દશેરાનો તહેવાર ભારતમાં ધામધુમથી ઊજવવામાં આવે છે અને આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. આ પર્વ અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપણને આપે છે. આ દિવસે શમી નાં વૃક્ષની પુજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે દશેરા પર નીલકંઠ પક્ષી દેખાવુ ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા છે કે જો આ પક્ષી દશેરાનાં દિવસે તમને અચાનક જોવા મળે તો તમારું ભાગ્ય બદલી જાય છે. તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગે છે. આ દિવસે નીલકંઠ પક્ષી દેખાવા સાથે એક કથા જોડાયેલી છે, જેના વિશે અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું.
રાવણે દગો કરીને સીતા માતાનું અપ-હરણ કરી લીધું હતું અને સીતા અને પોતાની સાથે લંકા લઈ ગયા હતા. પોતાની પત્નીને રાવણની કેદમાંથી છોડાવવા માટે ભગવાન શ્રી રામે પોતાના ભાઈ લક્ષ્મણ તથા વાનર સેના સાથે શ્રીલંકા ગયા હતા. અહીયા પર રામજી અને રાવણની વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં રામજીએ રાવણનો વધ કરી દીધો હતો અને સીતા માને રાવણની કેદમાંથી છોડાવી દીધા હતા. રાવણ ને હરાવી દીધા બાદ રામજી અયોધ્યા જવા માટે રવાના થયા હતા. પરંતુ રામજી પર બ્રહ્મહત્યાનું પાપ હતું, જેને તેઓ દુર કરવા માગતા હતા. આ અપરાધ માંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીની પુજા કરવાનો ઉપાય તેમને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રામજી એ પોતાના ભાઈની સાથે મળીને ભગવાન શિવની પુજા-અર્ચના કરી અને આ પાપમાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરી.
આ પુજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ નીલકંઠ પક્ષીનું રૂપ ધારણ કરીને ધરતી ઉપર આવ્યા હતા અને ભગવાન રામને દર્શન આપ્યા. ત્યારથી ધરતી પર ભગવાન શિવ નાં પ્રતિનિધિ નીલકંઠ પક્ષી માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર નીલકંઠ પક્ષી ભગવાન શિવનું રૂપ છે. ભગવાન શિવ નીલકંઠ પક્ષી નું રૂપ ધારણ કરીને ધરતી પર ફરે છે. વળી દશેરા પર નીલકંઠ ના દર્શન થવા શુભ ફળદાયક હોય છે. માનવામાં આવે છે કે દશેરા પર જો નીલકંઠ પક્ષી ના દર્શન થઈ જાય અથવા તો તે તમારા ઘરની છત ઉપર આવે તો ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ રહે છે. આખું વર્ષ ખુબ જ સારી રીતે પસાર થાય છે. આ પક્ષી મોટાભાગે ઉષ્ણકટિબંધ ક્ષેત્રમાં મળી આવે છે અને ખુબ જ ઓછા લોકો હોય છે, જેમને આ પક્ષી ના દર્શન થતાં હોય છે. એટલા માટે જો તમને આ પક્ષી જોવા મળે તો પોતાને ભાગ્યવાન માનવા. બની શકે તો આ પક્ષી માટે છત ઉપર પાણી અને અનાજ પણ રાખો.