ડાયાબીટીસનો સચોટ ઇલાજ : દર્દીઓ પર અજમાવેલો હાથવગો ઉપાય

સુરત : ડાયાબીટીસ ‘ રાજરોગ’ની કક્ષામાં આવી ગયો છે. અગાઉ ટીબી એટલે રાજરોગ એવું કહેવાતું પરંતુ હવે ડાયાબીટીસ એ કક્ષાએ પહોંચી ગયો છે. રોગી જીવે ત્યાં સુધી દવા લીધાં કરે… પરંતુ અમુક દવા તાસીરને અનુકૂળ આવી ગઈ તો કદાચ રોગીનો બેડોપાર થઈ પણ જાય ખરો. આજે ડાયાબીટીસની એક એવી દવાની વાત કરવી છે જે અનુભવ આધારિત નુસખો છે. આ દવા કેટલો સમય લેવી એ રોગીની તાસીર ઉપર છે. કોઇને વહેલો કે કોઈને મોડો ફાયદો થઈ શકે છે. પરંતુ દવાથી કોઈને નુકશાન થશે નહીં. આમ છતાં અનુભવી વૈદ્યની દેખરેખ હેઠળ દવાનું સેવન કરીએ તો વધું સારું…

આ દવા વિશે ઘણાં લોકો પુછપરછ કરતા હોય છે. પરંતુ આ દવાની લગભગ કોઈ આડઅસર હશે નહીં એવું લાગે છે.

ડાયાબીટીસની દવા જીંદગીભર લેવીજ પડે એવી માન્યતા છે. ઘણાં લોકો અમુક દવાથી ડાયાબીટીસ મટી જશે એવો દાવો કરતાં હોય છે. પણ અજમાઇશ કર્યા બાદ ફાયદો થતો નથી એથી દર્દી હતાશ થઇ જાય છે.

આ દેશી દવા મારાં એક મિત્રે તેમનાં સંબંધીઓ ઉપર અજમાવી જોઇ છે. તમામને એનાથી ઘણો ફાયદો થયો છે. હાલ એ દર્દીઓએ બીજી ચાલું દવા બિલકુલ બંધ કરીને બિન્દાસ ગળપણ લ્યે છે. તો પણ  ડાયાબીટીસનો રિપોર્ટ નોર્મલ આવે છે. તમે પણ આ નિર્દોષ દવા અજમાવી શકો છો.

દેશી દવાની દુકાને પનીરનાં ફુલ વેંચાય છે. તે સો ગ્રામ લાવી એમાંથી 7 થી 8 ફુલ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે તે પાણી ધીમી આંચે ઉકળવા દેવું. જયારે અર્ધો ગ્લાસ પાણી બાકી રહે ત્યારે ગેસ ઉપરથી નીચે ઉતારી તે સહેજ ગરમ પાણી પી જવું. આ પ્રયોગ નિર્દોષ છે. પનીરનાં ફુલ સો ગ્રામની કિંમત અંદાજે ચાલીસ થી પચાસ રૂપિયા હશે. આપનાં સગા-સંબંધી-મિત્રોને આ પોસ્ટ શેયર કરવાનું ચુકશો નહીં.

લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)