આઇપીએલ ૨૦૨૧ ની ૫૩મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ ની પંજાબ સામે ૬ વિકેટથી હાર થઇ હતી. પરંતુ આ મેચ દિપક ચાહર માટે યાદગાર બની ગઈ હતી. દિપક ચાહર આ મેચમાં વધારે સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને તેમણે ૪ ઓવરમાં ૪૮ રન આપીને ફક્ત ૧ વિકેટ લીધી હતી. આ ખરાબ પ્રદર્શન છતાં પણ ચાહર માટે આ મેચ યાદગાર બની ગઈ હતી. કારણ કે તેમણે મેચ ખતમ થયા બાદ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને તેને તેનો જવાબ હાં માં મળ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર રહેલા તમામ લોકોએ તાળીઓ વગાડી અને દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવીને તેની સાથે સગાઈ નું એલાન પણ કરી દીધું હતું.
View this post on Instagram
ચાહર દ્વારા વીંટી પહેરાવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડે પણ દીપક ચાહર ને વીંટી પહેરાવી અને ત્યાર બાદ બંનેએ ગળે મળીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને ઘુંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું અને આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટરો એ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ તસ્વીર અને પ્રપોઝ કરતો વિડીયો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે અને બધાની પાસે આશીર્વાદ માંગ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિપક ચુપચાપ સ્ટેડિયમમાં પહોંચે છે, જ્યાં તેમની ગર્લફ્રેન્ડ ઉભી હોય છે. તેમણે ધોનીની દીકરી જીવા ને થોડું આગળ જવા માટે કહ્યું હતું અને ત્યારબાદ પ્રપોઝ કર્યું હતું. ત્યાં સાક્ષી પણ ઊભી હતી અને તેમણે પણ જોર જોરથી તાળીઓ વગાડીને દીપકને અભિનંદન આપ્યા હતા.
View this post on Instagram
દીપક ચાહર ની વાત કરવામાં આવે તો તેમણે આ સીઝનમાં પોતાની ટીમ ચેન્નઇ સુપરકિંગ માટે અત્યાર સુધીમાં ૧૩ મેચ રમી છે, જેમાં તેમણે ૧૩ વિકેટ લીધી છે. વળી આ સિઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ૧૩ રન આપીને ૪ વિકેટ રહ્યું છે. ચેન્નઇ સુપરકિંગ પ્લે ઓફમાં પહોંચી ચુકી છે અને મેચમાં મેચમાં જીત પ્રાપ્ત કરીને ૧૮ અંક ની સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.