દેશમાં હમણાં કોરોના વાયરસનો અંત આવશે નહીં, એમ્સના ડાયરેક્ટરે કહ્યું – મોટા ભાગનાં કેસો જૂન-જુલાઈમાં આવશે

આપણા દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં મામલા સતત વધતા જઈ રહ્યા છે. ભારતમાં કોરોના થી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૫૬,૩૪૨ થઈ ગઈ છે. સાથો સાથ કોરોના વાયરસ થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૧,૮૮૬ થઈ ગઈ છે. દેશ-દુનિયામાં આ સંક્રમણની વેક્સિન બનાવવા માટે પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

તેની વચ્ચે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (AIIMs) નાં ડાયરેક્ટર ડોક્ટર રણજીત ગુલેરિયા એ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની આશંકા દર્શાવી છે. તેમના અનુસાર કોરોના વાયરસ હજુ ખતમ થવાનો નથી. જૂન અને જુલાઈમાં તે દેશમાં ચરમ પર હશે. આ બે મહિનામાં તેના સર્વાધિક મામલા સામે આવશે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ડોક્ટર રણજીત ગુલેરિયા એ કહ્યું, “જેવી રીતે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેના પરથી કહી શકાય કે જૂન અને જુલાઈમાં તે ચરમ પર હશે. આ બે મહિનામાં તેના સૌથી સર્વાધિક મામલા સામે આવી શકે છે.”

ડોક્ટર રણજીત ગુલેરિયાએ એવું પણ કહ્યું કે, જો કે તેને અટકાવવા માટે અમુક ઉપાય છે પરંતુ તે સમયની સાથે જ જાણી શકાશે કે તે કેટલાક કારગર સાબિત થાય છે અને લોકડાઉન વધારવાનો શું પ્રભાવ પડી રહ્યો છે. તેમના અનુસાર જૂન અને જુલાઈમાં કોરોના વાયરસના સૌથી વધારે મામલા આવ્યા બાદ તેની સંખ્યા ઓછી થવાની શરૂઆત થઇ શકે છે. ડોક્ટર ગુલેરિયાએ એવું પણ કહ્યું કે દેશમાં લોકડાઉનને કારણે કારણે સંક્રમણના મામલા વધી શક્યા નથી.