ધ્યાન આપો : વેક્સિન લગાવ્યા બાદ થાક અને કમજોરી લાગી રહી છે, તો આ ૪ ચીજોનું સેવન કરવાથી મળશે ફાયદો

Posted by

કોરોના વાયરસ સામે આવ્યા બાદ લગભગ એક વર્ષની અંદર જ ભારતે આ વાઇરસને હરાવવા માટે વેક્સિન બનાવીને તૈયાર કરી લીધી હતી. જ્યારે હાલના સમયમાં દેશભરમાં કોરોના વાયરસનાં કહરને સમાપ્ત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો પણ ઘણા ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા છે. જોકે થોડા લોકોના મનમાં હજુ પણ વેક્સિનને લઈને ભ્રમ છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે વિશેષજ્ઞ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે વેક્સિન સંપુર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. એટલા માટે તમારો ક્રમ આવવા પર વેક્સિન જરૂર લગાવો.

વળી જે લોકો રસીકરણ કરાવી રહ્યા છે, તેમના માં ઘણી પ્રકારની સાઈડ ઈફેક્ટ એટલે કે દુષ્પ્રભાવ જોવા મળી રહ્યા છે. તેમાં માથાનો દુખાવો, ઇન્જેક્શન વાળી જગ્યા પર દુખાવો થવો, થકાન, શરીરમાં કમજોરી આવી જવી વસ્તુ સામેલ છે. તેવામાં આ દુષ્પ્રભાવમાં  આરામ મેળવવા માટે તમારે તમારા ખોરાકમાં થોડી વસ્તુને ઉમેરવાની રહેશે. તો ચાલો જાણીએ કે એ વસ્તુઓ વિશે જેને ખાઈને તમને ફાયદો મળી શકે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

આપણા શરીર માટે હંમેશા જ લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, ફોલેત, પ્રોવિટામિન, એક કૈરોટનોયડ્સ, મેન્ગેનીઝ અને વધારાનાં આહાર ફાયબર જેવા પોષક તત્વ મળી આવે છે. લીલા શાકભાજીમાં રહેલા પોષક તત્વ વ્યક્તિના ચયાપચયને જાળવી રાખવામાં મદદ કરે છે. જેનાથી વ્યક્તિને થાક ઓછો અનુભવ થાય છે. એટલા માટે વેક્સિન લગાવ્યા બાદ તેનું સેવન કરવું લાભકારી માનવામાં આવે છે.

આદુ

આદુમાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા હોય છે. તેમાં મળી આવતા એમિનો એસિડ અને ઘણા મહત્વપૂર્ણ એંઝાયમન મગજને શાંત કરવામાં, તણાવ દુર કરવામાં અને સોજો ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે. જો તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો અને સાથે જ આદુને તમારા ખોરાકમાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. તેનાથી તમને સાઈડ ઈફેક્ટમાં આરામ મળી શકે છે.

પાણીથી ભરપુર ખાદ્ય પદાર્થ

જ્યારે તમે કોરોના વેક્સિન લગાવો છો તો ત્યારબાદ જરૂરી છે કે તમે સંપુર્ણ રીતે હાઇડ્રેટ રહો અને તેમાં તમારી મદદ તે ખાદ્ય પદાર્થ કરી શકે છે જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે તરબૂચ, શક્કરતેટી, કાકડી, આલુ અને સંતરાનું સેવન કરી શકો છો. જેમાં પાણીની વધારે માત્રા હોય છે. જે તમને તાજા રાખવાની સાથે ભરપુર પોષણ પણ આપશે.

હળદર

ભારતીય કિચનમાં હળદર સરળતાથી મળી આવે છે. હળદર એક એન્ટી બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એનાલજેસિક, એન્ટીવાયરલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. હળદરમાં મળી આવતા કાક્યુમીન અને એસેન્સ ઓઇલ ઘણા લાભકારી હોય છે અને આ ઘટક આપણા શરીર માટે ખુબ જ જરૂરી પણ હોય છે. એટલા માટે તમે હળદરનું સેવન કરી શકો છો. તમે હળદરવાળું દુધ પણ પી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *