મોટા સમાચાર : દેશભરમાં સ્કૂલ ખોલવાનો માસ્ટર પ્લાન તૈયાર ! પરંતુ નાના બાળકોને ….

કોરોના વાયરસ મહામારીને કારણે દુનિયાની સાથોસાથ ભારતની શિક્ષણ પ્રણાલી ઉપર પણ ખૂબ જ ઉંડી અસર પડી છે. હવે જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી તેની વેક્સિન ઉપલબ્ધ નથી થતી, લોકોએ કોરોના સાથે જીવવાનું શીખવું પડશે, પરંતુ સંપૂર્ણ સાવધાની રાખીને. સાથોસાથ સામાન્ય જીવનને પણ ગતિ આપવા માટે પણ ભરપૂર કોશિશ કરવામાં આવી રહી છે. તેવામાં અંદાજે બે મહિનાથી બંધ પડેલી સ્કૂલોને પણ તબક્કાવાર ખોલવા માટે નો માસ્ટર પ્લાન કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર ઝોન વાઇઝ સ્કૂલોને ફરીથી શરૂ કરવા માટે વિચાર કરી રહી છે. સરકાર વિચાર કરી રહી છે કે પહેલા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સ્કૂલોને ખોલવામાં આવે. તેમાં પણ પહેલા મોટા વિદ્યાર્થીઓને સ્કૂલ બોલાવવામાં આવે, આઠમાં ધોરણ સુધીના બાળકોને હજુ ઘરેથી જ અભ્યાસ કરવાનો રહેશે. કારણકે તેઓ પોતાના માટે સલામતીનાં ધોરણોની સંપૂર્ણ કાળજી લઈ શકતા નથી.

બે મહિનાથી બંધ છે સ્કૂલ

સ્કૂલો ખોલવા માટેની સત્તાવાર ગાઇડલાઇન આ સપ્તાહના અંત સુધીમાં રજૂ કરી દેવામાં આવશે. જ્યારે બધા જ મંત્રાલયને સહમતી થઇ જશે, તો અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. બધી સ્કૂલો ૧૬ માર્ચથી બંધ છે, ત્યારથી અત્યાર સુધીમાં બે મહિના થઈ ચુક્યા છે. એટલા માટે બધાના મગજમાં એ વાત ચાલી રહી છે કે આખરે સ્કુલોને ક્યારે ખોલવામાં આવશે.

૩૦ ટકા હાજરી સાથે ખુલશે સ્કૂલ

ઇન્ડિયા ટુડે ની રિપોર્ટ અનુસાર સ્કૂલોને જુલાઈ મહિનામાં ખોલવામાં આવશે અને સામાજિક અંતરનું ધ્યાન રાખીને ૩૦ ટકા હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે. છાત્રો તથા અન્ય લોકોને ગાઇડલાઇન ફોલો કરવા માટે શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવશે. આ સમાચાર લગભગ ૧૦ દિવસ બાદ આવ્યા છે, જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નીશંકે આ વિશે સંકેત આપ્યા હતા કે સ્કૂલ-કોલેજ ને ખોલતા પહેલા સુરક્ષાના બધા જ ઉપાયો અપનાવવામાં આવશે.

યુજીસી અને એનસીઆરટી મળીને બનાવી રહી છે ગાઇડલાઇન

માનવ સંસાધન વિકાસ મંત્રી કહ્યું હતું કે યુજીસી અને એનસીઈઆરટી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને ગાઇડલાઇન બનાવી રહી છે. સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી માટે ગાઈડલાઈન બનાવવામાં આવશે. ત્રણેય માટેની ગાઈડલાઈન અલગ અલગ હશે. આ સેફ્ટી ગાઇડલાઇન અંતર્ગત શિક્ષકે માસ્ક અને ગ્લવ્ઝ પહેરવાના રહેશે, સ્કૂલોમાં થર્મલ સ્કેનર લગાવવામાં આવશે તથા થ્રી સીટર પર ફક્ત ૨ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. સીસીટીવી પરથી જાણી શકાશે કે સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં.