આ મંદિરમાં આજે પણ ધબકી રહ્યું છે ભગવાન શ્રીકૃષ્ણનું હ્રદય, દર્શન માત્રથી સાત જન્મોનાં પાપ ધોવાઈ જાય છે

શરીરનો ત્યાગ કરવાની સાથે બધા લોકોના હ્રદયની ગતિ પણ શાંત થઇ જાય છે. પરંતુ તે હજુ સુધી રહસ્ય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ શરીરનો ત્યાગ કરી દીધો પરંતુ તેમનું હૃદય આજે પણ ધબકી રહ્યું છે. સાંભળવામાં જરૂરથી અટપટું લાગી શકે છે, પરંતુ પુરાણમાં આપવામાં આવેલી જાણકારી અને અમુક ઘટનાઓથી તમે પણ આ સત્ય આગળ નતમસ્તક થઈ જશો. તો ચાલો જાણીએ કે ક્યાંક ધબકે છે શ્રી કૃષ્ણનું હૃદય.

હૃદયમાં પ્રજ્વલિત હતી જ્યોત

જ્યારે ભગવાન શ્રી વિષ્ણુએ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો. આ તેમનું માનવરૂપ હતું. સૃષ્ટિના નિયમ અનુસાર આ રૂપનો દેહત્યાગ થવો પણ નક્કી હતો. તેવામાં મહાભારતનાં યુદ્ધનાં ૩૬ વર્ષ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કરી દીધો હતો, પરંતુ જ્યારે પાંડવોએ તેમનો અંતિમ સંસ્કાર કર્યો તો શ્રી કૃષ્ણનું સમગ્ર શરીર તો અગ્નિને સમર્પિત થઈ ગયું, પરંતુ તેમનું હૃદય ધબકી રહ્યું હતું. અગ્નિ તેમના હૃદયને બાળી શકેલ નહીં. પાંડવો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આકાશવાણી થઈ કે આ બ્રહ્મનું હૃદય છે, તેને સમુદ્રમાં પ્રવાહિત કરી દો. પાંડવોએ શ્રીકૃષ્ણનાં હ્રદયને સમુદ્રમાં પ્રવાહિત કરી દીધું હતું.

શ્રીકૃષ્ણનાં હ્રદયે લીધું આવું રૂપ

કહેવામાં આવે છે કે પાણીમાં પ્રવાહિત શ્રીકૃષ્ણના હૃદય એક લાકડાનું રૂપ ધારણ કરી લીધું અને પાણીમાં વહેતા-વહેતા ઓડિશાનાં સમુદ્ર તટ પર પહોંચી ગયું. તે રાત્રે ત્યાંના રાજા ઈન્દ્રદ્યુમન ને શ્રીકૃષ્ણએ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે તેઓ એક લાકડાના રૂપમાં સમુદ્ર તટ પર સ્થિત છે. સવારે જાગતાની સાથે જ રાજા ઈન્દ્રદ્યુમન ભગવાન શ્રીકૃષ્ણની બતાવવામાં આવેલી જગ્યા પર પહોંચી ગયા. ત્યાર બાદ તેમણે લાકડાને પ્રણામ કર્યા અને તેમને પોતાની સાથે લઈ આવ્યા. આ લાકડાથી જ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મુર્તિઓનું નિર્માણ વિશ્વકર્માજી એ કર્યું.

અહીંયા ધબકે છે શ્રી કૃષ્ણનું હૃદય

ભગવાન શ્રી જગન્નાથની મુર્તિ લીમડાનાં લાકડાંમાંથી બનાવવામાં આવી છે અને દર ૧૫ વર્ષ બાદ તેને બદલી દેવામાં આવે છે. તેને પુનર્જન્મ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાનનાં આ હ્રદયને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે. પ્રત્યેક ૧૫ વર્ષે જ્યારે જગન્નાથજીની મુર્તિ બદલવામાં આવે છે તો આ બ્રહ્મ પદાર્થને જુની મુર્તિ માંથી કાઢીને નવી મુર્તિ માં રાખી દેવામાં આવે છે. જો કે આવું કરતા સમયે ખુબ જ સાવધાની રાખવામાં આવે છે. જ્યારે આ વિધિ કરવામાં આવે છે તો આખા શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે.

આવી રીતે ધબકે છે શ્રી કૃષ્ણનું હૃદય

બ્રહ્મ પદાર્થને નવી મુર્તિ માં રાખવાના દિવસે આખા શહેરમાં બ્લેક આઉટ કરી દેવામાં આવે છે. આખા શહેરમાં કોઇપણ જગ્યાએ એક પણ દીવો પ્રગટાવવામાં આવતો નથી. આ દરમિયાન મંદિર પરિસરને સીઆરપીએફ ઘેરી લે છે. વળી મુર્તિ બદલતા સમયે પુજારીની આંખો ઉપર પણ પટ્ટી બાંધી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને આજ સુધી કોઈએ જોયેલ નથી. જાણકારી અનુસાર બ્રહ્મ પદાર્થને જુની મુર્તિમાંથી નવી મુર્તિમાં રાખનાર પુજારીઓનું કહેવું છે કે બ્રહ્મ પદાર્થ હાથમાં ઉછળતો મહેસુસ થાય છે, જાણે કોઈ જીવિત સસલું હોય. કહેવામાં આવે છે કે આ મુર્તિની નીચે આજે પણ શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે.