ધનનો નાશ કરવા વાળી આ ચીજોને તુરંત ઘરની બહાર ફેંકી દો, નહીંતર ગરીબી આખી જિંદગી પીછો નહીં છોડે

દુર્ભાગ્ય એક એવી ચીજ છે જેને ગળે લગાવવાનું કોઈ પસંદ કરતો નથી. પરંતુ તમારી નાની ભુલને લીધે તમારી પાછળ હાથ ધોઈને પડી જાય છે. હકીકતમાં ઘરની અંદર અમુક એવી જ હોય છે જે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. આ ચીજો ને ઘરમાં રાખવી અપશુકન માનવામાં આવે છે અને તે એક નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે. એટલા માટે જો તમે પોતાના નસીબને બગાડવા માગતા નથી, એટલે કે દુર્ભાગ્ય ઇચ્છતા નથી તો આ ચીજોને તુરંત પોતાના ઘરેથી કાઢીને ફેંકી દો.

ફાટેલા બુટ ચપ્પલ

ઘણી વખત બુટ ચપ્પલ ફાટી જતાં હોય છે અથવા તો જુના થઈ જતા હોય છે. તેવામાં આપણે નવા બુટ-ચપ્પલ ખરીદી કરી લઈએ છીએ અને જુના બુટ ચપ્પલ ને ભુલી જઈએ છીએ. ત્યાર બાદ ઘણી વખત લોકો તેને ફેંકી દેવાને બદલે ઘરમાં એક ખુણામાં રાખી મૂકતા હોય છે. આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જુના ફાટી-તુટી ગયેલા બુટ ચપ્પલ માં સૌથી વધારે નેગેટિવ એનર્જી રહેલી હોય છે. તેને ઘરમાં રાખવા જોઈએ નહીં અને પહેરવા પણ જોઈએ નહીં. તેને રીપેર કરાવી લેવા જોઈએ અથવા તો ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. જો તમે આવું કરતા નથી તો તમારી ઉપર દુર્ભાગ્યના વાદળો ઘેરાવા લાગે છે.

તુટેલો અરીસો

ઘરમાં રાખવામાં આવેલા અરીસામાં જો તીરાડ પડી જાય અથવા તો તે તુટી જાય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તુટી ગયેલા અરીસામાં મોઢું ધોવાથી દુર્ભાગ્ય પીછો છોડતું નથી. તેનાથી આપણા ખરાબ સમય શરૂ થઈ જાય છે એટલા માટે યોગ્ય રહેશે કે તમારે તુટેલા અરીસામાંથી ઘરમાં રાખવું જોઈએ નહીં અથવા તો બહાર ફેંકી દેવો જોઈએ. આવી રીતે તમે ભુલથી પણ તેમાં પોતાનું મોઢું જોઈ શકશો નહીં.

હિંસક તસ્વીરો

ઘરમાં ઘણા લોકો જંગલી ખુંખાર જાનવરો ની તસ્વીર લગાવે છે. અમુક અન્ય પ્રકારની હિંસાત્મક તસ્વીરોનો પણ ઉપયોગ કરે છે. તમારે ઘરમાં આવી ચીજો બિલકુલ રાખવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. ઘરના લોકોનો દિમાગ ખોટી દિશામાં વિચારે છે, લડાઈ ઝઘડા થાય છે અને ખરાબ સમય જલ્દી આવવા લાગે છે.

કરોળિયાનું જાળું

એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં વધારે કરોળિયાના જાળા હોય છે, તેમાં ગરીબી ખુબ જ જલદી આવે છે. એટલા માટે તમારે સમય-સમય પર ઘરની સફાઈ કરતા રહેવું જોઈએ. તમારે સ્ટોર રૂમ અથવા અન્ય કોઈ રૂમમાં કરોળિયાના જાળા બનવા દેવા જોઈએ નહીં. બની શકે એટલું જલ્દી તેને સાફ કરી નાખવા જોઈએ, નહિતર તેની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પડે છે.

શરાબ અને સિગરેટ ના ખાલી ડબ્બા

શરાબની ખાલી બોટલ અને સિગરેટ ના ખાલી ડબ્બા પણ ક્યારેય ઘરમાં રાખવા જોઇએ નહીં. સામાન્ય રીતે તો શરાબ અને સિગરેટ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, પરંતુ તેના ખાલી ડબ્બા જો ઘરમાં પડ્યા રહે તો વાતાવરણ માં નેગેટિવિટી ઉત્પન્ન કરે છે. તેમાંથી નકારાત્મક ઉર્જા ખુબ જ વધારે નીકળે છે. એટલા માટે તેનો ઉપયોગ થયા બાદ તુરંત બહાર ફેંકી દેવા જોઈએ અને તેનાથી વધારે સારું એ રહેશે કે તમે ઘરની બહાર જ તેનું સેવન કરો.