને કોઈ તકલીફ ન હોવી જોઈએ, શું પહેરવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ અને ક્યાં જવું જોઈએ તેના પર રોકટોક ન કરવી.

પ્રશંસા

મહિલાઓ પ્રશંસાની ભૂખી હોય છે. તેમને સૌથી વધારે પ્રશંસાની આશા પોતાના પતિ પાસેથી હોય છે. જો તમે તેની અઢળક પ્રશંસા કરો છો, તો તેઓ ખૂબ જ ખુશ થાય છે. તેઓ સંબંધમાં પોતાને હેપી ફીલ કરે છે. તેમનો આત્મવિશ્વાસ પણ તેનાથી વધે છે.

રોમાન્સ

લગ્નનો સમય જેમ જેમ પસાર થતો જાય છે, રોમાન્સનું લેવલ પણ ઓછું થતું જાય છે. ખાસ કરીને પતિમાં ઉત્સાહ અને પ્રેમની કમી જોવા મળે છે. તેવામાં પત્ની ઇચ્છતી હોય છે કે તેમના પતિ તેમની સાથે રોમાન્સ કરે, એટલે કે કંઈક નવું અથવા સારું કરે અને તેમને સરપ્રાઈઝ આપે.

રિસ્પેક્ટ

સ્ત્રીઓ પોતાના પતિના પગની ધૂળ બનીને રહેવાનું પસંદ કરતી નથી. તેઓ પતિ પાસેથી આશા આશા રાખે છે કે તેઓ તેમની ઈજ્જત કરે. તેઓને એ જ માન સન્માન મળે જેવુ તે આપી રહી છે.

Advertisement

One comment

Leave a Reply

Your email address will not be published.