દરેક પુરુષની ૪ પત્નીઓ હોય છે, જાણો કઈ રીતે

Posted by

ભગવાન ગૌતમ બુદ્ધને વિશ્વના પ્રાચીનતમ ધર્મ માં એક બૌદ્ધ ધર્મના પ્રવર્તક માનવામાં આવે છે. તેમના અનમોલ વિચારોથી જીવનની દિશા અને દશા બદલી જાય છે અને નવી પ્રેરણા મળે છે. લોકો તેમના ઉપદેશો અને વિચારોને ગ્રહણ કરીને તેનું પાલન કરે છે. બૌદ્ધ દુનિયાને હિંસા, કરુણા અને સંપુર્ણ વિશ્વને શાંતિનો સંદેશ આપવા માટે ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધ લોકોને જીવન જીવવાનો રસ્તો બતાવે છે. ગૌતમ બુદ્ધનું કહેવું હતું કે દરેક પુરુષની ૪ પત્નીઓ હોય છે. તેની પાછળ એક કહાની છે. પરંતુ આખરે આવું શા માટે હોય છે અને તેની પાછળનું કારણ શું છે, તેનો જવાબ તમને આ કહાનીમાં મળી જશે.

એક વ્યક્તિની ૪ પત્નીઓ હતી. પ્રાચીન ભારતની સામાજિક વ્યવસ્થા એવી હતી જ્યાં એક પુરુષ ઘણી પત્નીઓ રાખી શકતો હતો. સમય પસાર થવા પર તે વ્યક્તિ બીમાર પડી ગયો અને તેને પોતાનું મૃત્યુ નજીક દેખાવા લાગ્યું. જીવનના અંતમાં તે ખુબ જ એકલતા મહેસુસ કરવા લાગ્યો.

તેણે પોતાની પહેલી પત્નીને બોલાવી અને પોતાની સાથે બીજી દુનિયામાં ચાલવા માટે કહ્યું. વ્યક્તિએ કહ્યું કે, “મારી પ્રેમાળ પત્ની, મેં તને દિવસ રાત પ્રેમ કર્યો. આખી જિંદગી તારો ખ્યાલ રાખ્યો. હવે હું મૃત્યુ પામવાનો છું. શું તું મારી સાથે તે જગ્યાએ ચાલશે, જ્યાં હું મૃત્યુ બાદ જવાનો છું.” તેને અપેક્ષા હતી કે તેની પહેલી પત્ની નો જવાબ “હા” હશે, પરંતુ તેની પહેલી પત્નીએ જવાબ આપ્યો, “મારા પ્રેમાળ પતિ, મને જાણ છે કે તમે હંમેશા મને પ્રેમ કરેલો છે અને હવે તમારો અંત નજીક છે. તેવામાં હવે તમારાથી અલગ થવાનો સમય આવી ગયો છે.”

ત્યારબાદ બીમાર પુરુષે પોતાની બીજી પત્નીને પોતાની પાસે બોલાવેલ અને મૃત્યુ બાદના સફર પર સાથે ચાલવાની વિનંતી કરી. તેણે કહ્યું, “મારી પ્રેમાળ બીજી પત્ની, તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. ક્યારેક ક્યારેક મને ડર લાગે છે કે તું મને છોડી દેશે, પરંતુ તે મારો સાથ હંમેશા આપ્યો. પ્રિય તું મારી સાથે મૃત્યુ બાદના સફરમાં સાથે ચાલ.” બીજી પત્નીએ જવાબ આપ્યો, “પ્રિય પતિ, તમારી પહેલી પત્નીએ મૃત્યુ બાદ તમારો સાથ આપવાથી ઇન્કાર કરી દો, તો પછી હું તમારી સાથે કેવી રીતે આવી શકું છું. તમે ફક્ત પોતાના સ્વાર્થ માટે મને પ્રેમ કરેલો હતો.”

મરણ પથારીએ પડેલા પુરુષે પોતાની ત્રીજી પત્નીને બોલાવી અને પોતાની સાથે ચાલવા માટે કહ્યું. ત્રીજી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને તેને જવાબ આપ્યો, “મારા પ્રિય પતિ, મને તમારી ઉપર દયા આવી રહી છે અને તમારા માટે દુઃખ થઈ રહ્યું છે, એટલા માટે હું અંતિમ સંસ્કાર સુધી તમારી સાથે રહીશ.” આવી રીતે ત્રીજી પત્નીએ પણ તેની સાથે જવાથી ઇન્કાર કરી દીધો.

જ્યારે ત્રણેય પત્નીઓએ મૃત્યુ બાદ તેની સાથે જવાથી ઇન્કાર કરી દીધો તો તેને યાદ આવ્યું કે તેની વધુ એક પત્ની છે, જેની તેણે ક્યારેય પણ પરવાહ કરેલી નથી. ચોથી પત્નીની સાથે હંમેશા એક દાસી જેવો વ્યવહાર કરેલો હતો અને હંમેશા તેને ધૃત્કારેલ હતી. પુરુષે વિચાર્યું કે જો હવે તે પોતાની ચોથી પત્નીને અંતિમ સફળ પર ચાલવા માટે કહેશે તો તે નિશ્ચિત રૂપથી ઇનકાર કરી દેશે જો કે તે એટલો ડરેલો હતો અને એકલતા મહેસુસ કરી રહ્યો હતો કે તેણે પોતાની ચોથી પત્નીને પણ મૃત્યુ બાદની સફર પર ચાલવા માટે વિનંતી કરી. ચોથી પત્નીએ પોતાના પતિના અનુરોધનો તુરંત સ્વીકાર કરી લીધો.

પતિના અનુરોધ કરવા પર ચોથી પત્નીએ કહ્યું, “મારા પ્રિય પતિ, હું તમારી સાથે જરૂરથી આવીશ. કંઈ પણ થઈ જાય હું હંમેશા તમારી સાથે રહેવા માટે દ્રઢ સંકલ્પિત છું. હું તમારાથી ક્યારેય પણ અલગ થઈ શકતી નથી.” આ એક કહાની છે એક પુરુષ અને તેની ચાર પત્નીઓની.

કહાની નો સાર અને શીખ

કહાની સંભળાવ્યા બાદ ગૌતમ બુદ્ધ એ અંતમાં કહ્યું હતું કે, “દરેક પુરુષ અને મહિલાની પાસે ૪ પત્નીઓ અને ૪ પતિ જરૂર હોય છે. આવું એટલા માટે કારણ કે તેને પણ ચોથી વખત “હા” સાંભળવા મળે.” જો કે કહાનીમાં બતાવામાં આવેલ ૪ પત્નીનો તાત્પર્ય અહીં આ ગૌતમ બુદ્ધ એ જીવનનાં પાસાઓને જણાવેલ છે.

ગૌતમ બુદ્ધ અનુસાર આ કહાનીમાં પહેલી પત્ની આપણું “શરીર” છે, જે મૃત્યુ બાદ આપણી સાથે જઈ શકતું નથી, એટલા માટે મૃત્યુ બાદ શરીરને સળગાવી દેવામાં આવે છે અથવા તો દફનાવી દેવામાં આવે છે.

બીજી પત્ની છે આપણું “ભાગ્ય”. મૃત્યુ બાદ આપણું ભાગ્ય પણ અહીં છુટી જાય છે અને આપણે તેને પોતાની સાથે લઈ જઈ શકતા નથી.

ત્રીજી પત્ની છે આપણા “સંબંધો”. મૃત્યુ બાદ બધા જ સંબંધો અહીંયા છુટી જાય છે અને આપણે ઇચ્છતા હોવા છતાં પણ તેને પોતાની સાથે લઈ જઈ શકતા નથી.

કહાનીમાં ચોથી પત્ની જે સાથે આવવા માટે તૈયાર થઈ જાય છે તેનો સંબંધ આપણા “કર્મ” સાથે છે. કર્મ જ એક માત્ર એવી ચીજ છે, જે મૃત્યુ બાદ આપણી સાથે જાય છે. કર્મ જ એ ચીજ છે, જેનાથી આપણા પાપ-પુણ્યનાં લેખ આ જોખા થાય છે અને મૃત્યુ બાદ આપણી આત્માને સ્વર્ગ અથવા નર્કની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *