ડાયાબિટીસનાં દર્દીઓએ દરરોજ ચાવવા જોઈએ આ પાન, ૮ દિવસમાં કંટ્રોલ થવા લાગશે ડાયાબિટીસ

ડાયાબિટીસથી આજે દુનિયાભરમાં કરોડો લોકો પ્રભાવિત છે અને તેની સાથે જ સામાન્ય જીવન જીવવા માટે યોગ્ય પ્રબંધન ની પણ આવશ્યકતા છે. ડાયાબિટીસ આહારને સમજવાનો એક કઠિન વિષય બની શકે છે. તમારે પોતાના આહારમાં એવા ખાદ્ય પદાર્થોને સામેલ કરવાની આવશ્યકતા છે, જેના પરિણામ સ્વરૂપ લોહીમાં સુગરનાં સ્તરમાં કોઇ મોટો ઉતાર-ચડાવ ન થાય. એવા ખાદ્ય પદાર્થ જે લોહીમાં સુગરના સ્તરને ઓછું રાખી શકે છે. તેને આહારમાં એક સારો વિકલ્પ માનવામાં આવે છે. ડાયાબીટીસ માટે એક એવો ઉપાય છે, જે ડાયાબિટીસ ને નિયંત્રિત કરી શકે છે અને લોહીમાં સુગરનાં સ્તરને ઓછું રાખી શકે છે.

આંબા નાં પાન માં એવા ગુણ હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ માં રાખવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસ ને નિયંત્રિત કરીને તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. આંબા નાં પાન સુગરનાં સ્તરને જાળવી રાખવામાં મહત્વપુર્ણ યોગદાન આપી શકે છે. વિભિન્ન અધ્યયનો પરથી જાણવા મળ્યું છે કે આંબા નાં પાન સુગરનાં સ્તરને ઘટાડીને ડાયાબિટીસ નાં સંચાલનમાં મહત્વનો ફાળો આપે છે. જોકે આ બાબતને પ્રમાણિત કરવા માટે હજુ વધારે શોધ ની આવશ્યકતા છે કે આંબાનાં પાન કેટલા વધારે ફાયદાકારક છે.

ડાયાબીટીસ માટે આંબાનાં પાન

આંબાના પાન માં એન્ઝાઈમ ગ્લુકોસિડેજ ને બાધિત કરવાની ક્ષમતા હોય છે, જે આંતરડામાં કાર્બોહાઈડ્રેટ ચયાપચય ને ઓછું કરવામાં મદદ કરે છે અને એટલા માટે લોહીમાં સુગરનું સ્તર ઓછું રહે છે. ડોક્ટર મહેશ કહે છે કે, “આંબાનાં પાન નાં અર્કની યોગ્ય માત્રા જાણવા માટે વધારે શોધ ની આવશ્યકતા છે.”

આંબાના પાન માં ઇન્સ્યુલીન ઉત્પાદન અને ગ્લુકોઝના વિતરણ માં સુધારો કરવાની ક્ષમતા હોય છે. તે શરીરમાં સુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે. આંબાનાં પાન પેક્ટિન, વિટામિન-સી અને ફાઈબરથી ભરપુર હોય છે. સાથોસાથ તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બંને માટે ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આંબા નાં પાનનો ઉપયોગ કેવી રીતે કરવો?

ડાયાબીટીસ માટે આંબાનાં પાનનો ઉપયોગ કરવા માટે તમારે એક ખુબ જ સરળ વિધિનું પાલન કરવાનું રહેશે. તમારે બસ એટલું કરવાનું છે કે આંબાના ૧૦-૧૫ પાન લો અને તેને પાણીમાં યોગ્ય રીતે ઉકાળી લો. પાનને યોગ્ય રીતે ઉકાળી લીધા બાદ આખી રાત તેને વાસણમાં છોડી દો. ત્યારબાદ સવારે પાણીને ગાળી લેવું અને ભુખ્યા પેટે તેનું સેવન કરવું. આ પાણીનું દરરોજ સવારે અમુક મહિના સુધી નિયમિત રૂપથી સેવન કરવાથી ડાયાબિટીસ નાં સ્તરમાં જાદુઈ પ્રભાવ પડે છે.