ધનવાન બનવા માટે બસ આ ચીજોનું ધ્યાન રાખો, જીવનમાં ક્યારેય પૈસાની અછત નહીં થાય

Posted by

જીવનમાં પૈસા ખૂબ જ જરૂરી હોય છે અને એ જ કારણ છે કે પૈસા કમાવા માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરતો રહે છે. જોકે ઘણા એવા પણ લોકો હોય છે જેમની પાસે પૈસા ટકતા નથી. શું તમે પણ એવા લોકોમાં છો જેમની પાસે પૈસા ટકતા નથી, તો આ લેખ જરૂરથી વાંચવો. કારણ કે આજે અમે તમને અમુક એવી ચીજો બતાવવા માટે જઈ રહ્યા છીએ, જેના કારણે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બનીને રહે છે અને તેની પાસે પૈસા ટકતા નથી. વાસ્તુશાસ્ત્રમાં પૈસા સાથે જોડાયેલી અમુક ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર જ ધ્યાન દેવામાં આવે તો વ્યક્તિએ ક્યારેય પણ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી.

ફાટેલું પર્સ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કિસ્સામાં કયારેય પણ ફાટેલું પર્સ અથવા ખાલી પર્સ ન રાખવું જોઈએ. કારણકે ફાટેલા પર્સમાં ક્યારે પણ પૈસા ટકતા નથી. તે સિવાય પોતાના પર્સ ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ, કારણ કે ખાલી પર્સને અશુભ માનવામાં આવે છે. એટલા માટે હંમેશા પોતાના પર્સમાં થોડા પૈસા જરૂર રાખો અને ફાટેલા પર્સની જગ્યાએ નવું પર્સ લઈ લો.

સારા કપડાં પહેરો

હંમેશાં સારા કપડા જ પહેરવા. ફાટેલા અને ગંદા કપડાં પહેરવાથી વ્યક્તિ હંમેશા માટે ગરીબ જ રહે છે અને તેની પાસે ક્યારેય પૈસા ટકતા નથી. ફાટેલા કપડાને દુર્ભાગ્ય સાથે પણ જોડવામાં આવે છે.

ઘરની છત સ્વચ્છ રાખવી

ઘણા લોકોના ઘરની છત ખૂબ જ ગંદી હોય છે અને લોકો પોતાના ઘરની છત ઉપર ભંગાર રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર ભંગાર રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને આવું થવા પર વ્યક્તિની પાસે ક્યારે પણ પૈસા એકઠા થતા નથી. એટલા માટે પોતાના ઘરની છતને હંમેશા સ્વચ્છ રાખો અને છત પર ક્યારે પણ ભંગાર જમા ન થવા દો.

બંધ પડેલી ઘડિયાળ

તમારી ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય તો તેને તુરંત હટાવીને તેની જગ્યાએ નવી ઘડિયાળ લગાવી લો. બંધ પડેલી ઘડિયાળને નકારાત્મકતા અને દુર્ભાગ્ય સાથે જોડવામાં આવે છે અને બંધ પડેલી ઘડિયાળ અશુભતા ની નિશાની પણ હોય છે.

આવી ચીજો ન રાખવી

પોતાના ઘરમાં કાંટાવાળા છોડ, નટરાજની મૂર્તિ, મહાભારત યુદ્ધ, તાજમહેલનું ચિત્ર, જંગલી જાનવરો અને ડુબતી હોડી ની તસવીરો રાખવી નહીં. આ બધી ચીજો અશુભ હોય છે અને તેના કારણે ધનહાનિ થાય છે.

ઘરને હંમેશા સ્વચ્છ રાખવું

યાદ રાખવું કે માતા લક્ષ્મી ફક્ત તે લોકોના ઘરમાં નિવાસ કરે છે, જે લોકો પોતાના ઘરમાં સફાઈ રાખે છે. એટલા માટે પોતાના ઘરને હંમેશા સ્વચ્છ રાખવું અને તૂટેલા-ફૂટેલા વાસણ, તૂટેલો અરીસો, ખંડિત થયેલ ભગવાનની મૂર્તિ અને તૂટેલું ફર્નિચર જેવી વસ્તુઓ ઘરમાં ન રાખવી. ઘરમાં બુટ-ચંપલ એક જ જગ્યાએ રાખવા, તેને વિખરાયેલા રાખવા નહીં. તમારું ઘર જેટલું સ્વચ્છ હશે જેટલી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે.

પર્સમાં ન રાખવી આ વસ્તુઓ

પોતાના પર્સમાં પૈસા સિવાય અન્ય વસ્તુઓ રાખવાથી બચવું. પર્સમાં નકામા કાગળના ટુકડા અને બીલ રાખવાથી ખોટા ખર્ચ વધે છે અને પૈસા ટકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *