તારક મહેતા ની દયાભાભી એ કરેલું છે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ, કર્યા છે જોરદાર સીન્સ, જુઓ તસ્વીરો

Posted by

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પાછલા ૧૪ વર્ષો થી દર્શકોનું મનોરંજન કરી રહેલ છે. આ શો નાં બધા કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. ફેન્સ પણ તેમની પર્સનલ લાઇફ વિષય વધુમાં વધુ જાણવા માંગે છે. તેવામાં શોના બધા લીડ એક્ટર્સ “જેઠાલાલ” દિલીપ જોશી, “દયાબેન” એટલે કે દિશા વાકાણી નાં કિરદારને ખાસ પસંદ કરવામાં આવે છે.

અભિનેત્રી દિશા વાકાણી એ સબ ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પોતાના અભિનય બધા લોકોનો દિલ જીતી લીધું છે. આ શો માં અભિનેત્રીએ દયાબેન નું કીરદાર નિભાવેલ હતું. જો કે શો શરૂ થયાના ૯ વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણી એ મેટરનીટિને લીધે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તે અંતર જાળવી લીધું હતું.

હવે ફેન્સ તેમના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હાલમાં જ તેમના પરત ફરવા ને લઈને ઘણા પ્રકારના અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ને શો માં પરત ફરવા માટે ૩૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. નહીં તો મેકર્સ તેમને રિપ્લેસ કરી દેશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં દિશાના ભાઈ સુંદરલાલ ની ભુમિકા નિભાવનાર મયુર વાકાણી દિશાના હકીકતમાં સગા ભાઈ છે. શું તમે જાણો છો કે તમારા બધાની ફેવરિટ દિશા વાકાણી એ તારક મહેતા પહેલા ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરેલું છે. પરંતુ તેમને સાચી ઓળખ સબ ટીવીના શો તારક મહેતા થી મળેલી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશા વાકાણીએ પોતાને સાબિત કરવા માટે ખુબ જ સંઘર્ષ કરેલો છે. તેમણે બોલિવુડની ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. આ ફિલ્મના પોસ્ટર જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે બાપુજીની સંસ્કારી વહુ એ બોલ્ડનેસની કેટલી હદ પાર કરી હતી. દિશા વાકાણીએ ૧૯૯૭માં આવેલી ફિલ્મમાં “કમસીન : ધ અનટચ્ડ” માં બોલ્ડ સીન પણ આપ્યા હતા.

દિશાએ “કમસીન : ધ અનટચ્ડ” માં લીડરોલ નિભાવેલ હતો. આ એક હિન્દી બી-ગ્રેડ ડ્રામા ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમિત સુર્યવંશી એ કરેલું હતું. વળી ફિલ્મમાં દિશાએ એક કોલેજ ગર્લ હતું, પરંતુ તેમને આ રોલ થી કોઈ ઓળખ મળી નહીં. આ ફિલ્મમાં દયાબેન નો બોલ્ડ લુક સામે આવ્યો હતો.

વર્ષ ૨૦૦૫માં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ “મંગલ પાંડે” માં દિશાએ એક વૈશ્યાની નાની ભુમિકા નિભાવી હતી. ત્યારબાદ દિશાએ “જોધા અકબર” માં એશ્વર્યા રાયની સહેલીની ભુમિકા પણ નિભાવી હતી. ફિલ્મમાં તેનો એક જ ડાયલોગ હતો, જેના કારણે કોઈએ તેને નોટિસ કરેલ નહીં. વર્ષ ૨૦૦૮માં દિશાએ એક તરફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં કામ કરવાનું શરૂ કર્યું તો બીજી તરફ એક ફિલ્મમાં નાની નોકરાણીની ભુમિકા પણ મળી ગઈ હતી.

આ ફિલ્મ ૧૯૯૭માં સાઈબાબા ફિલ્મના બેનર હેઠળ રિલીઝ થયેલી હતી. ફિલ્મમાં દિશા એ મુખ્ય ભુમિકા નિભાવી હતી. ફિલ્મની કહાની એક કોલેજ ગર્લ દિશા ની આસપાસ ફરે છે. કોલેજની રજાઓમાં દિશા પોતાના મિત્રો સાથે ફરવા જાય છે. આ દરમિયાન તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના મિત્ર એક-એક કરીને મૃત્યુ પામે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં કામ કરતા પહેલા ઓછામાં ઓછો એક દશક સુધી સંઘર્ષ કર્યો હતો. આ દરમિયાન તેને ગુજરાતી થિયેટર “કમલ પટેલ બનામ ધમાલ પટેલ” અને “લાલી લીલા માં એક મંચ” માં પણ અભિનય કર્યો હતો. તે બોલીવુડ ફિલ્મ “દેવદાસ” અને “જોધા અકબર” માં પણ સપોર્ટિંગ રોલમાં નજર આવી ચુકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *