દયાબેન બાદ હવે “તારક મહેતા” ની આ મોટી કલાકાર છોડી શકે છે શો, નામ જાણીને ચોંકી જશો

Posted by

નાના પડદા પર સૌથી વધારે પસંદ કરવામાં આવતો કોમેડી શો માંથી એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં નજર આવનાર બધા જ કિરદાર સામાન્ય રીતે તો દરેક પોતાનું મહત્વ ધરાવે છે. વળી બબીતાજી નું કિરદાર નિભાવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા અવારનવાર ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય પણ બનતી રહે છે. હવે એકવાર ફરીથી મુનમુન દત્તાને લઈને આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે.

ઘણા સમયથી શો થી દુર છે મુનમુન દત્તા

હકીકતમાં મુનમુન દત્તા પાછલા અમુક સમયથી શોમાં જોવા મળી રહેલ નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે શુટિંગ સેટ પર જ આવતા નથી રિપોર્ટ અનુસાર એક મહિના પહેલાથી જ શો ની ટીમ દમણમાં શુટિંગ કરીને પરત ફરેલી છે. ત્યાર બાદથી જ શુટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર હાલમાં મુનમુન દત્તાનાં કિરદારને લઈને પણ કોઈપણ સ્ક્રીપ્ટ લખવામાં આવતી નથી.

આ કારણથી શો છોડી રહેલ છે મુનમુન

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો પાછલા દિવસોમાં મુનમુન દત્તા પોતાના એક નિવેદનમાં કારણે વિવાદમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદથી તે શો થી દુર રહેલી છે. તેવામાં હવે કહેવામાં આવી રહ્યું છે કે મુનમુન દત્તા ખુબ જ જલ્દી શો ને અલવિદા કહી ચુકી છે.

જોકે આ ખબર પર તેમને કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે તેમના ફેન્સ આ ખબર ખુબ જ નિરાશ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે શો માં જેઠાલાલ તેમની સાથે અવારનવાર ફ્લર્ટ કરતા જોવામાં આવે છે, જે દર્શકોને પણ ખુબ જ મનોરંજક લાગે છે.

મુનમુન દત્તા ની ધરપકડ કરવાની માગણી ઊઠી હતી

મહત્વપુર્ણ છે કે થોડા સમય પહેલાં જ મુનમુન દત્તાએ પોતાના યુટ્યુબ એકાઉન્ટ પર એક જાતિસુચક શબ્દ નો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ હતી. તેમના આ શબ્દને લીધે લોકો એટલા નારાજ થઈ ગયા હતા કે તેમની ધરપકડ કરવાની પણ માંગણી ઊઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *