ટીવી ઇન્ડસ્ટ્રીની મશહુર એક્ટ્રેસ રહી ચુકેલી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની દીકરી શનેલ ઈરાનીએ ૯ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ લગ્ન કરી લીધા છે. તેમણે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા ની સાથે લગ્ન કરેલા છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે દીકરીના લગ્નમાં સ્મૃતિ ઈરાની ખુબ જ સુંદર દેખાઈ રહેલ હતા. લગ્ન સાથે જોડાયેલી અમુક તસ્વીરો વાયરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે શનેલ ઈરાની ઘણા લાંબા સમયથી અર્જુન ભલ્લાને ડેટ કરી રહી હતી. ત્યારબાદ તેમણે નાગોર જિલ્લામાં સ્થિત ખીમસર કિલ્લામાં સાત ફેરા લીધા હતા, જ્યાં પરિવાર સાથે જોડાયેલા ઘણા સદસ્ય સામેલ થયા હતા. હાલમાં જ દીકરી ના લગ્ન ની અમુક તસ્વીરો વાયરલ થઈ હતી, જેમાં સ્મૃતિ ઈરાની જોવા મળી રહેલ છે. તસ્વીરોમાં તેઓ લાલ કલરની સાડી પહેરીને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
આ દરમિયાન સ્મૃતિ ઈરાની લગ્નમાં લાઈમ લાઈટમાં રહ્યા હતા. તેમણે વાળમાં ફુલોનો ગજરો લગાવેલો હતો. સાથોસાથ ખુબ જ સ્ટાઇલિશ નેકલેસ પહેરેલો પણ જોવા મળ્યા હતા. તસ્વીરમાં સ્મૃતિ ઈરાની લાલ અને ગોલ્ડન કલરની સિલ્ક સાડી પહેરેલી હતી, જેમાં તેમની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
શનેલ ઈરાની ના લગ્ન નો સમારોહ બુધવાર અને બૃહસ્પતિ વાર ના રોજ જોધપુર ની નજીક નાગોર જિલ્લામાં સ્થિત ૧૬મી સદીના ખીમસર કિલ્લામાં થયેલો હતો, જેમાં પરિવારના સદસ્યો તથા નજીકના મિત્રો સામેલ થયા હતા. લગ્ન સમારોહ બુધવારના રોજ મહેંદી અને પીઠી લગાવવાના રીતિરિવાજની સાથે શરૂ થયો હતો અને રાતના ભોજનની સાથો સાથ સંગીત અને નૃત્યના કાર્યક્રમની સાથે સમાપ્ત થયો હતો.
એટલું જ નહીં પરંતુ સ્મૃતિ ઈરાની પોતાની દીકરીના લગ્નમાં ખુબ જ નાચેલા હતા. આ તસ્વીરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ડાન્સ કરતા નજર આવી રહેલ છે. ખીમસર કિલ્લાનાં સુત્રો અનુસાર મહેમાનોનું લિસ્ટ કિલા પ્રબંધનને પહેલાથી જ ઉપલબ્ધ કરવામાં આવેલ હતું. લગ્ન સમારોહમાં ફક્ત ૫૦ સભ્યોને આમંત્રણ આપવામાં આવેલ હતું, જેમાં પરિવારના સદસ્ય અને નજીકના લોકો જ સામેલ હતા.
જણાવી દઈએ કે શનેલ ઈરાની અને અર્જુન ભલાઈ વર્ષ ૨૦૨૧માં સગાઈ કરી લીધી હતી, જેની તસ્વીરો સ્મૃતિ ઈરાની એ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી હતી. જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની ના ભાવી જમાઈ અર્જુન ભલ્લા એનઆરઆઈ છે. તે એમબીએ ડિગ્રી હોલ્ડર છે અને હાલના દિવસોમાં કેનેડામાં રહે છે. અર્જુન ભલ્લા નાં પરિવારમાં તેમના માતા પિતાની સાથો સાથ એક નાનો ભાઈ છે. અર્જુન ભલ્લા એ પોતાના સ્કુલનો અભ્યાસ કેનેડા નાં સેન્ટર રોબોટ કેથોલિક હાઇસ્કુલમાં પુર્ણ કરેલ છે. જ્યારે તેમણે યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટર થી એલએલબી નો અભ્યાસ કરેલ છે.