દરરોજ સવારે ઘરનાં મુખ્ય દરવાજા પર કરો આ કામ, માતા લક્ષ્મીજી ખુશ થઈને સાત પેઢી સુધી પૈસા ખુટવા દેશે નહીં

જેમ કે આપણે બધા લોકો જાણીએ છે કે માતા લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે જો માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિની ઉપર જળવાઈ રહે તો તે વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દુર થઈ જાય છે. શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેની મદદથી આપણે માતા લક્ષ્મીજીનાં આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે બધા લોકો પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવાની દરેક સંભવ કોશિશ કરે છે.

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સકારાત્મક ઉર્જાનો સંચાર થવા ઘણો જરૂરી છે. જો ઘરમાં સકારાત્મક ઉર્જાની કમી છે, તો તેના કારણે નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારના સદસ્યોને આર્થિક મુશ્કેલીની સાથે સાથે ઘણી પરેશાનીઓનો સામનો કરવા પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જા વધારવા માટે ઘણા મહત્વપુર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે આ ઉપાય અપનાવો છો, તો તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહેશે, જેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. વાસ્તુશાસ્ત્રમાં અમુક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને જો દરરોજ કરવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત બનશે. તો ચાલો જાણીએ કે આખરે તે કાર્ય ક્યાં છે.

રોજ સવારે મુખ્ય દ્વાર પર આ કાર્ય કરો

વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા ઘરનું મુખ્યદ્વાર સકારાત્મક ઉર્જાના પ્રવેશનું મુખ્ય સ્થાન હોય છે. એટલા માટે તમે રોજના સવારે ઊઠીને સૌથી પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સાફ સફાઇ કરો અને બંને તરફ પાણી નાખીને સાફ-સફાઈ કરો. કારણ કે સકારાત્મક ઉર્જાનાં સંચાર માટે આ સ્થાનનું સ્વચ્છ હોવું ખુબ જ આવશ્યક છે. આવું કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દુર થાય છે અને આર્થિક મુશ્કેલી થી પણ છુટકારો મળે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિનું ઘર અને ઘરનું મુખ્યદ્વાર સ્વચ્છ રહે છે, ત્યાં ધનની દેવી માતા લક્ષ્મીજીનું આગમન થાય છે.

હિંદુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સ્વસ્તિકનું ચિન્હ ખુબ જ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિકનું ચિન્હ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શુભતા આવે છે. તમે રોજ સવારના સમયે તમારા ઘરના મુખ્યદ્વારને સારી રીતે સાફ કર્યા બાદ ઘરનાં સ્વામી કે પછી ઘરના સૌથી મોટા દીકરાએ પુજા પાઠ કરવા જોઈએ. ત્યારબાદ સૌથી પહેલાં તમારા ઘરના મુખ્યદ્વાર પર બન્ને તરફ સિંદુર કે કંકુ થી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. આવું કરવાથી આર્થિક સ્થિતિ મજબુત થાય છે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરરોજ સવારનાં સમયે પુજા પાઠ કર્યા બાદ એક સ્વચ્છ પાત્રમાં જળ લઈને તેમાં થોડી હળદર મેળવી મુખ્ય દ્વાર પર છંટકાવ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે કોઈ પણ શુભ કાર્ય અને પુજાપાઠમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ રીતે ભગવાન વિષ્ણુની પુજામાં હળદરનો ઉપયોગ જરૂર થાય છે. જો તમે દરરોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો છો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં સંપન્નતા આવે છે. તમે ઈચ્છો તો પાણીનો છંટકાવ ઘરની અંદર પણ કરી શકો છો.