દરરોજ બચાવો ૭૪ રૂપિયા અને બની જાઓ કરોડપતિ, છે ને કમાલ ની સ્કીમ, અત્યારે જ જાણી લો નહિતર પસ્તાવો થશે

Posted by

આજનાં સમયમાં સૌથી મોટી જરૂરિયાત પૈસા છે. તેવામાં દરેક લોકો એવું જ વિચારે છે કે તે પોતાના જીવનમાં ઓછામાં ઓછા એટલા પૈસા તો જોડી શકે, જે તેમને વૃદ્ધત્વ કામ આવી શકે. એવામાં અમે તમને એક એવી સ્કીમ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે દરરોજનાં થોડા રૂપિયા બચત કરીને રિટાયરમેન્ટ પછી એક સારું જીવન જીવી શકો છો. જી હાં, નેશનલ પેન્શન સિસ્ટમ એક એવો વિકલ્પ છે, જેમાં તમે રોકાણ કરીને તમારી રિટાયરમેન્ટ પછી એક મોટી રકમ સાથે સાથે મંથલી પેન્શનની યોજના બનાવી શકો છો.

આ સ્કીમ એક જાદુઈ છડી જેવી છે. જેની મદદથી તમે રિટાયરમેન્ટ સુધીમાં ૧ કરોડ રૂપિયાના માલિક બની શકો છો. તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો! મતલબ ૧ કરોડ. જાણકારી માટે જણાવી દઈએ કે જો તમે ઈચ્છો તો માત્ર ૭૪ રૂપિયા દરરોજનાં બચાવીને એનપીએસમાં રોકાણ કરો છો તો રિટાયરમેન્ટ સુધી તમારા હાથમાં ૧ કરોડ રૂપિયા હશે. તેવામાં જો તમે યંગ છો અને હજુ તમે એક ટીનેજર ની ઉપર નથી નીકળ્યા છો, તો હવે રાહ શેની જુઓ છો? તમે પણ પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી શકો છો.

જો કે આ ઉંમરમાં સામાન્ય રીતે લોકો નોકરી નથી કરતાં છતાં પણ ૭૪ રૂપિયા દરરોજ બચાવવા કોઈ મોટી વાત નથી અને જ્યારે વાત એને તમારા ભવિષ્ય એટલે કે ઘડપણને સારી રીતે વિતાવવાની હોય પછી તો એટલું તો તમારે જરૂરથી કરવું જોઈએ. કારણ કે આજકાલ તો જોઈ જ રહ્યા છો કે વૃદ્ધ માં-બાપ સાથે કેવું વર્તન કરવામાં આવે છે. જો આજની આ સ્થિતિ તો છે તો આજથી ૪૦-૫૦ વર્ષ પછી તમે પોતે વિચારી શકો છો. તેવામાં તમારા ઘડપણનાં દિવસને અત્યારથી સુધારવામાં લાગી જાઓ. કારણકે અત્યારે તો તમારા પગમાં દમ છે અને તમે કંઇ પણ કરીને કમાઈ શકો છો, પરંતુ એક સમય એવો પણ આવે છે, જ્યારે પોતાના હાથ-પગ કામ કરી શકતા નથી. તેવામાં તેના માટે એનપીએસ સ્કીમ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

એનપીએસ માં રોકાણ કરો અને બની જાઓ કરોડપતિ

એનપીએસ જેનું આખું નામ નેશનલ પેન્શન સિસ્ટમ છે. આ એક માર્કેટ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ છે. સ્કીમની અંદર એનપીએસનાં પૈસા બે જગ્યાએ રોકાણ થાય છે. ઇક્વિટીમાં એટલે કે શેર માર્કેટ અને ડિબેટ એટલે કે સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ. એનપીએસનાં કેટલા પૈસા ઇક્વિટીમાં જશે તે તમે એકાઉન્ટ ખોલવા દરમિયાન જ નક્કી કરી શકો છો. સામાન્ય રીતે ૭૫ ટકા પૈસા ઇક્વિટીમાં જઈ શકે છે. એનો મતલબ એ થયો કે એમાં તમને PPF કે EPF  થી થોડા વધારે રિટર્ન મળવાની આશા રહે છે.

જો તમે એનપીએસ દ્વારા કરોડપતિ બનવા ઈચ્છો છો તો એની રીત ખુબ જ સરળ છે. બસ થોડી ટ્રીકની જરૂરિયાત છે અને તમે માલામાલ બની જશો. માની લો આ સમયે તમારી ઉંમર ૨૦ વર્ષ છે. એવામાં જો તમે દરરોજનાં ૭૪ રૂપિયા બચાવશો. એટલે કે મહિનાનાં ૨૨૩૦ રૂપિયા બચાવીને એનપીએસમાં રોકાણ કરો છો. એટલે કે તમારા રિટાયરમેન્ટમાં ૪૦ વર્ષ છે. કારણ કે અધિકતર સંસ્થામાં રિટાયરમેન્ટની આયુષ્ય ૬૦ વર્ષની હોય છે.  એવામાં તમે જ્યારે ૪૦ વર્ષ બાદ રિટાયર થશો તો કરોડપતિ હશો. હવે માની લો કે ૯% નાં દરથી તમારે રિટર્ન મળશે. તો જ્યારે તમે નિવૃત થશો તો તમારી કુલ પેન્શન વેલ્થ હશે ૧.૦૩ કરોડ રૂપિયા. એવામાં નાની-નાની રકમ જોડીને બની ગયાને તમે કરોડપતિ.

હા તેમાં એક વાત એવી છે કે તમારે ધીરજ રાખવા પડશે. હવે ધીરજ તો દરેક જગ્યાએ જરૂરી હોય છે. એ તો તમને પણ ખબર છે. તેની જરૂરિયાત આ સ્કીમમાં પણ છે. તે સિવાય આ સ્કીમથી જોડાયેલો ફાયદો કહો કે પછી કઈ પણ કહો પરંતુ એ બધા પૈસા તમે એક સાથે નથી કાઢી શકતા. તેના ૪૦ ટકા જ કાઢી શકો છો. બાકીનાં ૪૦% તમને ઇન્યુટી પ્લાનમાં નાખવાના હોય છે. જે તમને દર મહિને પેન્શન મળે છે.

માની લો તમે ૪૦ ટકા પૈસા ઇન્યુટીમાં નાખ્યા છે, તો જ્યારે તમે ૬૦ વર્ષના થશો તો એક રકમ ૬૧.૮૬ લાખ કાઢી શકશો. અને માની લેવામાં આવે કે ઇન્ટરેસ્ટ ૮ ટકા છે તો દર મહિનાનું પેન્શન લગભગ ૨૭.૫૦૦ હજાર રૂપિયા મળશે તે અલગ. એવામાં કુલ મેળવીને જોવામાં આવે તો આ સ્કીમ  તમારા વૃદ્ધત્વનો સહારો ઘણી સારી રીતે બની શકે છે. બસ તમારે ૭૪ રૂપિયા દરરોજનાં બચાવવાની આદત અત્યાર થી કરી લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *