દીકરી અને વહુને “ઘર ની લક્ષ્મી” શા માટે કહેવામાં આવે છે, કારણ ફક્ત ધાર્મિક નથી પરંતુ તેમાં ૧૦૦% લૉજિક પણ છે

દીકરી તો ઘરની લક્ષ્મી હોય છે. ઘરમાં નવી વહુનું આવવું લક્ષ્મીનાં આવવા બરાબર હોય છે. આ પ્રકારની લાઈન તમે ઘણીવાર સાંભળી હશે. એવામાં શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આખરે એ કયું કારણ હોય છે, જેના કારણે દીકરી અને વહુને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. હવે તેની પાછળ બે કારણ છે. પહેલું કારણ તો ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલું છે. જેમકે તમે બધા જાણો છો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. અહીં દીકરી અને વહુની તુલના લક્ષ્મી સાથે કરવાનું તાત્પર્ય એ છે કે એમના કારણે ઘરમાં લક્ષ્મી એટલે કે ધન આવે છે. હવે આ તો થયું ધાર્મિક કારણ. પરંતુ શું તમે જાણો છો કે આ વાત રિયલ લાઇફમાં પુરા લોજિક સાથે એપ્લાય થાય છે.

મતલબ કે ઘરમાં જ્યારે દીકરી કે વહુ હોય છે તો ઘરની પ્રગતિ ઉપર પ્રગતિ થવા લાગે છે. જ્યારે ઘરમાં તે બંને ન હોય તો ઘરની બરબાદી શરૂ થઈ જાય છે, ખાસ કરીને જ્યારે ઘરમાં દીકરી અને વહુ  હોવા છતાં એમને માન સન્માન આપવામાં નથી આવતું. તો ચાલો આ વાતને તમને પુરા લોજિક સાથે સમજાવીએ.

દીકરીને લક્ષ્મી કહેવાના કારણ

જ્યારે ઘરમાં દીકરી હોય છે તો ઘર અને એમાં રહેવાવાળા લોકોની કાળજી પણ વધારે થાય છે. દીકરી પોતાના પિતા અને ભાઈનું ઘણું ધ્યાન રાખે છે. એમના સુખ-દુઃખમાં સાથ નિભાવે છે. દીકરીનો સ્નેહ દિમાગ પર એક પોઝિટિવ અસર કરે છે. એમને હસતા જોઈ તમારો મુડ સકારાત્મક થઈ જાય છે. આ બધી વસ્તુ ઘરના કામકાજી લોકોને વધારે ફોકસ રહેવામાં અને મહેનત કરવામાં હેલ્પ કરે છે. એનાથી તેઓ વધારે મન લગાવીને કામ કરે છે. આ રીતે તેમની પ્રગતિ થાય છે અને તેઓ વધારે પૈસા (લક્ષ્મી) ઘર લાવે છે. આ સાથે જ દીકરીનાં લગ્નની ચિંતાને કારણે માતા બચત કરવા લાગે છે. બાપ પૈસા કમાવાની કોશિશ કરે છે. આવી રીતે લોજીક પ્રમાણે પણ દીકરી ઘરમાં લક્ષ્મી જ લાવે છે.

વહુને લક્ષ્મી કહેવાનું કારણ

ઘરની વહુ તમારા પરિવારની ઉન્નતિનો રસ્તો બતાવે છે. એમના આવ્યા બાદ પરિવાર વધારે પ્રગતિ કરવા વિશે વિચારે છે. તે મોટું મકાન બનાવવાનું પ્લાનિંગ કરે છે. ઘરમાં સ્ટાન્ડર્ડ સુધારવાની કોશિશ પણ કરે છે. વહુના આવવાથી ઘણા લોકો ટેન્શન ફ્રી પણ થઈ જાય છે. ખાસ કરીને ઘરનો દીકરો વધારે ખુશ રહે છે અને મન લગાવીને કામ કરે છે. જો વહુ પણ કમાવવા વાળી મળી જાય તો લક્ષ્મી વધારે આવવા લાગે છે. આ રીતે  દીકરી સમાન જ વહુ પણ પરિવારજનોનાં દિમાગ પર પોઝિટિવ અસર કરે છે. તે પોતાના પતિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

તો જેમ કે તમે જોયું કે દીકરી અને વહુ સાચા અર્થમાં લક્ષ્મી હોય છે. મતલબ કે માત્ર કહેવાની વાત નથી, એમાં યોગ્ય લોજીક પણ છે. એટલા માટે આ જાણકારી બીજા લોકો સાથે પણ શેર કરો. જેથી તે લોકો પણ દીકરી અને વહુનું મહત્વ સમજી શકે.