દેવી-દેવતાઓને ફુલ વિશેષ રૂપથી છે પ્રિય, જાણો શિવજી થી લઈને શનિદેવ સુધીનાં પ્રિય ફુલ અને મંત્ર વિશે

Posted by

હિન્દુ ધર્મને માનનારા લોકો દેવી-દેવતાઓની પુજા કરે છે. દરેક હિન્દુ ઘરમાં લોકો ભગવાનનો એક સ્થાન જરૂર બનાવે છે, જેને ઘરનું મંદિર કહેવામાં આવે છે. દેવી-દેવતાઓની પુજા-અર્ચના દરમિયાન ફુલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન, વ્રત, તહેવાર અને પુજા કરવામાં આવે છે, તો એમાં ફુલનો પ્રયોગ જરૂર થાય છે. ફુલ વગર કોઇપણ માંગલિક અને શુભ કાર્ય સંપન્ન માનવામાં આવતા નથી.

માંગલિક અને ધાર્મિક અનુષ્ઠાન માં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો એના માટે પુજા સામગ્રીમાં ફુલનું હોવું ઘણું આવશ્યક છે. ધાર્મિક માન્યતા અનુસાર જો ભગવાનની પુજા દરમિયાન ફુલ અર્પિત કરવામાં આવે તો એનાથી વ્યક્તિની દરેક મનોકામના પુરી થઈ જાય છે.

શાસ્ત્રોમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે એમના મંત્રનો જાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ દેવી-દેવતાઓને વિશેષ ફુલ પણ અતિ પ્રિય હોય છે. જો તમે એમને પુજા, અર્ચના દરમિયાન ભગવાનને  પ્રિય ફુલ ચડાવો છો અને મંત્રનો જાપ કરો છો તો એનાથી એમનો આશીર્વાદ તમારી ઉપર જળવાઈ રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી કયા દેવતાને કયા ફુલ પ્રિય છે અને કયો મંત્ર જાપ કરવો જોઈએ એ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.

શિવજી

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવજીને સૌથી શીઘ્ર પ્રસન્ન થવાવાળા દેવતા માનવામાં આવે છે. તમને બતાવી દઈએ કે ભગવાન શિવજીને ધતુરાનું ફુલ સૌથી વધારે પસંદ છે. એના સિવાય હરસિંગાર, નાગકેસર નાં સફેદ ફુલ, કનેર, આંકડો, કુશ વગેરેના ફુલ ભગવાન શિવજી પર અર્પિત કરવામાં આવે છે. પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવા પડશે કે કેવડાનું ફુલ અને તુલસી દલ ભગવાન શિવજી પર અર્પિત ન કરો.

શિવ મુળ મંત્ર – ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनानत् मृत्योर्मुक्षीय मामृतात्

ગણેશજી

વિઘ્નહર્તા ગણેશજીની જો સાચા મનથી પુજા કરવામાં આવે તો એ વ્યક્તિથી ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે ગણેશજીની પુજા દરમિયાન દુર્વા, ઘાસ અર્પિત કરો છો તો એનાથી ગણેશજી સૌથી વધારે જલદી પ્રસન્ન થાય છે. કારણ કે તે એમને ઘણું પ્રિય છે. આ સિવાય તમે ભગવાન ગણેશજીને લાલ રંગના ફુલ પણ અર્પિત કરી શકો છો, પરંતુ તમે આ વાતનું ધ્યાન રાખવું કે ભગવાન ગણેશજીને તુલસી દલ અર્પિત ન કરો.

મંત્ર – वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ। निर्विघ्नं कुरू मे देव सर्वकार्येषु सर्वदा।।

વિષ્ણુજી

ભગવાન વિષ્ણુજીને જગતના પાલનહાર માનવામાં આવે છે. જો એમની કૃપા કોઈ વ્યક્તિ પર થાય તો એ વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દુર થઈ જાય છે. તમને બતાવી દઈએ કે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને કમળ, જુહી, કદંબ, કેવડા, ચમેલી, ચંપા, વૈજંતીનાં ફુલ સૌથી પ્રિય છે. એના અધિક જો તમે તુલસીદળ ભગવાન વિષ્ણુ પર અર્પિત કરો છો તે ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પુજા કેતકીનાં ફૂલોથી કરશો તો તે વિશેષ રૂપથી પ્રસન્ન થશે. તમે ભગવાન વિષ્ણુની પુજા દરમિયાન મંત્ર “ॐ नमो भगवते वासुदेवाय” નો જાપ કરો.

ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણજીને વૈજંતી માળા અને તુલસીદળ અધિક પ્રિય છે. એના અતિરેક ભગવાન કૃષ્ણજીને કુમુદ, કરવરી, ચનક, માલતી, પલાસ અને વનમાળાનાં પુષ્પો પણ વધારે પ્રિય છે.

મંત્ર – कृं कृष्णाय नमः

સુર્યદેવ

બધા ગ્રહોના રાજા સુર્યદેવને માનવામાં આવે છે. સુર્યદેવને આંકડાનું ફુલ અને જલ સૌથી વધારે પ્રિય હોય છે.

મંત્ર – ॐ ह्रीं ह्रीं सूर्याय नमः।

હનુમાનજી

સંકટ મોચન મહાબલી હનુમાન જ ને લાલ ફુલ, લાલ ગુલાબ, લાલ ગલગોટા અને તુલસી વધારે પ્રિય છે. એવી માન્યતા છે કે જો હનુમાનજીની પુજા દરમિયાન લાલ ફુલ અર્પિત કરવામાં આવે તો એનાથી વ્યક્તિની બધી મનોકામનાઓ ઘણી જલ્દી પુરી થઈ જાય છે.

મંત્ર – श्री हनुमंते नम:

લક્ષ્મીજી

લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીને કમળનું ફુલ સૌથી વધારે પ્રિય છે. આ સિવાય ધનની દેવી માતા લક્ષ્મીજીને પીળું ફુલ અને લાલ ગુલાબ પણ વધારે પ્રિય છે.

  • મંત્ર – ॐ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ॐ नम:
  • મહાલક્ષ્મી મંત્ર – ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥

શનિદેવ

શનિદેવને કર્મ ફળ દાતા કહેવામાં આવે છે અને શનિદેવને ન્યાયાધીશ ની ઉપાધિ આપવામાં આવી છે. ન્યાયનાં દેવતા શનિદેવને નીલા પુષ્પ વધારે પ્રિય છે.

મંત્ર – ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: – ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *