દેશમાં બનેલી કોરોના વાયરસની બે વેક્સિનનું મનુષ્ય પર ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેક દ્વારા વેકસીન ટ્રાયલ આ સપ્તાહમાં શરૂ થયું છે .હવે ઝાયડસ કેડિલા હેલ્થકેયર દ્વારા પણ પોતાની કોરોના વેક્સિન ZyCoV-D નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ છે. ટ્રાયલના પહેલા ફેઝમાં કંપની ૧ હજાર પાર્ટિસિપન્ટ્સને આ ડોઝ આપશે. વેક્સિનની મનુષ્ય પર કેવી અસર રહે છે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ છે કે નહીં, ટ્રાયલમાં તેની જાણકારી મેળવવામાં આવશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા હાલમાં ફક્ત આ બે વેક્સિનને હ્યુમન ટ્રાયલ માટેની પરવાનગી આપવામાં આવી છે.
અમદાવાદમાં ડેવલપ થઈ છે ZyCoV-D
ડીએનએ પર આધારિત ઝાયડસ કેડિલા ની આ વેક્સિન અમદાવાદના ટેકનોલોજી સેન્ટર (VTC) માં ડેવલપ કરવામાં આવી છે. કંપની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂકી છે. વ્યક્તિ પર ટ્રાયલ માટે વેક્સિનનાં બેચ તૈયાર કરવામાં આવી ચુકેલ છે.
વેક્સિને શરૂઆતી ટ્રાયલમાં આપ્યા સારા પરિણામ
ઝાયડસ કેડિલા બુધવારના પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે પ્લાસ્મિડ ડીએનએ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કંપનીએ કહ્યું હતું કે, “અમે ક્લિનિકલ ટ્રાયલમાં ઇમ્યુનિટી ટેસ્ટ માં સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે. ICMR દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેક્સિન ડેવલપમેન્ટ પ્રોસેસને “ફાસ્ટ ટ્રેક” કરવામાં લાગેલ છે.
લાંબા ટ્રાયલ બાદ મળ્યા મનુષ્ય પર ટેસ્ટના એપ્રુવલ
ભારતમાં જે બે વેક્સિન કેન્ડીડેટ્સને આગળના ટ્રાયલ માટે એપ્રુવલ કરવામાં આવેલ છે, તે આકરા ટેસ્ટિંગ માંથી પસાર થયેલ છે. આ વેક્સિન પહેલા ઉંદર અને પછી સસલા પર ટેસ્ટ કરવામાં આવી છે અને તેનો ડેટા DGCI ને સબમિટ કરવામાં આવ્યો. ડેટા એનાલિસિસ બાદ જ બંને વેક્સિનને ટ્રાયલ માટે લીલી ઝંડી આપવામાં આવી છે.
Covaxin નું પણ ચાલી રહ્યું છે હ્યુમન ટ્રાયલ
ICMR અને ભારત બાયોટેક દ્વારા જે વેક્સિન બનાવવામાં આવેલ છે, તેનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયું છે. “સેફ્ટી અને સ્ક્રિનિંગ” નામવાળા આ ટ્રાયલમાં અંદાજે ૧૫૦૦ વોલંટિયર્સ સામેલ થયા છે. દેશના 14 સેન્ટર પર વોલંટિયર્સને પહેલા ફેઝમાં વેક્સિનનો ઓછો ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ ૧૪ દિવસ બાદ આપવામાં આવશે.
વેક્સિન ટ્રાયલ પ્રોટોકોલમાં મોટી અપડેટ
ICMR દ્વારા વેક્સિન ટ્રાયલમાં એક નવો પ્રોટોકોલ જોડતા, વોલંટિયર્સ ના એન્ટિબોડીઝ ટેસ્ટને જરૂરી કરી દેવામાં આવેલ છે. તેનાથી જાણી શકાશે કે વોલંટિયર્સ માં કોરોના વાયરસ પ્રત્યે એન્ટીબોડી ડેવલપ થયેલ છે કે નહીં. જો શરીરમાં એન્ટીબોડી મળે છે તો તેનો મતલબ છે કે વ્યક્તિને જલ્દી ઇન્ફેક્શન થશે નહીં.