“દેવદાસ” ફિલ્મમાં ઐશ્વર્યાએ પહેરી હતી ૬૦૦ સાડીઓ, ચંદ્રમુખીનાં કોઠાને બનાવવામાં ૧૨ કરોડનો ખર્ચ થયો હતો

Posted by

બોલિવુડનાં શાનદાર ફિલ્મ મેકર માંથી એક સંજય લીલા ભણશાળીની સુપરહિટ ફિલ્મ “દેવદાસ” રિલીઝ થયાને ૧૯ વર્ષ પુરા થઈ ચુક્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં હતા. ત્રણેય દ્વારા દેવ, પારો અને ચંદ્રમુખીનું કિરદાર નિભાવવામાં આવ્યું હતું. આ ફિલ્મે ત્રણેયની જ કારકિર્દીને એક નવી ઊંચાઈ આપી હતી. આ ફિલ્મ આજે પણ લોકોના દિલોમાં છવાયેલી રહે છે. ફિલ્મના કોસ્ચ્યુમ, સેટ અને ગીત દરેક વસ્તુ શાનદાર હતી. ફિલ્મમાં દરેક વસ્તુને બારીકીથી ફિલ્માવવામાં આવી હતી. આજે આ ફિલ્મને ૧૯ વર્ષ પુરા થવા પર અમે તમને એની સાથે જોડાયેલા થોડા રસપ્રદ કિસ્સા બતાવવા જઈ રહ્યા છીએ.

“દેવદાસ” ફિલ્મ ને બનવામાં ભારી ભરખમ બજેટ લાગ્યું હતું. આ પહેલા કદાચ જ કોઈ ફિલ્મ આટલી મોટી બજેટની હશે. આ ફિલ્મ તે સમયે હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મો માંથી હતી. તેનું બજેટ લગભગ ૫૦ કરોડ રૂપિયા હતું. આટલું બજેટ હોવાના કારણે ફિલ્મના પ્રોડ્યુસર ભરત શાહને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લાગ્યો હતો કે ફિલ્મને બનાવવામાં જે પૈસા લાગ્યા છે, તે અંડરવર્લ્ડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવ્યા હતા.

“દેવદાસ” ફિલ્મને તે સમયે ભવ્ય સેટ માટે પણ ઓળખવામાં આવે છે. તેને તૈયાર કરવામાં મેકર્સ લગભગ ૭-૮ મહિનાનો સમય લાગ્યો હતો. તેને તૈયાર કરવામાં ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. સૌથી વધારે રકમ ચંદ્રમુખીનાં કોઠા ને તૈયાર કરવામાં લાગી હતી. તેના પર ૧૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે પારો નાં ઘરને સ્ટેન્ડ ગ્લાસ થી બનાવવામાં આવ્યું હતું.

તે સમયે કોઈ પણ ફિલ્મના સેટ પર પાવર માટે માત્ર ૨ થી ૩ જનરેટર ની જરૂર પડતી હતી. પરંતુ દેવદાસ ફિલ્મના સેટ પર ૪૨ જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનને શાનદાર વિઝ્યુઅલ્સ માટે ૨૫૦૦ લાઇટનો ઉપયોગ કર્યો હતો. જેના માટે ૭૦૦ લાઈટ મેન ની જરૂરિયાત પડી હતી.

ફિલ્મનાં દરેક કિરદાર માટે શાનદાર કોસ્ચ્યુમ ડિઝાઈન કરવામાં આવ્યા હતા. માધુરીએ આબુ જાની – સંદિપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલાં કપડાં પહેર્યા હતા. તેમના આઉટફિટ્સની કિંમત ૧૫ લાખ હતી. “કાહે છેડ છેડ મોહે” ગીતમાં માધુરીએ ૩૦ કિલોનો ઘાઘરો પહેર્યો હતો. જેને પછી ૧૬ કિલોનાં ઘાઘરામાં બદલવામાં આવ્યો. વાત કરીએ એશ્વર્યા રાયના કપડાની તો તેમણે ડિઝાઈનર નીતા લુલ્લાના કપડાં પહેર્યા હતા. નીતા અને સંજય ભણસાલીએ કોલકત્તાથી ૬૦૦ સાડીઓ ખરીદી હતી. જેને એકબીજા સાથે મેળવીને અલગ લુક તૈયાર કરવામાં આવ્યો. એશ્વર્યાને તૈયાર કરવામાં લગભગ ૩ કલાકનો સમય લાગતો હતો. કારણ કે તેમની સાડી ૮-૯ મીટર ની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *