દરરોજ સવારે ઊઠીને થઈ જાય આ ચીજોના દર્શન તો સમજી લો કે સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરે પધારેલા છે, ઘોર ગરીબી માંથી મળશે મુક્તિ

આપણા માટે દરરોજ નવી સવાર નવી આશા ની કિરણ લઈને આવે છે. જ્યારે આપણે રાતની ઊંઘ બાદ સવારે સુઈને ઉઠીએ છીએ તો આપણા મનમાં નવી આશા અને નવી ઉમંગ હોય છે. એવું પણ માનવામાં આવે છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ ખુબ જ સારી રીતે પસાર થાય છે અને તમારી સાથે બધું જ સારું થાય છે. પ્રાકૃતિક રૂપથી અથવા સંયોગવશ સવારનાં સમયે ઘણી વખત આપણને અમુક ચીજોના દર્શન થઈ જતા હોય છે અથવા તો આપણને અમુક એવા સંકેત મળે છે, જેનો અર્થ સારો માનવામાં આવે છે. આ ચીજોને સવારે જોવાનો અર્થ છે કે તમારો દિવસ ખુબ જ સારો પસાર થશે. તો ચાલો આવી અમુક વાતો વિશે જાણીએ.

જો તમે સવારના સમયે ઊંઘમાંથી જાગો અને તમને ઘરની અંદર અથવા ઘરની બહાર દિવાલ ઉપર અથવા તો કોઈ જગ્યાએ કરોળિયા ઉપર તરફ ચડતા જોવા મળે તો તે પ્રગતિ નો સંકેત છે. સવારના સમયે કરોળિયા નું આ રીતે દેખાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

સવારના સમયે ગાય તમારા ઘરના દ્વાર પાસે આવીને ભાંભરે છે તો સમજી લેવું જોઈએ કે સ્વયં લક્ષ્મી માતા ચાલીને તમારા દરવાજા ઉપર આવ્યા છે. તેવામાં ગાયનો સત્કાર કરવો જોઈએ અને તેને કંઈક ખાવા માટે રોટલી અથવા અન્ય કોઈ ચીજો આપવી જોઈએ તથા ગાયના ચરણની ધુળ પોતાના માથે લગાડવી જોઈએ.

જો સવારે ઉઠી ગયા બાદ તમારા કાનમાં કોઈ જગ્યાએથી મંદિરના ઘંટ નો અવાજ સાંભળવા મળે તો તે શુભ માનવામાં આવે છે. તે સંકેત છે કે તમારી ઉપર હવે ભગવાનની કૃપા થવાની છે. તમારા અટવાયેલા કાર્ય હવે ખુબ જ જલ્દી પુર્ણ થવા લાગશે. જો તમે ઘરેથી નોકરીની બાબતમાં કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય અને તમને પુજાની ઘંટડી નો અવાજ સાંભળવા મળે અથવા તો કોઈ વ્યક્તિ આરતી ગાઇ રહ્યો હોય અથવા તો કોઈ જગ્યાએ હવન કરવાનો અવાજ સાંભળવા મળે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

સવારે ઊંઘ ઊડી ગયા બાદ જો તમારા ઘર ઉપર કોઈ પક્ષી આવીને બેસે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે હવે તમારા સારા દિવસો ખુબ જ જલ્દી શરૂ થવાના છે. તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમારા ઘર ઉપર પ્રસન્ન છે અને આ પક્ષીઓના રૂપમાં પોતાના દુત મોકલી રહ્યા છે. ઘરમાં પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા જરૂર રાખો.

જો તમે સવારના સમયે કોઈ કામને લીધે બહાર જઈ રહ્યા છો અને તમને લાલ કપડા પહેરેલી કોઈ પરિણીત મહિલા જોવા મળે તો સમજી લેવું જોઈએ કે હવે તમારું નસીબ ખુબ જ જલ્દી ચમકી જવાનું છે. પરણીત સ્ત્રીના દર્શન થવા ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

સવારના સમયે છાણ, સોનું, ત્રાંબુ, લીલું ઘાસ જોવું પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ આપણને પ્રકૃતિ સાથે જોડીને રાખે છે અને આપણો દિવસ શુભ બનાવે છે. આ વસ્તુઓને શુભતાના પ્રતીકના રૂપમાં પણ જોવામાં આવે છે અને સવારના સમયે તેમનું દેખાવવું ખુબ જ શુભ હોય છે.