ધોની નાં પગ પકડીને બેસી ગયા રણવીર સિંહ, ચરણ સ્પર્શ કરીને બોલ્યા – “મોટાભાઇના ચરણો માં…”

Posted by

મહેન્દ્ર સિંહ ધોની આ ફક્ત એક નામ નથી, પરંતુ એક બ્રાન્ડ પણ છે. ભારતમાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે જે મહેન્દ્રસિંહ ધોનીને નહિ ઓળખતો હોય. ધોનીને લોકો ક્રિકેટની દુનિયાના ભગવાન પણ કહે છે. તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. લોકો ધોનીને ખુબ જ પસંદ કરે છે અને તેમને ઇજ્જત અને માન સન્માન આપે છે. ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા-મોટા સેલિબ્રિટી પણ ધોનીના ફેન છે. હવે બોલીવુડ એક્ટર અને દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહનું ઉદાહરણ જ લઈ લો.

રણવીર બોલીવુડમાં પોતાની શાનદાર એક્ટિંગ અને અજીબોગરીબ ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. વળી એક્ટિંગ સિવાય રણવીરની દિલચસ્પી સ્પોર્ટ્સમાં પણ છે. તેને ફુટટબોલ રમવાનો ખુબ જ શોખ છે. ધોનીને પણ ક્રિકેટ સિવાય ફુટબોલ રમવામાં વધારે દિલચસ્પી રહે છે. હાલમાં જ રણવીર સિંહ અને એમએસ ધોની એક સાથે ફુટબોલ રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રણવીર સિંહે ધોની માટે કંઈક એવું કર્યું જેનાથી તેને ફેન્સનું દિલ જીતી લીધું હતું.

હકીકતમાં રણવીર સાહેબ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ધોની સાથેની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં રણવીર સિંહ ધોનીના પગ પકડીને જમીન પર બેસેલ છે. વળી ધોની બેંચ પર બેસેલ છે. આ દરમિયાન રણવીર સિંહ ધોનીની આંખોમાં જુએ છે. આ દરમિયાન તેમનો એક હાથ ધોનીના પગમાં તો બીજો હાથ પોતાના દિલ પર હોય છે. વળી ધોની પણ રણબીરના આ અંદાજથી ઈમ્પ્રેસ થઈ ને તેને જોઈને ખુશ દેખાઇ રહ્યા છે.

આ ફોટોને શેર કરીને રણવીર સિંહે કેપ્શન માં લખ્યું છે કે, મોટા ભાઈના ચરણોમાં હંમેશા… મારી જાન.” ધોની અને રણવીરની વધુ એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલી છે. તેમાં રણવીર અને ધોની કેમેરા તરફ જોઈને હસી રહ્યા છે. ફેન્સને ધોની અને રણવીરની જોડી ખુબ જ પસંદ આવી રહી છે. લોકો આ તસ્વીર ઉપર ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે. આ બધી તસ્વીરો એક ફુટબોલ ગ્રાઉન્ડની છે, જ્યાં અમુક સેલિબ્રિટી એક ફુટબોલ મેચ રમવા આવેલા હતા. તેમાં રણવીર અને ધોનીની ટીમ જીતી પણ ગઈ છે.

આ ફુટબોલ મેચ સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ વીડિયોમાં ધોની અને રણવીર સિવાય સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પણ જોવા મળી રહ્યો છે. જોકે તેણે બીજા રંગનું ટીશર્ટ પહેર્યું છે, મતલબ કે તે બીજી ટીમ તરફથી રમી રહ્યો છે. વીડિયોમાં રણવીર અને ધોની પોતાની ટીમના લોકોથી ઘેરાયેલા છે અને જીત મળ્યા બાદ એકબીજાને ગળે પણ મળી રહ્યા છે. તમે આ વીડિયોને અહીં જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણવીર અને ધોનીની જોડી જોઈને અમુક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે આ બંનેએ એક સાથે ફિલ્મમાં પણ કામ કરવું જોઈએ. વર્ગફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહ ખુબ જ જલ્દી “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” ફિલ્મમાં જોવા મળશે. તેમાં તેની ઓપોઝિટ આલિયા ભટ્ટ હશે. વળી ફિલ્મમાં વર્ષો બાદ દર્શકોને ધર્મેન્દ્રને જયાપ્રદા ની જોડી પણ એકસાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *