BREAKING NEWS : ધોની એ છોડી ચેન્નઈ સુપર કિંગ્સ ની કેપ્ટનશિપ, આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સનાં નવા કેપ્ટન બનશે. આઇપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ની કમાન રવિન્દ્ર જાડેજા સંભાળતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા મહેન્દ્રસિંહ ધોની પાસેથી ટીમની કમાન જાડેજાને સોંપવામાં આવી છે, જ્યારે ધોની ટીમમાં ખેલાડી તરીકે રમતા નજર આવશે.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય

આ પહેલા પુર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ કહ્યું હતું કે જો મહેન્દ્રસિંહ ધોની આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક અથવા બે મેચ ન રમવાનો નિર્ણય કરે છે, તો રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપરકિંગ્સ સંભાળી શકે છે. પરંતુ હવે ફ્રેન્ચાઇઝી દ્વારા રવિન્દ્ર જાડેજાને ફુલટાઈમ કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ છે.

૨૦૦૮ થી કેપ્ટન છે ધોની

ધોની ૨૦૦૮માં લીગની સ્થાપના બાદ થી ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન છે અને આ તેમની છેલ્લી આઇપીએલ હોઈ શકે છે. તેઓ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુકેલ છે. ગાવસ્કરે કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજા પાછલા અમુક વર્ષોમાં એક ખેલાડીના રૂપમાં જે રીતે પરિપક્વ થયેલ છે, જે રીતે પોતાની રમત નાં સંદર્ભમાં તેમણે તાલમેલ સ્થાપિત કરેલ છે અને જે રીતે તેઓ મેચ ની પરિસ્થિતિ અનુસાર રમે છે, તે લાજવાબ છે.

આ ખેલાડીને કેપ્ટનશીપ મળશે, તો મને આશ્ચર્ય થશે નહીં : ગાવસ્કર

ગાવસ્કર દ્વારા આઇપીએલ નાં આધિકારિક પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો કોઈ મેચમાં એમએસ ધોની આરામ કરવાનો નિર્ણય કરે છે અને કેપ્ટનશીપ જાડેજાને સોંપવામાં આવે છે, તો મને જરા પણ આશ્ચર્ય થશે નહીં.

હાલમાં ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ

હાલની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ શનિવારનાં રોજ વાનખેડે સ્ટેડિયમમાં પાછલી વખતે ઉપવિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગાવસ્કરે સાથો સાથ કહ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સનાં ખિતાબ બચાવવાના અભિયાનમાં ઋતુરાજ ગાયકવાડ મહત્વની ભુમિકા નિભાવશે.