ઘણી વખત એવું થાય છે કે લગ્નનાં અમુક સમય બાદ બધું નોર્મલ થઇ જાય છે. પરંતુ અચાનક થી અમુક એવી મુંઝવણો સામે આવી જતી હોય જે છે, જેના લીધે લગ્નજીવન બરબાદ થઈ જાય છે. તમને માનવામાં નહીં આવે પરંતુ ઘણી વખત સુવાની આદતને લીધે પણ પતિ-પત્ની વચ્ચે છુટાછેડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. દરેક જગ્યાના પોતાના અમુક નિયમ અને શરતો હોય છે, એવી જ રીતે બેડરૂમમાં પણ અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત અજાણતામાં થયેલી ભુલને લીધે તેની અસર સંબંધો ઉપર જોવા મળે છે. તેવામાં આ નિયમોને માનીએ તમે પોતાના લગ્નજીવનને એક નવો રંગ આપી શકો છો.
જો તમારા બંનેના સુવાનો સમય અલગ અલગ છે, તો સૌથી પહેલા પોતાની આ આદતને સુધારી લેવી કોશિશ કરો કે તમે બંને એક જ સાથે સુવો. એવું ન થવું જોઈએ કે બન્નેમાંથી કોઇ એક સુઈ જાય અને બીજો પોતાનું કામ કરી રહેલ હોય.
કોશિશ કરવી જોઈએ કે સુતા પહેલા તમારા હાથમાં મોબાઈલ ન હોય. બેડરૂમમાં ટીવી રાખવાથી બચવું. બની શકે તો એક મ્યુઝિક પ્લેયર રાખી લો, જેથી રાતના સમયે ધીમા સંગીતનો આનંદ માણી શકો. સુતા પહેલાના સમયે લેપટોપ, મોબાઈલ અને ટીવી પર સમય પસાર કરવા કરતાં વધારે યોગ્ય રહેશે કે તમે પોતાના પાર્ટનર સાથે વાત કરો.
ઘરમાં કામ કરનાર નોકરાણી, ઓફિસ ની વાતો, સંબંધીઓની વાતો કરવા કરતા આ સમયે તમારે બન્નેએ એકબીજા સાથે વાતો કરીને પસાર કરવો જોઈએ. પ્રેમ ભરેલી વાતો તમારા સંબંધોને મજબુતી આપવાનું કામ કરશે.
એકબીજા ઉપર ધ્યાન આપો. તમારી નાની નાની પ્રશંસા પણ તમારા પાર્ટનર માટે ખુબ જ મહત્વની હોય છે. કોશિશ કરો કે સુતા પહેલા તમે પોતાના પાર્ટનરને અહેસાસ કરાવી શકો કે તેઓ તમારા માટે કેટલા સ્પેશ્યલ છે. આવું મહિનામાં એક વખત નહીં, પરંતુ દરરોજ કરવાનું હોય છે. અલગ અલગ રીતે પ્રેમ વ્યક્ત કરો. સ્પર્શ કરીને અથવા તો પ્રશંસા કરીને પ્રેમ વ્યક્ત કરી શકો છો.
ગુડ નાઇટ કિસ આપવાનું ભુલવું નહીં. આ નાની-નાની કોશિશો વાતાવરણને સકારાત્મક બનાવશે. સાથોસાથ તમારી બંનેની વચ્ચેના સંબંધોને પણ મજબુત બનાવી દેશે.