કોરોના વાયરસની લડાઈ વિરુદ્ધમાં હવે પછીના ૧૦ દિવસ ભારત માટે સૌથી વધારે અગત્યના સાબિત થઈ શકે છે. આઇસીએમઆરનાં વૈજ્ઞાનિકો અનુસાર ૩૦ એપ્રિલ સુધી વાયરસનો પ્રસાર ખૂબ જ ઝડપી જોવા મળશે. જેના કારણે દરરોજ સંક્રમણની સંખ્યા પણ વધશે. એટલે કે ભારતમાં કોરોના સંક્રમણ પોતાના ચરમ પર હશે. પરંતુ ત્યારબાદ ગ્રાફ નીચે આવવા લાગશે. એ જ કારણ છે કે જે જિલ્લામાં નાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની કમાન કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લઇ રહી છે અને તેના માટે છ અંતરમંત્રાલયી વિશેષ ટીમનું ગઠન કરવામાં આવેલ છે.
મે મહિનાના પહેલા સપ્તાહમાં કેસમાં ઘટાડો થશે
આઇસીએમઆર ના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના ટ્રેન્ડ આધારે આંકલાવ થી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો પોતાના પીક ની નજીક છે અને ૩૦ એપ્રિલ સુધી તે પીક સુધી પહોંચી જશે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આઇસીએમઆર ના આંકડાનું સમર્થન કરતા કહ્યું હતું કે આગળના બે ત્રણ દિવસમાં સ્થિતિ વધારે સ્પષ્ટ થઇ જશે. હકીકતમાં પીક પર પહોંચવાનો અર્થ છે કે ભારત તેનું આકલન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે કે હવે કઈ દિશામાં પગલાં ઉઠાવવા જોઈએ. વળી આ વચ્ચે કોરોના મુક્ત થવા વાળા લોકોની પણ સંખ્યા વધવા લાગશે.
ખરાબ પરિસ્થિતિવાળા ચારે રાજ્ય કેન્દ્રીય ટીમોને હવાલે
કોરોના વિરૂદ્ધ ચાલી રહેલ જંગમાં મળી રહેલ સફળતાની વચ્ચે અમુક રાજ્યોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ગંભીર સ્થિતિ વાળા રાજ્યો અને જિલ્લામાં દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે તેની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. ગૃહમંત્રાલય અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે, પશ્ચિમ બંગાળના કોલકત્તા, હાવડા, મેદિનીપુર પૂર્વ, ૨૪ પરગના ઉત્તર, દાર્જિલિંગ, કલીપોંગ, મધ્યપ્રદેશના ઇન્દોર અને રાજસ્થાનના જયપુરમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.
ખરાબ પરિસ્થિતિ વાળા વિસ્તારોમાં નિયમોનું પાલન કરાયું નથી
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે લોકડાઉન હોવા છતાં પણ અમુક વિસ્તારોમાં હાલત ખરાબ થવા પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડીસ્ટેંસિંગ અને લોકોની અવરજવર રોકવા માટે દિશાનિર્દેશોનું પાલન નહીં કરવામાં આવ્યું તે માનવામાં આવે છે. લોકડાઉન સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘનની મળી રહેલ ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે ૬ અંતરમંત્રાલયી ટીમ આ વિસ્તારોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી ૧-૧ ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં, ૨-૨ ટીમો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવશે.