“દયા ભાભી” ઉર્ફે દિશા વાકાણીનાં દીકરા અને દીકરીની ઝલક પહેલી વખત જોવા મળી, શિવ મંદિરમાં પરિવાર સાથે કરી પુજા

Posted by

તારક મહેતા શો છોડી દીધા બાદથી દિશા વાકાણી લાઈમલાઈટ થી દુર રહેલા છે, પરંતુ એક્ટ્રેસની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેશે. હવે હાલમાં જ દિશા વાકાણી નો તેમના દીકરા અને દીકરી સાથે નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પાછલા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહેલ છે. શો ના દરેક કિરદારને દર્શકો તરફથી ખુબ જ પ્રેમ મળેલ છે અને તેને અલવિદા કહી ચુકેલા સિતારાઓને પણ હજુ પણ શો નાં નામથી ઓળખવામાં આવે છે. શો માં દયાબેનનો કિરદાર નિભાવીને લોકોના દિલ જીતવા વાળી દિશા વાકાણી પણ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શોમાં તેમના પરત આવવાની ચર્ચાઓ થતી હોય છે તો ક્યારેક નવા દયાબેન આવવાની જાણકારી પણ સામે આવે છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં દયાબેન પાછલા પાંચ વર્ષોથી શો થી દુર રહેલા છે. ફેન્સ તેમને ખુબ જ મિસ કરે છે અને એ જ કારણ છે કે સોશિયલ મીડિયા ઉપર પણ લોકો તેમને ખુબ જ શોધતા હોય છે, પરંતુ પોતાની પર્સનલ લાઈફને તેઓ ખુબ જ અંગત રાખવા માંગે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર દિશા વાકાણી પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા. તેમનો એક વિડીયો ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાના પતિ, દીકરા અને દીકરીની સાથે મહાશિવરાત્રીની પુજા કરતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો ઇન્ટરનેટ ઉપર ખુબ જ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાકાણી પોતાના પરિવારને સાથે કોઈ મંદિરમાં શિવલિંગ પાસે બેસેલા છે અને તેમના ખોળામાં તેમનો દીકરો નજર આવી રહ્યો છે. વળી તેમના પતિના ખોળામાં તેમની દીકરી છે. આસપાસ પરિવારના અન્ય સભ્યો પણ નજર આવી રહ્યા છે. આ પહેલો અવસર છે, જ્યારે દિશા વાકાણી પોતાના દીકરાના જન્મ બાદ પહેલી વખત જોવા મળ્યા છે. વળી શો છોડી દીધા બાદથી દિશા વાકાણી ની તસ્વીરો ખુબ જ ઓછી સાર્વજનિક થયેલી છે.

વળી આ વીડિયોમાં તેમનો લુક ખુબ જ બદલાયેલો નજર આવી રહ્યો છે. વળી જ્યારે આ વિડીયો ફેન્સને જોવા મળ્યો તો તેમણે કોમેન્ટ સેકશનમાં શો માં પરત ફરવા માટેની રિક્વેસ્ટ કરી હતી. બધા જ લોકો દિશા વાકાણી ને શો ને ફરીથી જોઈન કરવા માટેની વિનંતી કરતા જોવા મળી આવ્યા હતા.

દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૭માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી ત્યારે બ્રેક લીધો હતો, જ્યારે તેઓ માં બનવાના હતા. ત્યારબાદ તેમણે દીકરીને જન્મ આપ્યો. વીતેલા વર્ષે શો માં પરત આવવાની ખુબ જ ચર્ચાઓ ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દિશા ફરીથી દયાબેનનાં કિરદાર માં નજર આવશે, પરંતુ ત્યારબાદ ફરીથી સમાચાર સામે આવ્યા કે તે પ્રેગ્નેન્ટ છે અને થોડા સમય બાદ તેમણે દીકરાને જન્મ આપ્યો. હાલમાં તેઓ પોતાનો બધો જ સમય પરિવાર સાથે વિતાવી રહેલ છે.

આ વીડિયોને જોયા બાદ ફેન્સ તેમના દીકરાની પ્રશંસા કરી રહ્યા છે, તો વળી બીજી તરફ ફેન્સ ઈમોશનલ પણ બની ગયા છે અને શો માં ફરીથી દયાબેન ને જોવાની અપેક્ષા રાખી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “પ્લીઝ તમે પરત આવી જાઓ.” તો બીજા યુઝરે કહ્યું હતું કે, “મેમ, તારક મહેતામાં પરત આવો. તમારા વગર શો અધુરો લાગે છે.” જણાવી દઈએ કે ૨૦૧૭માં દિશા વાકાણીએ શો માંથી બ્રેક લીધો હતો, પરંતુ ત્યારબાદથી તેઓ શો માં પરત ફરેલા નથી. હાલમાં જ અશિત મોદીએ કન્ફર્મ કર્યું હતું કે, “શો માં દિશા વાકાણી પરત નહીં ફરે, પરંતુ દયાબેન જરૂર આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *