૨૬ જુલાઈનો દિવસ ભારત દેશ માટે ખૂબ જ ખાસ હોય છે. કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. જણાવી દઈએ કે ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે ૬૦ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું અને ૨૬ જુલાઇના રોજ ભારતના વિજયની સાથે આ યુદ્ધનો અંત થયો હતો. તેવામા ૨૬ જુલાઇના રોજ સમગ્ર દેશમાં કારગિલ દિવસ મનાવવામાં આવે છે અને શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવે છે.
ભારતના આ જાંબાજોનાં આ સાહસ અને દિલની ભાવનાઓને બોલીવુડ અવારનવાર મોટા પડદા પર ઉતારતું આવ્યું છે. વળી શહીદો અને સૈનિકો પર બનેલી આ ફિલ્મો હંમેશા દર્શકોને પસંદ આવે છે. તો આજે અમે તમને આ આર્ટીકલમાં ક્યા વીર સૈનિક ની બાયોપિક બની રહી છે અને ક્યારે રિલીઝ થવાની છે તેના વિશે જાણકારી આપીશું.
સૈમ માનેકશો
View this post on Instagram
A huge honour and an even bigger responsibility. #FieldMarshalSamManekshaw
ફિલ્મ માર્શલ સૈમ માનેકશો પોતાની બહાદુરી અને જિંદાદિલી માટે જાણીતા હતા. હવે તેમના પર ફિલ્મ બની રહી છે, જેમાં તેમનું પાત્ર વિકી કૌશલ નિભાવી રહ્યા છે. ફિલ્મના બે પોસ્ટર રજૂ કરવામાં આવી ચુકેલ છે. વિકી માનેકશોનાં ગેટઅપમાં ખૂબ જ સારા લાગી રહ્યા છે. જણાવી દઈએ કે સૈમ તે ઓફિસર હતા જેના નેતૃત્વમાં ૧૯૭૧માં ભારત પાકિસ્તાન વિરુદ્ધ જીત્યું હતું. તે સિવાય તેઓનાં બહાદુરીના કિસ્સાઓ ખૂબ જ મશહૂર હતા.
વિક્રમ બત્રા
કારગિલ વોર ના હીરો કેપ્ટન વિક્રમ બત્રા ઉપર પણ બોલીવુડ એક ફિલ્મ બનાવી રહેલ છે. આ ફિલ્મમાં વિક્રમ બત્રાનું પાત્ર નિભાવવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રાને પસંદ કરવામાં આવેલ છે. વિક્રમ બત્રા યે દિલ માંગે મોર ટાઈટલ માટે પણ જાણીતા છે. આ ફિલ્મોનું નામ “શેરશાહ” રાખવામાં આવેલ છે અને ફિલ્મનું નિર્દેશન વિષ્ણુ વર્ધન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હજુ સુધી તેની તારીખ સામે આવી નથી.
ગુંજન સક્સેના
જાનવી કપૂરની બીજી ફિલ્મ ૧૨ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. ફિલ્મ “ગુંજન સક્સેના : કારગિલ ગર્લ” ની કહાની મશહુર ફ્લાઈટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેના નાં જીવન પર આધારિત છે. તે પહેલી મહિલા હતી, જેમણે વાયુસેનાનાં યુદ્ધમાં ડર્યા વગર દુશ્મનોનો સામનો કર્યો હતો અને પોતાનું નામ લિમ્કા બુકમાં દાખલ કરાવ્યું હતું. એ પહેલી મહિલા હતી જે યુદ્ધના સમયે રણક્ષેત્રમાં ઉતરી હતી. કહેવામાં આવે છે કે કારગીલ દિવસના અવસર પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
અરુણ ક્ષેત્રપાલ
પરમવીર ચક્ર વિજેતા અને ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ક્ષેત્રપાલ ઉપર પણ બાયોપિક બનવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અરુણ ક્ષેત્રપાલનું પાત્ર નિભાવવા માટે વરુણ ધવનને પસંદ કરવામાં આવેલ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન કરશે અને ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે. જોકે આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવેલ નથી.
વિજય કાર્ણિક
ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય રોલમાં છે. જણાવી દઈએ કે ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ઓફિસર વિજય કાર્ણિક જ હતા. વિજય કાર્ણિક ૧૯૭૧નાં યુદ્ધમાં ભુજનાં એરબેઝ ના ઈન્ચાર્જ હતા અને પાકિસ્તાનનાં બૉમ્બમારા છતાં તેમણે એયરબેસ ને ઓપરેશનલ રાખ્યું હતું.