નવરાત્રી વ્રત માં શા માટે નથી ખાવામાં આવતા લસણ-ડુંગળી? ધાર્મિક નહીં જાણો ૩ આયુર્વેદિક કારણ

Posted by

હિન્દુઓમાં ઉજવવામાં આવતો માં દુર્ગાનો પાવન પર્વ નવરાત્રિ, દેશમાં અલગ-અલગ ખુણામાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે ૯રાત્રીનાં આ ૯ દિવસોમાં માંસ, માછલી, ઇંડા અને લસણ-ડુંગળી નું સેવન કરવામાં આવતું નથી. આ ૯ દિવસો સુધી સાત્વિક ભોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીનાં ૯ દિવસોનાં વ્રત દરમિયાન ફળ, શાકભાજી, સાબુદાણા, ડેરી ઉત્પાદક ભોજનમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીનાં દિવસોમાં લસણ-ડુંગળી જે શાકાહારી ભોજનનાં લિસ્ટ માં અને શાકભાજીનાં પરિવારનો એક હિસ્સો છે, તેને ખાવાની પરવાનગી શા માટે નથી? જો તમે નથી જાણતા તો અમે તમને આજે જણાવીશું.

આયુર્વેદ અનુસાર

આયુર્વેદ અનુસાર ખાદ્ય પદાર્થોને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. જે તેમની પ્રવૃત્તિ અને તેમના ઉપભોગ બાદ શરીરમાં ટ્રિગર થનાર પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે. જેમાં આ ત્રણ શ્રેણીઓ છે.

  1. રાજસિક ભોજન
  2. તામસિક ભોજન
  3. સાત્વિક ભોજન

વ્રત અથવા ઉપવાસ દરમિયાન સ્વાસ્તિક ભોજન કરવા પાછળ ધાર્મિક કારણ હોવા સિવાય એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શરદ નવરાત્રી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે, જે શરદ ઋતુ થી ઠંડીની ઋતુ સુધી સંક્રમણ માનવામાં આવે છે. વાતાવરણમાં બદલાવને કારણે આ દરમિયાન શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના લીધે આ ઋતુમાં સાત્વિક ભોજન કરવાથી તમારા પાચનતંત્રને થોડો આરામ મળે છે અને શરીરને બધી અશુદ્ધિઓને સાફ કરવામાં મદદ મળે છે.

સાત્વિક ભોજન શું છે?

સાત્વિક નો અર્થ છે – શુદ્ધ, પ્રાકૃતિક, મહત્વપુર્ણ, સ્વચ્છ અને ઉર્જાવાન. એ જ કારણ છે કે સ્વાસ્તિક ભોજન આપણા શરીરની અશુદ્ધિઓને દુર કરીને અને આપણને ઉર્જાવાન જાળવી રાખવામાં મદદ કરે છે. સાત્વિક ભોજન માં તાજા ફળ, દહીં, સિંધાલું નમક, અમુક મસાલા, ધાણા અને શાકભાજી શામેલ છે.

રાજસિક અને તામસિક ભોજન

રાજસિક અને તામસિક ભોજન અને પવિત્ર અને વિનાશકારી માનવામાં આવે છે. નવરાત્રિનાં ૯ દિવસોમાં એક શુદ્ધ અને સરળ જીવન અપનાવવાની પરંપરા છે. આ સમય દરમિયાન રાજસિક અને તામસિક ખાદ્ય પદાર્થો ખાવાથી તમારું ધ્યાન ભંગ થઈ જાય છે. કારણ કે તેમાં ચા, કોફી, કોલ્ડ્રીંકસ, માંસ, માછલી, લસણ, ડુંગળી, ઈંડા સામેલ છે.

નવરાત્રિમાં ડુંગળી અને લસણ શા માટે છોડવામાં આવે છે?

ડુંગળી અને લસણની પ્રકૃતિને તામસિક માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તે શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. ડુંગળી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને એટલા માટે નવરાત્રિમાં તેને ખાવાની મનાઈ હોય છે. તે સિવાય એવું માનવામાં આવે છે કે ડુંગળીની સાથે લસણ આપણા દિમાગને સુસ્ત બનાવે છે. તે સિવાય ડુંગળી અને લસણ ઝુનુન, ઉત્તેજના અને અજ્ઞાનતાને વધારો આપીને વ્યક્તિની ચેતનાને પ્રભાવિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *