ધન પ્રાપ્તિનાં ૧૪ નિયમો જાણી લેશો તો માં લક્ષ્મી સાક્ષાત તમારા ઘરે પધારશે અને તમને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે

જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે વધુમાં વધુ ધન પ્રાપ્ત કરીને સુખી જીવન જીવે, પરંતુ અમુક લોકોને બાદ કરીને બધાને આ મનોકામના પુરી થઈ શકતી નથી. એવું નથી કે આવા લોકો મહેનત કરતા નથી, પરંતુ અપાર ધન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની જાણકારી તેમને હોતી નથી. અપાર ધન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા વ્યક્તિએ પુજાના નિયમો જાણવાના હોય છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને સમજવું પડે છે.

જો વ્યક્તિ ભગવાનનાં પૂજન, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને સમજીને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરે છે તો નિશ્ચિત રૂપથી તેને ધન પ્રાપ્તિ કરવાથી કોઈ રોકી શકતું નથી. મનુષ્યના જીવનમાં ધનનાં રસ્તા હંમેશા ખુલ્લા રહે છે. પરંતુ ધનને કેવી રીતે મેળવી શકાય તેની જાણ મનુષ્યને હોતી નથી, તેના માટે જરૂરી છે યોગ્ય ઉપાય કરવાની. જ્યોતિષશાસ્ત્રમાં ધનપ્રાપ્તિ માટે ૧૪ ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેનું પાલન કરીને અઢળક ધનપ્રાપ્તિ કરી શકાય છે.

સૌથી પહેલા સમજી લો પુજાના નિયમો

ધન મેળવવું હોય તો ઈશ્વર સાથે મિત્રની જેમ જોડાણ હોવું આવશ્યક છે. તેવામાં પુજા કરવાના નિયમો જાણવા ખુબ જ આવશ્યક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સામાન્ય રીતે તો પુજા કરવાના નિયમ ખુબ જ કઠોર છે. પરંતુ જો ભાવ હોય તો સહજતાથી કરી શકાય છે. પુજાના ૧૧ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેમાંથી પાંચ ઉપર મન લગાવીને આરાધના કરવાનો આગ્રહ કરવામાં આવેલ છે. આવું કરવા પર માં મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે.

આવી રીતે સરળ બનાવો પોતાની ધન પ્રાપ્તિ નું લક્ષ્ય

જ્યોતિષ અનુસાર જો તમે હંમેશા અહીંયા જણાવવામાં આવેલા ૧૪ નિયમોનું પાલન કરતા આવી રહ્યા છો તો તમારા અપાર ધન પ્રાપ્તિ માટેના દ્વાર હંમેશાં ખુલ્લાં રહેશે. આ ઉપાયને તમે નીચે વિસ્તૃત થી વાંચી શકો છો. તે સિવાય પણ જો તમે આ ઉપાયોને સરળ બનાવવા માંગો છો તો મહેનતની સાથોસાથ દાનમાં પણ આગળ આવો. તે સિવાય માનવસેવા થી પણ ધનની પ્રાપ્તિ વધારે થાય છે.

અહીંયા વાંચો નિયમ ૧ થી ૩

અમે તમને અહીં ૧૪ નિયમો સાથે અવગત કરાવીશું. પરંતુ સૌથી પહેલા વાંચી લો ત્રણ નિયમો જેનું સૌથી વધારે મહત્વ જણાવવામાં આવેલ છે. પહેલા નિયમ અંતર્ગત લક્ષ્મીજી નાં કોઈ પણ મંત્રનો જાપ બુધવાર અથવા શુક્રવારથી શરૂ કરો અને દર વખતે કમળ ગટ્ટાની એક માળાથી ૧૦૮ વખત જાપ કરો. બીજો નિયમ વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીસુક્ત નાં એક-એક પાઠ નિયમિત કરો. તે સિવાય શ્રી લક્ષ્મીજી ને ગુલાબનું અથવા કમળનું ફુલ ચઢાવો. ત્રીજો નિયમ ખુબ જ સરળ છે, જેમાં તમારે પોતાના વડીલો નું સન્માન કરવાનું છે. ઘર પરિવારમાં બધાની સાથે પ્રેમપુર્વક વ્યવહાર કરવાનો છે.

ચોથો, પાંચમો અને છઠ્ઠો નિયમ તમારી સાથે જોડાયેલ છે

ચોથા નિયમ અને જાણી લીધા બાદ નક્કી છે કે તમે તેને આજથી જ શરૂ કરી દેશો. નિયમ અંતર્ગત તમારે સવારે વહેલા ઊઠીને ગરમી સફાઈ કરવાની છે. ત્યારબાદ સ્નાન કરીને પોતાના પૂજન-જાપ વગેરે કરીને દિવસની શરૂઆત કરવાની છે. સુર્યોદય અને સુર્યાસ્તનાં સમયે જે લોકો સુતા હોય છે, ત્યાં ધન આવતું નથી. પાંચમો નિયમ દાન સાથે જોડાયેલ છે. તેના અંતર્ગત આપણે ગાય, કુતરા, ભિખારીને યથાસંભવ ભોજન આપવું જોઈએ. જો ન આપી શકો તો તેમને ધુત્કારવા જોઈએ નહીં. છઠ્ઠા નિયમ અંતર્ગત ઘરમાં કચરો ક્યારેય પણ એકઠો થવા દેવો નહીં અને સમય સમય પર ઘરની સફાઈ કરવી.

સાતમો, આઠમો અને નવમો નિયમ છે ઘર સાથે જોડાયેલ

સાતમો નિયમ કહે છે કે સુર્યાસ્ત બાદ ક્યારેય પણ ઘરની સાફ સફાઈ કરવી નહીં. જો કરો છો તો કચરો ઘરની બહાર ફેંકવો નહીં. આઠમો નિયમ પણ તેની સાથે જોડાયેલ છે. જેમાં કહેવામાં આવેલ છે કે સાવરણીને સંભાળીને રાખવી જોઈએ અને ક્યારેય પણ તેને ઉભી રાખવી નહીં. સાવરણીને એવી જગ્યા રાખવી જોઇએ જ્યાં કોઈ ની નજર તેની ઉપર પડે નહીં. સાવરણીને ક્યારેય પણ ઓળંગીને જવી જોઈએ નહીં અને તેને પગ ઠોકર મારવી જોઈએ નહીં. આ નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નવો નિયમ કહે છે કે કપડાં સ્વચ્છ અને ધોયેલાં હોવા જોઈએ. અત્તરનો પ્રયોગ કરો.

દશમો, અગીયારમો અને બારમો નિયમ બદલી દેશે દશા

દસમો નિયમ કહે છે કે પુજાપાઠ જો દરરોજ કરો છો તો સમય તથા સ્થાન નિશ્ચિત રાખો. ૧૦-૧૫ મિનિટ થી વધારે ફરક હોવો જોઈએ નહીં. આવું થવા પર દેવતાઓ શ્રાપ આપે છે. ૧૧મો નિયમ તમે બધા લોકો જાણતા જ હશો કે ઇશાન દિશામાં ગંદકી થવા દેવી નહીં. વળી બારમાં નિયમ અંતર્ગત ઘર, દુકાન, ફેક્ટરી વગેરેમાં ઉત્તર-પુર્વ અને ઈશાન ખુણો ખુલ્લો રહેવો જોઈએ તથા આ દિશામાં સુગંધિત પુષ્પો વાળા તથા તુલસીના છોડને લગાવવો જોઈએ. તેનાથી આપણને વધારે લાભ મળે છે.

૧૩મો અને ૧૪મો નિયમ દુર કરે છે દોષ

તેરમો નિયમ કહે છે કે દક્ષિણ નૈઋત્ય પશ્ચિમમાં કોઈ પણ ખાડો, બોરિંગ અથવા હોજ વગેરે ન હોવો જોઈએ તથા જ્યાં પણ વાસ્તુ દોષ હોય ત્યાં એક સ્વસ્તિક બનાવી દેવું. હંમેશા બાથરૂમમાં નળ વગેરેમાંથી પાણી ન ટપકે તેનું ધ્યાન રાખો. જ્યારે છેલ્લો અને ૧૪મો નિયમ કહે છે કે પોતાના ઇષ્ટદેવનું પુજન પુરા ભાવ અને ધગશથી કરવું જોઈએ. તેમાં કોઇપણ પ્રકારની કમી રાખવી જોઇએ નહિં. જો તમે આ ૧૪ સરળ ઉપાયોનું પાલન કરો છો, તો જરૂરથી અપાર ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહે છે.