બોલીવુડમાં સુંદર હસીનાઓની કોઈ કમી નથી. ઇન્ડસ્ટ્રીમાં દરરોજ નવી સુંદર હસીનાઓની એન્ટ્રી થાય છે. જોકે બોલીવુડમાં પગલાં રાખવા એક માત્ર ચીજ નથી, જે મહત્વ ધરાવે છે. પરંતુ તેમાં પોતાના પગ જમાવવા પણ જરૂરી છે. કારણ કે કોઈ પણ નવી અભિનેત્રી પાછળ રહી શકે છે. બોલીવુડમાં ઘણા એવા હીરો અને ડાયરેક્ટર છે, જેમણે પોતાની ફિલ્મો દ્વારા નવી અભિનેત્રીને લોન્ચ કરેલ છે.
તેમાં એક નામ મશહુર ડાયરેક્ટર રામગોપાલ વર્માનું નામ પણ છે, જેમણે ઘણી નવી અભિનેત્રીને પોતાની ફિલ્મમાં લોન્ચ કરેલી હતી. રામગોપાલ વર્મા એકવાર ફરીથી એક નવી અભિનેત્રીને લોન્ચ કરી રહ્યા છે અને આ વખતે રામગોપાલ એક ઉડિયા અભિનેત્રીને લાવી રહ્યા છે.
આ અભિનેત્રીએ બ્લેક એન્ડ વાઈટ બિકીની પહેરીને બીચ ઉપર ખુબ જ આકર્ષક ફોટોશુટ કરાવેલું હતું, જેની તસ્વીરો ઇન્ટરનેટ ઉપર ખુબ જ ધમાલ મચાવી રહી છે. અહીંયા તેણે મેકઅપ વગર નેચરલ લુક માં ફોટોશુટ કરાવેલ છે. પ્રસંશકોએ તેના આ ફોટાને ખુબ જ પસંદ કર્યા હતા અને કોમેન્ટમાં તેની અભિનયની પણ પ્રશંસા કરી હતી. અમુક પ્રસંક્ષકો દ્વારા મજાકમાં તેને લગ્નનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો.
આ મોડલ અને અભિનેત્રીનું નામ અપ્સરા રાની છે. વળી તે એક રિયાલિટી શોમાં પણ નજર આવી ચુકેલ છે. તેના ફોટા હાલના સમયમાં ઇન્ટરનેટ ઉપર ખુબ જ ધમાલ મચાવી રહ્યા છે અને ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અપ્સરા રાની નાં લાખો ફોલોવર્સ છે.
રામગોપાલ વર્મા પોતાની આવનારી ફિલ્મ “થ્રીલર” નાં સેટ ઉપરથી તેની ઘણી તસ્વીરો શેર કરી ચુક્યા છે. તેઓ અભિનેત્રી અપ્સરા ને સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કરી રહ્યા છે. અભિનેત્રી અપ્સરા ઓડિસાની રહેવાસી છે અને હાલમાં તે હૈદરાબાદમાં રહે છે.
રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મારી આગલી ફિલ્મની અભિનેત્રી અપ્સરા રાની છે. આ ફિલ્મનું નામ “થ્રીલર” છે. તે ક્લાઈમેક્સ અને નેકેડ ની સુપર સફળતા બાદ આવેલ છે. અભિનેત્રી અપ્સરા રાની એ અમુક ઉડિયા અને તેલુગુ ફિલ્મમાં કામ કરેલ છે.
તેનું અસલી નામ અંકિતા મહારાણા છે. જોકે તેને રામગોપાલ વર્મા દ્વારા અપ્સરા રાની માં બદલી દેવામાં આવેલ છે. અપ્સરા રાની પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખવામાં આવે છે.
અપ્સરા અવારનવાર પોતાનું હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના લીધે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જોકે અપ્સરા રાની ઓડિશામાં રહેવા વાળી છે, પરંતુ હાલના સમયમાં મોટાભાગે તે દેહરાદુનમાં રહે છે અને વર્તમાન સમયમાં તે હૈદરાબાદમાં રહે છે.
રામ ગોપાલ વર્મા નાં જણાવ્યા અનુસાર તેમની આગામી ફિલ્મ “થ્રીલર” તેમની પાછલી ફિલ્મો “નેકેડ” અને “ક્લાઈમેક્સ” ની સિક્વલ હશે. વળી અપ્સરા નો બોલ્ડ લુક બધા લોકોને ઈમ્પ્રેસ કરે છે. પરંતુ જોવાનું રહેશે કે તે પોતાની એક્ટિંગથી લોકોને કેટલા ઈમ્પ્રેસ કરી શકે છે.