બ્રેકિંગ ન્યુઝ : એક પત્ની હોવા છતાં હાર્દિક પંડયા કરશે બીજા લગ્ન, આ યુવતી સાથે ઉદયપુરમાં કરશે લગ્ન

ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા લગ્ન કરવા જઈ રહ્યા છે. જી હાં, તમને આશ્ચર્ય જરૂરથી થયું હશે, પરંતુ તમે બરોબર વાંચ્યું છે. એક બાળકના પિતા બન્યા બાદ હાર્દિક પંડ્યા એ આ નિર્ણય લીધો છે અને તેની દુલ્હન બીજી કોઈ નહીં પરંતુ તેની પાર્ટનર નતાશા સ્ટાનકોવિક હશે, જેનાથી તેમને અઢી વર્ષનો દીકરો છે.

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો હાર્દિક-નતાશા ૧૪ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતા વેલેન્ટાઇન ડે નાં દિવસે ખાસ પ્લાનિંગ બનાવવાના છે. તમને જણાવી દઈએ કે આ સેલિબ્રિટી કપલે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ માં સગાઈ કરી હતી. વળી ૩૧ મે, ૨૦૨૦ નાં રોજ તેમણે ઉતાવળમાં કોર્ટ મેરેજ કરી દીધા હતા. જેના બે મહિના બાદ એટલે કે જુલાઈ ૨૦૨૦ માં તેમના બાળક અગત્સ્ય નો જન્મ થયો હતો.

રિપોર્ટ અનુસાર લગ્નની તૈયારી પાછલા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ ગઈ હતી. રાજસ્થાનનાં ઉદયપુરમાં આ લવબર્ડ અગ્નિના સાત ફેરા લઈ શકે છે. લગ્ન પારંપરિક રીતે થશે. બાદમાં વેસ્ટર્ન કલ્ચર વેડિંગ પણ થશે. આ સેરેમનીને ગ્રાન્ડ બનાવવા માટે ખુબ જ તૈયારી કરવામાં આવી રહી છે.

લગ્નનો કાર્યક્રમ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. સેરેમનીદરમિયાન વ્હાઇટ વેડિંગ પણ થઈ શકે છે. પીઠી, મહેંદી અને સંગીત જેવા પ્રિવેડિંગ સેલિબ્રેશન ની તૈયારીઓ ખુબ જ ધામધુમથી કરવામાં આવી છે. વળી હાર્દિક અને નતાશા પોતાના લગ્નમાં શું પહેરશે, તેના વિશે હજુ સુધી જાણકારી મળેલી નથી.

બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ રહી ચુકેલી નતાશા સ્ટાનકોવિક સર્બિયાઈ મુળની છે અને હાર્દિક પંડ્યા સાથે લગ્ન બાદ તેનું સંપુર્ણ ધ્યાન પરિવાર ઉપર છે. આ ક્યુટ કપલ સોશિયલ મીડિયા પર અવારનવાર એકબીજાની સાથે ફોટો અને વિડીયો શેર કરતા રહે છે અને કપલ ગોલ્સ પણ આપતા રહે છે. મીડિયા સુત્રોનું માનવામાં આવે તો જ્યારે આ કપલે કોર્ટ મેરેજ કરેલા હતા, ત્યારે કોરોના કાળ ચાલી રહ્યું હતું. બધું જ ખુબ જ ઉતાવળમાં થયેલું હતું. ત્યારથી બંનેના મનમાં એક ગ્રાન્ડ મેરેજ નો વિચાર ચાલી રહ્યો હતો. બંને પરિવાર અને તેમના બધા જ મિત્રો તેને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

મહત્વપુર્ણ છે કે હવે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા ની જવાબદારી વધી ગઈ છે. હાર્દિક પંડ્યાને હવે બીસીસીઆઈ તરફથી તેમના કેપ્ટન બનાવવામાં આવી રહેલ છે. વળી હાલમાં જ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમવામાં આવેલી વન-ડે સિરીઝમાં પણ તેમને ભારતીય ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવેલ હતા.