દેશભરમાં ઘણા ઓટોમોબાઇલ ડીલર હાલના સમયમાં ન વેચાયેલા BS4 વાહનોનો સ્ટોક ખાલી કરવામાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમાંથી અમુક ડીલરોએ તો પોતાની પાસે બચેલા BS4 વાહનોને વેચવા માટે અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. ઘણા ડીલરોએ પોતાની ગાડીઓને પ્રી-ઓન્ડ સેગમેન્ટમાં વેચવા માટે તેને અન્ય નામ પર રજિસ્ટર કરાવી લેવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
લાઈવમિંટનાં એક રિપોર્ટ અનુસાર દેશમાં ઘણા ડીલરોએ પોતાના ન વેચાયેલા BS4 વાહનોને રજિસ્ટર કરાવી લીધા છે અને હવે તેવો સેકન્ડ હેન્ડ સેગમેન્ટમાં વેચાણ કરવા પર નજર જમાવીને બેઠા છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ડીલરશિપના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને ટુ-વ્હીલર વાહનોના મામલામાં આવું કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ શ્રેણીમાં BS4 વાહનોનો સ્ટોક કાર અને કોમર્શિયલ વાહનોની તુલનામાં ખૂબ જ વધારે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા બધા જ BS4 વાહનોના વેચાણ માટે ૧ એપ્રિલની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં થોડી રાહત મળી, જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશ વ્યાપી લોકડાઉન ખતમ થયા બાદ પોતાના સ્ટોકમાં રહેલ BS4 વાહનોનું ૧૦% વેચાણ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ લાઈવમિંટનાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા ડીલર અનિશ્ચિતતા નાં ભરોસે બેસી રહેવા માટે તૈયાર નથી.
ડીલર પણ સારી રીતે જાણે છે કે સેકન્ડ હેન્ડના રૂપમાં રજીસ્ટર નવા BS4 વાહનો માટે ગ્રાહકો તેમને ખૂબ જ ઓછી કિંમત આપી શકે છે. તેમાં ફરીથી એક વખત રોડ ટેક્સ આપવો પડશે અને અમુક રાજ્યોમાં ટ્રાન્સફર ફી પણ સામેલ થશે. આ બધો ખર્ચો ડીલરોનો બોજ વધારશે. પરંતુ તેમ છતાં પણ ઘણા ડીલર પોતાના સ્ટોકમાં બચેલા વાહનોને વેચવા માટે આ ઉપાય અપનાવશે, જેથી કરીને આ વાહનો વેચાયા વગર તેમની પાસે પડ્યા ન રહે.
BS6 ઈંધણ અને BS6 ઉત્સર્જન સ્ટાન્ડર્ડ વાળા એન્જિનને લાગુ કરવાનું એક મુખ્ય કારણ વાહનોથી થતા પ્રદૂષણનાં સ્તરને નીચુ લાવવાનો છે. BS6 ઈંધણ ઉત્સર્જન વાળા એન્જિનને તૈયાર કરવા માટે તકનીકી વિકાસ એક ખર્ચાળ પ્રસ્તાવ રહ્યો છે અને BS4 વાહનોનાં નહીં વેચાયેલા સ્ટોકનું શું થશે, તે સવાલ ઘણા ડીલરશીપ માટે ચિંતાનો વિષય બનેલ છે. જોકે ઘણા એવા વાહનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉનનાં કારણે શોરૂમ બંધ થઈ ગયા હતા અને વાહનોની માગમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો.
I need ecco four Weller.
Tata motors
Harrier bs 4 model available or not
Mahindra 500 SUV