NASA ની ચેતવણી : ધરતી તરફ તબાહી મચાવવા આવી રહ્યો છે વિશાળકાય એસ્ટેરોઇડ, તેને નષ્ટ કરવો અશક્ય છે

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનાં વૈજ્ઞાનિકોનાં નિષ્કર્ષ પરથી જાણવા મળ્યું છે કે એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે, જેને રોકવામાં પરમાણુ બોમ્બ પણ સફળ થઈ શકશે નહીં. હકીકતમાં અમેરિકા અને યુરોપનાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમની પાસે પૃથ્વીને એક વિશાળ એસ્ટેરોઇડ થી બચાવવા ૬ મહિનાનો સમય છે. આ દરમિયાન તેમણે ૩.૫ કરોડ માઈલ દૂર સ્થિત એસ્ટેરોઇડ પૃથ્વીને બચાવવાની યોજના તૈયાર કરવાની છે.

ત્યારબાદ ૪ દિવસોની સમય અવધિ માટે એક સ્ટડી કરવામાં આવી. આ સ્ટડી ૨૬ એપ્રિલ થી ૨૯ એપ્રિલ વચ્ચે થઈ. એસ્ટ્રોનોમર્સ દ્વારા રડાર સિસ્ટમ, ડેટા ઇમેજિંગ અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકો આ સ્ટડી દ્વારા એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ એસ્ટરોઇડને નષ્ટ કરવા માટે એક સ્પેસક્રાફ્ટને તૈયાર કરવા માટે ૬ મહિનાનો સમય પર્યાપ્ત નથી. સાથોસાથ તેમણે એવું પણ કહ્યું કે એક પરમાણુ બોમ્બ દ્વારા આ એસ્ટેરોઇડને નષ્ટ કરવો શક્ય નથી.

પરિણામે સાબિત કર્યું પ્રકૃતિ આગળ વામણો છે મનુષ્ય

આ એક્સરસાઇઝને ‘Space Mission Options for the Hypothetical Asteroid Impact Scenario’ કહેવામાં આવ્યું. એકસાઇઝમાં નાસાના વૈજ્ઞાનિકો શામિલ હતા. તેમણે આ ૪ દિવસની અંદર તે વાતની જાણકારી એકઠી કરી કે આ પ્રકારની પરિસ્થિતિ પૃથ્વી પર ઉત્પન્ન થાય છે, તો તેઓ શું ૬ મહિનાની અંદર તેનો ઉકેલ લાવી શકે છે. જોકે સામે આવેલા પરિણામો પરથી તે વાત સાબિત થઈ ગઈ કે મનુષ્ય હજુ પણ પ્રકૃતિ આગળ વામણો છે.

ભવિષ્યનાં ખતરાની ઓળખ માટે દુનિયાએ સમન્વય જાળવવાની જરૂરિયાત

નાસાનાં ચીફ ઓફિસર લિંડલે જોનસને કહ્યું હતું કે અમે દર વખતે આ પ્રકારની એક્સરસાઇઝ માં ભાગ લઈએ છીએ, તો અમને તે વાતની જાણકારી મળે છે કે આવી અવસ્થામાં મુખ્ય ખેલાડી કોણ રહેશે. આવી પરિસ્થિતિમાં કોણે શું જાણવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ એક્સરસાઇઝ પ્લેનેટરી ડિફેન્સ સમુદાયને એકબીજા સાથે ચર્ચા કરવાનો અવસર આપે છે. સાથોસાથ અમારી સરકારને તે સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે કે આપણે બધા લોકોએ સમન્વય જાળવવાની જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં સંભવિત ખતરાની ઓળખ કરી શકાય.

પૃથ્વીને દરેક સંભવિત ખતરાથી બચાવવાનો છે એક્સરસાઇઝનો હેતુ

અમેરિકન સ્પેસ એજન્સીએ પૃથ્વીની સાથે સંભવિત સાત દુર્ઘટનાઓ લઈને થવા વાળી એક્સરસાઇઝમાં ભાગ લીધો છે. તેમાંથી ૪ પ્લેનેટરી ડિફેન્સ કોન્ફરન્સ અને ૩ ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી સાથે કરવામાં આવેલ જોઈન્ટ NASA-FEMA એકસાઇઝમાં રક્ષા અને વિદેશ મંત્રી સહિત ઘણી અન્ય એજન્સીઓનાં પ્રતિનિધિ સામેલ થયા હતા. આ એક્સરસાઇઝ નો હેતુ પૃથ્વીને દરેક સંભવિત ખતરા થી બચાવવાનો છે.