હિન્દુ ધર્મના ૧૮ પુરાણોમાં સંબંધ વ્યક્તિના જીવન સાથે છે. તેને અન્ય પુરાણોમાં વિશેષ દરજ્જો આપવામાં આવેલ છે. ગરુડ પુરાણને મહાપુરાણ પણ કહેવામાં આવે છે. તેના અધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ ગરુડ પુરાણ નાં પાઠ કરવાથી મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે.
હકીકતમાં જોવામાં આવે તો ગરુડ પુરાણ એક એવું પુરાણ છે, જે વ્યક્તિને સદકર્મ કરવા માટે પ્રેરિત કરે છે. તેને જીવનનાં મુલ્યો તથા આદર્શો વિશે જણાવે છે.
તેમાં એવી નીતિઓ વિશે જણાવવામાં આવેલ છે જે તમારા જીવનને બદલી શકે છે. તેમાં એવા અમુક અચુક ઉપાય આપવામાં આવેલ છે જેની જાણકારી ખુબ જ ઓછા લોકોને છે. આ અમુક ઉપાયો માંથી એક સંજીવની મંત્ર અને ગરીબી દુર કરવા માટેનો મંત્ર પણ છે. સનાતન ધર્મમાં ગરુડ પુરાણ અને વિશેષ દરજ્જો આપવામાં આવેલ છે. તેને મહાપુરાણ કહેવામાં આવે છે અને તેના અધિષ્ઠાત દેવ વિષ્ણુ છે.
હિન્દુ ધર્મમાં મોટાભાગના લોકો ગરુડ પુરાણ ના પાઠ કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરાવે છે. કારણ કે આવું કરવાથી મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે. તેમાં મૃત્યુ અને મૃત્યુ બાદની તમામ સ્થિતિઓનું વર્ણન કરવામાં આવે છે. એટલા માટે તમામ લોકોનું માનવું છે કે ગરુડ પુરાણને ફક્ત કોઈના મૃત્યુ બાદ જ સાંભળવું જોઈએ, એવું બિલકુલ પણ નથી. તે ફક્ત એક માન્યતા છે. ગરુડ પુરાણને કોઈ પણ સમયે સાંભળી શકાય છે.
હકીકતમાં ગરુડ પુરાણ એક એવું પુરાણ છે જે વ્યક્તિને સદકર્મ કરવા માટે પ્રેરિત કરે છે. તેમાં જીવન સાથે જોડાયેલી એવી તમામ નીતિઓ વિશે જણાવવામાં આવેલ છે જે તમને ધર્મનો રસ્તો બતાવવાની સાથો સાથ તમારું સમગ્ર જીવન બદલી શકે છે. તેમાં અમુક એવા અચુક ઉપાય વિશે જણાવવામાં આવેલ છે, જેના વિશે આજના લોકો ને બિલકુલ પણ જાણકારી નથી. ગરુડ પુરાણમાં સંજીવની મંત્ર અને ગરીબી દુર કરનાર મંત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. માન્યતા છે કે આ મંત્રથી મૃત વ્યક્તિને પણ જીવિત કરી શકાય છે.
આ છે સંજીવની મંત્ર
ગરુડ પુરાણમાં એક એવો મંત્ર જણાવવામાં આવેલ છે જેને સિદ્ધ કરીને મૃત વ્યક્તિના કાનમાં ફુંકી દેવામાં આવે તો તેના શરીરમાં ફરીથી પ્રાણ આવી જાય છે આ મંત્ર છે – “યક્ષી ૐ ઉં સ્વાહા”.
આ મંત્રને સિદ્ધ કરવા સિવાય તેના પ્રયોગ બાદ ના પણ અમુક નિયમ જણાવવામાં આવેલ છે. સમગ્ર નિયમોને જાણી લીધા બાદ જ કોઈ જાણકાર વ્યક્તિના માર્ગદર્શનમાં સંજીવની મંત્રનો ઉપયોગ કરવો જોઈએ.
ગરીબી દુર કરવા માટે મંત્ર
જે લોકો લાંબા સમયથી ગરીબી સહન કરી રહ્યા છે, તમામ પ્રયાસો કરવા છતાં પણ ગરીબીને દુર કરી શકતા નથી તો આવા લોકો માટે ગરુડ પુરાણમાં વિશેષ મંત્ર જણાવવામાં આવેલ છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી થોડા સમયમાં જ ગરીબી દુર થઈ જાય છે અને વ્યક્તિ સંપન્ન બની જાય છે મંત્ર છે – “ૐ જું સઃ”.
તે સિવાય ગરુડ પુરાણમાં વિષ્ણુ સહસ્ત્રનામની મહિમાનું પણ વર્ણન કરવામાં આવેલ છે અને કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ૬ મહિના સુધી તેના પાઠ કરે છે તો તેના જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ નાશ પામે છે અને તેની કોઈ પણ મનોકામના પુરી થઈ શકે છે.