ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે આ ફુલ, ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો આયુર્વેદી રામબાણ નુસ્ખો

શું તમે “પનીરનાં ફુલ” વિશે સાંભળ્યું છે? એને પનીરનાં ડોડા પણ કહેવાય છે. આ તે  પનીર નથી, જે દુધથી બનાવવામાં આવે. પરંતુ આ પનીર એક જાતનો છોડ છે. જેના ફુલમાં ચમત્કારી ઔષધીય ગુણ મળી આવે છે. આ પનીરનાં ફુલ ડાયાબિટીસનાં દર્દીઓ માટે સૌથી અસરકારક આયુર્વેદિક ઈલાજ છે. ડાયાબિટીસ આજે એક એવી બીમારી બની ચુકી છે, જેનાથી દુનિયાનાં સૌથી વધારે લોકો પરેશાન છે. ડાયાબીટિસ હોવા પર વ્યક્તિના લોહીમાં સુગરની માત્રા વધવાથી તેને ઘણી જાતની મુશ્કેલીઓ થવા લાગે છે. પરંતુ પનીરનાં ફુલ નાં પ્રયોગથી લોહીમાં રહેલું ગ્લુકોઝ (બ્લડ શુગર) સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરવા સિવાય પણ અન્ય બીમારીઓ માટે પણ ફાયદાકારક હોય છે. આ ફુલ ઊંઘ ન આવવાની સમસ્યા, અસ્થમા અને મુત્રવર્ધક હોય છે. આવો તમને  જણાવીએ પનીરનાં ફુલ નાં ફાયદા અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં તેના ઉપયોગની સાચી  રીત.

ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરે છે પનીરનાં ફુલ?

પનીરનાં ફુલ ટાઇપ-2 ડાયાબિટીસનાં દર્દીઓ માટે અસરકારક ઈલાજ છે. મતલબ પનીરનાં ફુલનું સેવન કરવાથી શરીર ઇન્શુલીનનો સારો ઉપયોગ કરી શકે છે. જેના કારણે બ્લડમાં શુગરની મળવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આ સિવાય પનીરનાં ફુલ તમારા પૈંક્રિયાઝ ને સ્વસ્થ રાખે છે. પૈંક્રિયાઝ એ અંગ જે ઇન્સ્યુલિન હોર્મોન બનાવે છે. આ ફુલનો દરરોજ ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓ પોતાનું બ્લડ શુગર કંટ્રોલમાં રાખી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

ક્યાં મળશે પનીરનાં ફુલ?

સામાન્ય રીતે પનીરનાં ફુલ આયુર્વેદિક ઔષધિઓ અને જડીબુટ્ટીની દુકાનમાં સરળતાથી મળી જાય છે. આ સિવાય આજકાલ ઓનલાઇન સ્ટોર પણ આ ફુલો ઉપલબ્ધ છે અને અહીંથી પણ મંગાવી શકાય છે. તમે આ પનીરનું ફુલ કે પનીર ડોડીનાં નામથી ખરીદી શકો છો. એ નાના મહુવા જેવા ફુલ હોય છે, જેનો સ્વાદ ખાવામાં મીઠો હોય છે.

કેવી રીતે કરવો પનીરનાં ફુલનો ઉપયોગ

પનીરનાં ફુલનો ઉપયોગ ઘણો સરળ છે. તેના માટે પનીરનાં ફુલ ૭-૮ ફુલ (ડોડા) ને રાતે કોઈ કાચના ગ્લાસમાં પાણી ભરીને પલાળી દો. ધ્યાન રાખો કે કાચનો ગ્લાસ કે કોઈ અન્ય વાસણોનો જ ઉપયોગ કરો. આખી રાત આ ફુલને પાણીમાં પલાળી દો. સવારે ઉઠ્યા બાદ પનીરનાં ફુલને ચારણી ની મદદ થી ગાળી લો અને એના પાણીને નરણાં કોઠે પીવો. એ પણ ધ્યાન રાખો કે પનીર ડોડાનું પાણી પીઢ બાદ એક કલાક સુધી તમારે કંઈ પણ ખાવાનું નથી. કલાક બાદ જ તમે બ્રેકફાસ્ટ કરો.

ડાયાબિટીસને કંટ્રોલ કરવાના અન્ય ટિપ્સ

  • કોઈપણ દવા કે નુસખાથી ડાયાબિટીસને થોડી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ એને પુરી રીતે સારી સારું કરી શકાતું નથી. એટલા માટે તમારે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે થોડી અન્ય વાતો પર પણ ધ્યાન રાખવું જોઈએ.
  • તમારા વજનને કંટ્રોલમાં રાખો કારણ કે સ્થુળતા ડાયાબિટીસને સારું થવાથી રોકે છે.
  • બ્લડ શુગરને વધવાથી રોકવા માટે તમે મીઠી વસ્તુઓથી એકદમ દુર રહો અને તેનું સેવન કરવું નહીં.
  • દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલો અને હલકી ફુલકી એક્સરસાઇઝ કરો. એનાથી શરીર ગ્લુકોઝનો ઉપયોગ એનર્જી તરીકે કરી લે છે. જેનાથી બ્લડશુગર વધતુ નથી.
  • તમારા બ્લડશુગર પર નજર રાખો અને કોઈપણ જાતની મુશ્કેલી થવા પર ડોક્ટરને મળો.
  • ઘરેલુ નુસ્ખા તમને બ્લડ શુગરના કંટ્રોલ કરવામાં થોડો સમય લાગે છે. એટલા માટે ઇમરજન્સી સ્થિતીમાં એની જગ્યાએ એલોપેથિક દવાઓ અને ડોક્ટરની બતાવેલી સલાહ લો.