કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણને કંટ્રોલ કરવા માટે તે રાજ્યો પર હવે વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે જ્યાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે તેના માટે ૨૦ કેન્દ્રીય ટીમનું ગઠન કર્યું હતું. જે દેશના અલગ અલગ રાજ્યના વિવિધ શહેરોમાં જશે અને તે રાજ્યો સાથે તાલમેળ બનાવીને ત્યાં કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા માટેનું કામ કરશે. તમામ પ્રકારના આંકડાને એનાલિસીસ કર્યા બાદ કેન્દ્ર સરકારે ૧૦ રાજ્યોના એવા ૨૦ શહેરોને ચિન્હિત કરવામાં છે. જ્યાં યુદ્ધના સ્તર પર કોરોના કંટ્રોલ કરવા માટે કામ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
તેમાં સૌથી ઉપર મહારાષ્ટ્રના ૩ મોટા શહેર છે, જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ટીમ જશે જેમાં મુંબઈ પૂણે અને થાણે છે. તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્રમાં જ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્રના ત્રણ શહેરોમાંથી જ. એ જ કારણ છે કે હવે કેન્દ્ર સરકારે બે પગલા આગળ રહીને કેન્દ્રીય ટીમોને ત્યાં મોકલવી પડી રહી છે.
ત્યારબાદ ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ આવશે અને રાજ્ય સરકારના હેલ્થ વર્કરની સાથે કોઓર્ડીનેટ કરીને ત્યાં કેવી રીતે કોરોના સંક્રમણને કંટ્રોલ કરવામાં આવશે તેના પર કામ કરશે. મધ્યપ્રદેશમાં ઈન્દોર અને ભોપાલમાં સૌથી વધારે મામલા સામે આવી રહ્યા છે. ત્યાં પણ સંક્રમણનું ફેલાવવું કંટ્રોલમાં આવી રહ્યું નથી જેથી આ બંને શહેરોમાં પણ કેન્દ્ર સરકારની ટીમો જશે.
કોરોના સંક્રમણના મામલા જે અન્ય રાજ્યોમાં સામે આવી રહ્યા છે, તેમાં રાજસ્થાનમાં જયપુર અને જોધપુર જ્યારે તામિલનાડુમાં ચેન્નઈ છે. અહીંયા પણ રાજ્યની ટીમો કોરોના કંટ્રોલ કરવાના પ્લાન પર આગળ કામ કરશે. તેની સાથોસાથ જે અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવી રહી છે તેમાં તેલંગાણામાં હૈદરાબાદ, ઉત્તર પ્રદેશમાં આગ્રા, લખનઉ જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતા મુખ્ય છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશનું આગ્રા પહેલું શહેર હતું જ્યાં સૌથી પહેલાં કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા હતા અને અહીંયા થી ફેલાવવાનું પણ વધારે શરૂ થયું હતું. જો કે આગ્રામાં સંક્રમણના મામલા કંટ્રોલમાં પણ આવી ગયા હતા, પરંતુ ત્યાં ફરીથી સ્થિતિ બગડી ગઈ હતી.
દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં કરનૂલ ગુંટૂર અને કૃષ્ણા જિલ્લા સૌથી પડકારજનક વિસ્તાર છે. જેના કારણે કેન્દ્રએ અહીંયા પણ પોતાની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. દેશની રાજધાની દિલ્હીના બે જિલ્લા દક્ષિણી દિલ્હી અને મધ્ય દિલ્હી માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જે દિલ્હી સરકારની ટીમો સાથે તાલમેળ બેસાડીને આ જિલ્લામાં અથવા તો કહી શકાય કે આ વિસ્તારોમાં કેવી રીતે સંક્રમણને કાબૂ કરવામાં આવે, શું-શું પગલાં ઉઠાવવામાં આવે, આ બધાને લઈને દિલ્હી સરકારની ટીમો સાથે કામ કરશે.
પાછલા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના મામલામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. કોરોના સંક્રમણના મામલા વધારવાની સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. જેના લીધે કેન્દ્ર સરકાર વધારે ચિંતામાં પડી ગઈ છે. એ જ કારણ છે કે સ્વાસ્થ્ય મંત્રાલય હવે યુદ્ધના ધોરણે આ શહેરો પર અને જિલ્લામાં ફોકસ કરવા માંગે છે, જ્યાં સંક્રમણના મામલા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને તે એક પડકાર દેશની સમક્ષ આવીને ઊભો છે.