દેશની ફરજ માટે કલેક્ટર પોતાના બાળકોથી રહે છે અલગ, ૨ મહિનાથી બાળકોને સ્પર્શ પણ નહીં કર્યો, રોજ આવી રીતે મળે છે તેમને

આખી દુનિયા હાલનાં દિવસોમાં કોરોના વાયરસ સામે લડી રહી છે. કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ઉદાહરણ માટે અત્યારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧.૦૭ લાખથી ઉપર પહોંચી ચૂકી છે. આ ખતરનાક વાયરસે ભારતમાં અત્યાર સુધી ૩,૩૦૩ લોકોનાં જીવ લઇ ચુક્યો છે. જોકે ૪૨,૨૯૮ લોકો કોરોનાને હરાવીને  સ્વસ્થ પણ થયા છે.

કોરોના વાયરસ સાધારણ તાવ કરતા ત્રણ ગણી ઝડપથી ફેલાય છે. હમણાં સુધી તેની કોઈ વેક્સિન પણ નથી આવી. તેને રોકવાનો એકમાત્ર ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. એજ કારણ છે કે ભારત સહિત પૂરી દુનિયામાં અલગ અલગ દેશો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. કોરોના જેવી મહામારીને હરાવવા માટે કોરોના વોરિયર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, પછી તે હેલ્થ વિભાગના લોકો હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો. અહીં દરેક કોઈ પોતાનો જીવ દાવ પર લગાવીને પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે.

બારી માંથી જુએ છે બાળકોને

આજે અમે તમને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કલેકટર શ્રીકાંત બનોટ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. શ્રીકાંત એક એવા કોરોના વોરિયર્સ છે જે પાછલા બે મહિનાથી પોતાના બાળકોને સ્પર્શ પણ નથી શક્યા. એ જ્યારે પણ ઘરે જાય છે ત્યારે તેમના બાળકો બારી પાછળ ઊભા રહે છે, શ્રીકાંત બહારથી જ પોતાના છોકરાઓને જોઈને ખુશ થઈ જાય છે.

રહે છે સંક્રમણનો ડર

શ્રીકાંત નું કહેવું છે કે મારો વધારે પડતો સમય બહાર જ નીકળી જાય છે. ડ્યુટી ના સમયે કેટલાય પ્રકારના લોકોથી મળવાનું રહે છે. એવામાં કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે. છોકરાઓને મળવાથી છોકરાઓને પણ કોરોના ના થઈ જાય એ ડરથી શ્રીકાંતજી છોકરાઓથી દૂર રહે છે. તેઓ છોકરાઓથી થોડા સમય માટે જ મળે છે. એમાં પણ એમના ચહેરા ઉપર માસ્ક લાગેલો હોય છે. તેની સાથે તેઓ સામાજિક અંતરનું પણ પાલન કરે છે.

પત્ની પણ છે કોરોના વોરિયર્સ

શ્રીકાંત બનોત મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કલેકટર છે, તો તેમની પત્ની ક્રિષ્નાવેણી દેસાવતુ એ જ રાજ્યના દેવાસ જિલ્લાની એસપી છે. ક્રિષ્નાવેણી પણ કામના લીધે હંમેશા ઘરથી દૂર રહે છે. એવામાં એમનું પણ છોકરાઓથી મળવાનું ઓછું રહે છે. પતિ-પત્ની બંને સાધારણ જનતાની સુરક્ષા માટે બહાર રહે છે અને એમના ઘરમાં એમના પોતાના છોકરાઓને માતા-પિતાનો પ્રેમ સારી રીતે મળતો નથી. અહીં એ બંને પોતાની જિંદગી થી વધારે પ્રાથમિકતા દેશને અને પોતાના કામને આપી રહ્યા છે. એટલા માટે તો આપણે એમને કોરોના વોરિયર્સ કહીએ છીએ.

જણાવી દઈએ તો આ લોકડાઉન કેરળમાં અનેક એવા ફોટા સામે આવ્યા છે, જેમાં આ કોરોના વાયરસ પોતાના ઘરમાં પરિવારના લોકો સાથે નથી મળી રહ્યા. અમુક તો અઠવાડિયા અને મહિનાઓ પછી ઘરમાં જઈ રહ્યા છે. તેથી આપણી આ કોરોના વોરિયર્સને માન-સન્માન કરવું જોઇએ. આ તેમના કામને પૂર્ણ સહયોગ આપવો જોઈએ. તેમના કામમાં અડચણ નાખવાની કોશિશ ન કરવી જોઈએ. કોરોના વાયરસની આ પરિસ્થિતિમાં આપણે આપણાં વિસ્તારની બધી ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ. તેમાં જ આપણી અને આપણા દેશની ભલાઈ છે.