પપ્પા જ્યારે ઓફિસે જવા નીકળતા હતા ત્યારે તેમની લાડકી દીકરી તેમની પાસે આજે જ એક્ટીવા લાવવા માટે જીદ પકડીને બેસી ગઈ. પપ્પાએ કહ્યું આજે ને આજે નહીં આવી શકું, હું મજબૂર છું. પરંતુ તેમની લાડકી દીકરી આ વાત નહોતી. દીકરી એ નારાજ થઈને પપ્પા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પપ્પા ઓફિસે ગયા. એ પણ બિચારા શું કરે. પપ્પા એ પોતાની દીકરી ને મનાવવા માટે ઓફિસથી ઘણા ફોન કર્યા, પરંતુ તેમની દીકરી ફોન ઉઠાવતી ન હતી. દીકરીની ચિંતામાં પપ્પાને મન સ્થિતિ બગડવા લાગી હતી અને તેમને છાતીમાં દુખાવો શરૂ થવા લાગ્યો. તેઓ તરત પોતાના બોસ પાસે ગયા અને એકટીવા લેવા માટે તાત્કાલિક લોન મંજુર કરાવી.
પછી એકટીવા શોરૂમ પર ગયા અને પોતાની દીકરીને ખુશ કરવા માટે એકટીવા ખરીદ્યું. પોતાની દીકરીને આ શુભ સમાચાર આપવા માટે તેમણે ફોન કર્યો પરંતુ દીકરી હજુ પણ નારાજ હતી એટલે ફોન ઉપાડ્યો નહી. પપ્પા ચિંતામાં બેસી રહ્યા અને તેમને છાતીમાં દર્દ વધવા લાગ્યું. એકટીવા તો તેમના ઘરે પહોંચી ગયો પરંતુ ખૂબ જ માનસિક તણાવને કારણે તેમને હૃદયનો હુમલો ઓફિસ પર જ આવી ગયો.
આ તરફ ઘર પર એકટીવા જોઈને દીકરી તો ખુશ થઈ ગઈ પરંતુ તેને એકટીવા સાથે તેના પપ્પા ક્યાંય ના દેખાયા. બસ તેને ફક્ત ત્યાં એક એમ્બ્યુલન્સ દેખાય. બધા જ લોકો પરેશાન થઈ ગયા હતા, બધાના મનમાં એક જ સવાલ હતો કે એમ્બ્યુલન્સમાં છે કોણ? મૃત શરીર એમ્બ્યુલન્સ માંથી બહાર લાવવામાં આવ્યું.
દીકરીએ જ્યારે આ મૃત શરીર જોયું ત્યારે તે ડઘાઈ ગઈ. આ મૃત શરીર બીજા કોઈનું નહીં પરંતુ તેના પપ્પાનું જ હતું. તેમના ઓફિસના સાથે કર્મચારીઓએ જણાવ્યું કે, આજે સવારથી તેઓ ખૂબ જ માનસિક તાણમાં હતા. પોતાની દીકરી માટે એકટીવા લેવા માટે તાત્કાલિક લોન પણ લઈ લીધી અને એક્ટીવા નોંધાવી દીધું. પછી આ ખુશી સમાચાર આપવા માટે પોતાની દીકરીને ફોન કર્યો પરંતુ દીકરી નારાજ હતી એટલા માટે તેણે ફોન ઉપાડ્યો નહી. જેના લીધે તેઓ ખૂબ જ માનસિક તણાવમાં આવી ગયા અને અસ્વસ્થ થઈ ગયા. પોતાની દીકરી ને ખુબ જ પ્રેમ કરતા હતા અને દીકરીએ જ્યારે તેમનો ફોન ના ઉપાડ્યો ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા અને છાતીમાં દર્દ વધવા લાગ્યું અને થોડા સમયમાં જ તેઓ ઓફિસમાં ઢળી પડ્યા.
તે સમયે તે દીકરી ની શું હાલત થઇ હશે તેનો વિચાર પણ ન કરી શકીએ. તે ખુબ જ રડી રહી હતી. પોતાની ખરી ભૂલનો તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ હવે કશું જ બદલી શકાય તેમ ન હતું. માફ કરી દો, પપ્પા. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મને જાણ નહોતી કે તમે મને આટલો પ્રેમ કરો છો. જો દીકરીએ તેમનો ફોન ઉપાડ્યો હોત તો આજે તેના પિતા જીવતા હોત.
દરેક બાળકોને (દીકરો હોય કે દીકરી) ખૂબ જ નમ્રતાથી અરજ કરવામાં આવે છે કે પોતાના પપ્પાની આવક, ઘરની પરિસ્થિતિ અને ઘરની જરૂરિયાતો ખાસ ધ્યાન રાખવું. પોતાના પપ્પા પાસે તમે જે કોઇ પણ વસ્તુ માંગી રહ્યા છો તે આપવા માટે તેઓ સક્ષમ છે કે નહીં? જો નહિ, તો પછી થોડા સમય માટે ધીરજ રાખવી. કોઈપણ પિતા પોતાના બાળકોની માંગણીની ક્યારેય અવગણના કરતા નથી.
આ આર્ટિકલ નું મહત્વ સમજાય તો અન્ય ગ્રુપમાં શેયર કરવાનું ચુંકશો નહિ. કોઈની વ્યક્તિની આંખો ખુલી જશે તો તમને આંગળી ચીંધવાનું પુણ્ય જરૂરથી મળશે. ધન્યવાદ.