દેશમાં “અમ્ફાન” ચક્રવાતે મચાવી ભારે તબાહી, ફોટો અને વિડિયોમાં જુઓ ભયાનક વિનાશનાં દ્રશ્યો

કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સાથે લડી રહેલ દેશમાં ચક્રવાતી તોફાન અમ્ફાને એક નવી મુસીબત ઉભી કરી દીધી છે અને પશ્ચિમ બંગાળ સહિત ઓડિશામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉઠેલ અમ્ફાન નામનાં ચક્રવાતી તોફાને ભીષણ તબાહી મચાવી હતી. ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઘણા તટીય વિસ્તારોમાં તબાહીના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા કોલકત્તા થી લઈને બર્દવાન અને નોર્થ-સાઉથ પરગના સુધી પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. આ વિસ્તારોમાં જગ્યા જગ્યાએ ઝડપી પવનને કારણે વૃક્ષો પડી ગયા છે, તો ઘણા સ્થાનો પર ઝડપી પવન ને કારણે છતો ઉડી ગઈ છે.

મહત્વપૂર્ણ છે કે સુપર સાઈક્લોન અમ્ફાન ને કારણે બે રાજ્ય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અનુમાન છે કે ઓડિશામાં ૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે, તો વળી પશ્ચિમ બંગાળમાં મૃત્યુનો આંક ૧૦ થી ૧૨ જણાવવામાં આવી રહી છે. અમ્ફાન નાં પસાર થયા થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિનાશનાં દ્રશ્યોનાં ઘણા ફોટો અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જેમાં અમ્ફાનની અસરને સ્પષ્ટ જોઈ શકાય છે.

હાવડા બ્રિજ પર ચક્રવાતનું દ્રશ્ય


પશ્ચિમ બંગાળ અને કોલકત્તાની શાન કહેવામાં આવતા ઐતિહાસિક હાવડા બ્રિજ પર ગુરુવારે અમ્ફાન ચક્રવાત બાદ ભયાનક વિનાશ નાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અમ્ફાન પોતાની સાથે તબાહી લઈને આવ્યો હતો અને તેણે પોતાની ઝપેટમાં બધું લઈ લીધું હતું. હાવડા બ્રિજનો એક ડરામણો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે બ્રિજ પર લાગેલા બેરિકેડિંગ ઉડવા લાગ્યા.

હાવડામાં સ્કૂલની છત ઉડી ગઈ


કલકત્તાના હાવડા માંથી વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમ્ફાન ચક્રવાતને કારણે એક સ્કૂલની છત ઉડી ગઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝડપી પવનને કારણે છત ઉડી ગઈ હતી.

ઓડિશામાં થયો ભારે વિનાશ


ઓડિશાના ઘણા વિસ્તારોમાં અમ્ફાનને કારણે ભારે વિનાશ થયો છે. ઓડિશાનાં જગજીતસિંહપુર માં પણ સુપર સાઈક્લોને તબાહી મચાવી હતી. આ વિસ્તારના લગભગ બધા જ વૃક્ષો પડી ગયા હતા. અમ્ફાનને કારણે થયેલ મુશળધાર વરસાદમાં વીજળીના થાંભલા પડી ગયા હતા.

વાયરલ થઇ રહ્યા છે વીડિયો


મહત્વપૂર્ણ છે કે AIS અવનીશ શરણે અમ્ફાનને કારણે થયેલો વિનાશનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સોસાયટીમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે અને તેના કારણે સોસાયટી નાં વૃક્ષો માચીસની સળીની જેમ વિખેરાઈ રહ્યા છે.

અમ્ફાનને કારણે આવેલ ચક્રવાતમાં બંગાળ અને ઓરિસ્સામાં ૫૦૦૦થી વધારે ઘર તબાહ થઈ ગયા છે. વળી ઘણી સાર્વજનિક સંપત્તિઓને પણ ભારે નુકસાન થયું છે. સડક પર રહેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને ઘણા વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ ગઈ છે. અમ્ફાન ચક્રવાત પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે બંગાળમાં કોરોના થી વધુ તબાહી અમ્ફાન ચક્રવાતે મચાવી છે.