પતિ પત્નીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. જોકે એવું શક્ય નથી કે આ સંબંધમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા થતા ન હોય. કહેવામાં આવે છે કે જ્યાં વાસણ હોય છે ત્યાં તે ખખડતા જરૂરથી હોય છે. પતિ પત્નીના સંબંધોમાં લડાઈ ઝઘડા થવા સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત જ્યારે આ ઝઘડા વધવા લાગે તો સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. સુખી વૈવાહિક જીવનના સપના તૂટતા નજર આવવા લાગે છે. એવું લાગે છે કે જાણે બધું ખતમ થઈ ગયું છે. જો તમારા સંબંધોમાં પણ લડાઈ ઝઘડા અટકતા ન હોય તો તેના માટે તમારે અમારો આ લેખ જરૂરથી વાંચી લેવો જોઈએ.
શું તમે જાણો છો કે પતિએ દરરોજ રાતના પોતાની પત્ની સાથે એવું કયું કામ કરવું જોઈએ જેને ન કરવાથી જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે. આચાર્ય ચાણક્યનાં નીતિ શાસ્ત્ર અનુસાર પતિ અને પત્ની એકબીજાના પૂરક હોય છે. જો તેમાંથી એક પણ ડગમગી જાય છે તો પરિવાર વિખેરાવા લાગે છે અને ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર પરિવારને સુખ શાંતિ પતિ પત્નીના મધુર સંબંધો ઉપર ટકેલી હોય છે. વળી આચાર્ય ચાણક્ય કહે છે કે એક પતિ પત્નીની વચ્ચે દરરોજ રાત્રે કામવાસના પૂરી કરવી શક્ય હોતું નથી. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે પોતાની પત્નીની બાજુમાં સંપૂર્ણ રીતે અજાણ્યા બનીને સુતા રહો અને ફક્ત જરૂરિયાત પડવા ઉપર નજીક જવામાં આવે.
એક પતિએ દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાની પત્નીને ઓછામાં ઓછું એક વખત ગળે લગાડવું જોઈએ, ત્યારે તમને તેના પ્રેમનો અહેસાસ થશે. આવું કરવાથી પત્ની પણ કંઈ પણ કહ્યા વગર તમારી ભાવનાઓને સમજી જશે અને ક્યારે પણ અન્ય પુરુષો વિશે વિચારશે નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે ખુશ રહેવું દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ જો પતિ પોતાની પત્નીની પ્રશંસા કરે છે તો આ કોશિશ જાદુની જેમ કામ કરે છે.
આખો દિવસના કામ બાદ જો પતિ રાત્રે સુતા પહેલા એક વખત પોતાની પત્નીની પ્રશંસા કરે છે તો પત્નીને અહેસાસ થાય છે કે તેને તેનો પતિ પ્રેમ કરે છે. પત્ની વિચારવા લાગે છે કે પતિ ની નજર તેના કામ ઉપર છે અને તેને આ સાંભળવું પસંદ આવે છે. ચાણક્ય કહે છે કે પોતાની પત્નીના રૂપની પ્રશંસા કરવી જોઈએ અને સાથોસાથ તેને સમજાવવું જોઈએ કે તે તમારી નજરમાં સૌથી સુંદર છે. તેની આંખો અથવા તેના શરીરના અમુક હિસ્સાની પ્રશંસા કરવી જોઈએ.
જો તમે આ બધું નથી કરતા તો તમારી પત્ની નો પ્રેમ ઓછો થઈ જવાની સંભાવના વધી જાય છે. આપણા વડીલો કહે છે કે પતિ પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. આ સંબંધને ખૂબ જ સંભાળીને રાખવો પડે છે, પરંતુ આજકાલના સંબંધોને જોવામાં આવે તો નાની વાત પણ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ચાણક્ય નીતિમાં તે ચીજોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે, જે પતિ પત્નીના સંબંધોમાં ખટાશ ઊભી કરે છે.
ચાણક્ય કહે છે કે પતિ પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. જો બંનેની વચ્ચે કોઈ ગેરસમજણ આવે તો આ સંબંધ તૂટી જાય છે. વળી પતિ પત્નીના સંબંધોમાં જો કોઈ ચીજને લઈને ઘેર સમજણ હોય તો તેને પરસ્પર બેસીને વાત કરવી જોઈએ. કારણ કે ગેરસમજણનો કોઈ ઈલાજ નથી. ગેરસમજણને લીધે સારામાં સારો સંબંધ પણ ખરાબ થઈ શકે છે.
હિન્દુ શાસ્ત્રોમાં સવારે ઊઠીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે જણાવવામાં આવેલ છે. તેવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો પતિ પત્ની સવારે ઊઠીને અમુક ખાસ કાર્ય એક સાથે કરે છે તો તેમનું નસીબ જરૂરથી ચમકે ઉઠે છે.
સવારે ઊઠીને પતિ પત્નીએ બંનેએ એક સાથે યોગ કરવા જોઈએ. યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તો વળી યોગ બાદ પતિ પત્નીએ થોડો રોમાન્સ પણ જરૂરથી કરવો જોઈએ. આવું કરવાથી તેમનો પ્રેમ વધે છે.
સવારે ઊઠીને પતિ પત્ની બંને એ પાણી જરૂરથી પીવું જોઈએ. કારણ કે સવારે ઊઠીને મોટાભાગના લોકો ચા પીવે છે અને ચા આપણને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. પરંતુ ચા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી ચા ની ખરાબ અસર ઓછી થઈ જાય છે. સાથો સાથ પાણી પીવાથી પેટ પણ સાફ અને ચોખ્ખું રહે છે.