ધન પ્રાપ્તિ માટે ઘરમાં લઈ આવો આ એક છોડ, પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવશે

આજકાલ ઇન્ડોર પ્લાન્ટનું ખૂબ જ ચલણ છે. લોકો પોતાના ઘર અથવા ઓફિસમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવાનું પસંદ કરે છે. તેનાથી ઘરની સુંદરતા તો વધે છે સાથોસાથ ઘરમાં સકારાત્મક ઊર્જા પણ આવે છે. તે સિવાય છોડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેને ઘરની અંદર લગાવવાથી ખુશહાલી તથા સકારાત્મક ઊર્જા આવે છે.

આવા જ છોડ માંથી એક છે, સ્નેક પ્લાન્ટ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સ્નેક પ્લાન્ટ જરૂરથી લગાવવા જોઈએ. સ્નેક પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિના ઘરની ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. તે સિવાય આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે, તો ચાલો તમને સ્નેક પ્લાન્ટ લગાવવાના નિયમ અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીએ.

વાસ્તુ અનુસાર ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવાથી ઘણા ફાયદા મળે છે. સ્નેક પ્લાન્ટની ગણતરી વાયુ શુદ્ધ કરનાર છોડમાં થાય છે. આ છોડ તમારા તણાવને ઓછો કરીને માનસિક શાંતિ પહોંચાડવામાં મદદ કરે છે. આ છોડ જીવનમાં આવતી દરેક અડચણમાંથી પણ તમને બચાવે છે. જો કારકિર્દી અથવા વેપારમાં પ્રગતિ કરવા માંગો છો તો તેને પોતાની ઓફિસના ટેબલ ઉપર રાખો. માન્યતા છે કે તેનાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કામકાજમાં આવી રહેલી અડચણ દૂર થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સ્નેક પ્લાન્ટ ને ઘરની અંદર લગાવવામાં આવે તો તેને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણા, પૂર્વ અથવા દક્ષિણ દિશામાં લગાવવો શુભ હોય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ છોડને જ્યાં પણ રાખો ત્યાં એકાંતમાં રાખવો જોઈએ. માન્યતા અનુસાર જો આ છોડને અન્ય છોડતી ઘેરાયેલો રાખો છો તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા પણ લાવી શકે છે.

જો તમે બેડરૂમ અથવા લિવિંગ રૂમમાં આ છોડને રાખશો તો તેનાથી સુખ સમૃદ્ધિ આવે છે. જોકે એક વાતનું ધ્યાન રાખો કે તેને લિવિંગ રૂમમાં એવી જગ્યા રાખો, જ્યાં ઘરમાં આવનાર મહેમાનની નજર તેની ઉપર પડી શકે. તે સિવાય અભ્યાસમાં બાળકોને એકાગ્રતા વધારવા માટે પણ આ છોડને સ્ટડી રૂમમાં રાખવો શુભ હોય છે. સ્નેક પ્લાન્ટને બુક શેલ્ફ અથવા બાળકો જ્યાં અભ્યાસ કરે છે, તે ટેબલ ઉપર રાખી શકો છો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટ નો પ્રભાવ ઘરમાં એવો હોય છે કે ઘરનું વાતાવરણ ખુશનુમા બની જાય છે. પરિવારના સદસ્યોમાં પ્રેમ સદભાવ વધે છે. સ્નેક પ્લાન્ટને નેચરલ એર પ્યુરીફાયર માનવામાં આવે છે. તે સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટને લગાવવાથી નોકરી અને વેપારમાં પણ લાભ પ્રાપ્ત થાય છે.