ધોની બાદ આ ખેલાડી બનવા માંગે છે ચેન્નાઈ સુપર કિંગ નો કેપ્ટન, પોતે જણાવી આ વાત

Posted by

ઇન્ડિયન પ્રીમિયર લીગના લઈને બધી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૯ સપ્ટેમ્બર થી બીજા સ્ટેજના મુકાબલા રમાડવામાં આવશે. પહેલી મેચ ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે હશે. મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપરકિંગ્સનાં કેપ્ટન છે. જો કે ધોનીને કારકિર્દી હવે છેલ્લા સ્ટેજ પર આવી ગયેલ છે. ધોની પહેલાથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યા છે. પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે આ ધોની ની છેલ્લી આઇપીએલ હોઈ શકે છે. તેવામાં બની શકે છે કે આવતી સીઝન માટે ચેન્નઈ સુપર કિંગને એક નવા કેપ્ટન ની જરૂરિયાત રહેશે. વળી ચેન્નઈ સુપર કિંગ નાં એક ખેલાડીએ ધોની બાદ ટીમના કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જાડેજાએ કોમેન્ટમાં આપ્યો આવો જવાબ

ચેન્નઈ સુપર કિંગ નાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ ધોની બાદ ટીમના ભાવિ કેપ્ટન બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. જાડેજાએ ઈચ્છા ટ્વિટર પર એક કોમેન્ટ દ્વારા જણાવી હતી. જોકે બાદમાં તેણે આ કૉમેન્ટને ડિલીટ કરી દીધી હતી. પરંતુ ફેન્સ દ્વારા જાડેજાની આ કોમેન્ટ નો સ્ક્રીનશોટ લઈ લેવામાં આવ્યો હતો,જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ છે.

સીએસકે આર્મી એ કર્યું હતું ટ્વીટ

હકીકતમાં ચેન્નઈ સુપર કિંગ નાં ટ્વિટર ફેણ પેજ સીએસકે ફેન આર્મી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટમાં તેમણે પૂછ્યું હતું કે, “તમે એમએસ ધોની બાદ કોને ચેન્નઈ સુપર કિંગનાં કેપ્ટન પસંદ કરશો?” તેના પર રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરી હતી. જાડેજાએ કોમેન્ટ કરતા નંબર 8 લખેલ હતું. જણાવી દઈએ કે આ જાડેજા ની જર્સી નો નંબર છે. તેવામાં તેમની આ કોમેન્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધોની બાદ તેઓ ચેન્નઈ સુપર કિંગ ની કમાન સંભાળી શકે છે.

બીજા સ્ટેજ માટે સીએસકે નું શેડ્યૂલ

બીજા સ્ટેજમાં ચેન્નઈ સુપર કિંગ ની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ સાથે થશે. વળી બીજી મેચ ૨૪ સપ્ટેમ્બર ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. ત્રીજી મેચ અબુ ધાબીમાં ૨૬ સપ્ટેમ્બરના રોજ કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે થશે. ચોથી મેચ ૩૦ સપ્ટેમ્બરના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે હશે. પાંચમો મુકાબલો ૨ ઓક્ટોબરના રોજ રાજસ્થાન રોયલ્સ સાથે અને છઠ્ઠી મેચ દિલ્હી કેપિટલ્સ ની સાથે ૪ ઓક્ટોબરનાં રોજ છે. ચેન્નઈ સુપર કિંગ ની છેલ્લી મેચ પંજાબ ની સાથે સાથે ઓક્ટોબરના રોજ દુબઈમાં હશે. પહેલા સ્ટેજની વાત કરવામાં આવે તો ચેન્નઇ સુપરકિંગ હાલમાં ૭ મેચ માંથી ૧૦ અંક પ્રાપ્ત કરીને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *