દેશનાં આ રાજ્યમાં નદી માંથી નિકળ્યું ૫૦૦ વર્ષ જુનું વિષ્ણુજીનું મંદિર, આસપાસનાં લોકો જોઈને આશ્ચર્યચકિત થયા

Posted by

આપણા દેશમાં એવા ઘણા પ્રાચીન મંદિર રહેલા છે જે ચમત્કારોથી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તે સિવાય સમય-સમય પર એવી ઘણી ઘટનાઓ સાંભળવા મળે છે, જેનાથી આસ્થા ઉપર લોકોનો અતૂટ વિશ્વાસ બની જાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ નદીમાંથી ભગવાન વિષ્ણુનું ૫૦૦ વર્ષ જુનું મંદિર નીકળ્યું છે, જેને જોઈને આસપાસના લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ખબરો અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર ૧૫મી અને ૧૬મી સદીનું છે. હકીકતમાં આ મામલો ઓડિશાના નયાગઢ સ્થિત પદ્માવતી નદીનો છે. જ્યાં રહેતા લોકો જ્યારે ભગવાન વિષ્ણુના પ્રાચીન મંદિર નિકળ્યું, તો તેને જોઈને ખૂબ જ અચંબિત થઈ ગયા હતા.

અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાંથી ભગવાન વિષ્ણુના મંદિર મળ્યું છે તે સ્થાન ને સતપતાના કહેવામાં આવે છે. આ જગ્યા પર એક સમયે ૭ ગામ હતા અને આ બધા જ ગામ મળીને ભગવાન વિષ્ણુજીના આ મંદિરમાં પૂજા કરતા હતા. પરંતુ મહાનદી દ્વારા પોતાનો રસ્તો બદલી દેવામાં આવ્યો, જેના કારણે અહિયાં ભયંકર પૂર આવી ગયું હતું અને અહીંયા રહેલા બધા જ ગામ પાણીમાં ડૂબી ગયા હતા. નદીના પાણીના તેજ વહેણને કારણે બધા ગામ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ પૂરની અંદર ગામ સહિત ભગવાન વિષ્ણુજીનું આ મંદિર પણ જળમગ્ન થઈ ગયું હતું.

પુરાતત્વવિદોની ટીમ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા તે વાતની જાણકારી આપવામાં આવી હતી કે તેમણે આ મંદિરને શોધી કાઢ્યું છે. પુરાતત્વવિદો ની ટીમનાં જણાવ્યા અનુસાર એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર ૧૫મી અથવા ૧૬મી સદીનું હશે. આ મંદિરની અંદર ગોપીનાથ એટલે કે ભગવાન વિષ્ણુજીની પ્રતિમા બિરાજમાન હતી, જે પ્રતિમાને ગામના લોકો પોતાની સાથે લઈને ચાલ્યા ગયા હતા. તે સિવાય એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ઓડિશાના નયાગઢ સ્થિત બૈદ્યેશ્વર નજીક મહાનદીની પાસે પદ્માવતી નદીની વચ્ચે મંદિરનું મસ્તક સ્પષ્ટ નજર આવી રહ્યું છે. આર્કિયોલોજીસ્ટ દીપકકુમાર નાયકનું કહેવું છે કે તેમની ટીમે જ્યારે તપાસ શરૂ કરી તો જાણકારી પ્રાપ્ત થઇ હતી કે જ્યાં હાલના સમયમાં પદ્માવતી નદી છે, ત્યાં ગામ અને મંદિર હતા. જ્યાં મંદિરનું મસ્ત દેખાઈ રહ્યું છે ત્યાં લગભગ ૬૦ ફુટની ઊંચાઈ ઉપર છે.

અહીંના લોકોનું કહેવું છે કે પદ્માવતી ગામની આસપાસ અંદાજે ૨૨ મંદિર હતા. જ્યારે અહીંયા પુર આવ્યું ત્યારે બધા જ મંદિર પાણીમાં સમાઈ ગયા હતા. લગભગ ૧૫૦ વર્ષો બાદ ભગવાન ગોપીનાથજીના આ મંદિરનું મસ્તક બહાર નજર આવ્યું. ત્યારબાદ પુરાતત્વવિદોને ટીમ દ્વારા આસપાસના સ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે અને વધારે જાણકારી પ્રાપ્ત કરવામાં જોડાયેલા છે. હવે આ મંદિર મળ્યા બાદ ચારોતરફ પાંચ કિલોમીટરના અંતરમાં મંદિર અને તેના વારસાની શોધખોળ કરવામાં આવી રહી છે. અહીંયા થી જે પણ ચીજો અને સંરચનાઓ મળી રહી છે, તે બધાનું રેકોર્ડિંગ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *