નોરા ફતેહી આજે બોલિવૂડમાં ખૂબ જ જાણીતું નામ છે. તે કેનેડિયન મૂળની અભિનેત્રી છે. બિગ બોસમાં એન્ટ્રી કર્યા બાદ નોરા વધારે ચર્ચામાં આવી ગઇ હતી. બોલિવૂડમાં આજે નોરા ફતેહી પોતાના એક અલગ અંદાજ માટે ઓળખવામાં આવે છે. તે પોતાનાં બહેતરીન ડાન્સ માટે મશહૂર છે. તેમણે “દિલબર દિલબર” ની સાથે “સાકી સાકી” ગીતના રિમેકમાં જોવા માં આવેલ છે. થોડા સમયમાં જ તેણે બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું છે.
પુરાને હાર્ડી સંધુ ના મ્યુઝિક આલ્બમ “કયા બાત હૈ” થી જબરજસ્ત ઓળખ પ્રાપ્ત મળી હતી. ત્યારબાદ થી તેઓ પાસે આઈટમ નંબર્સ ની લાઇન લાગી ગઇ હતી. તેમણે ત્યાર બાદ એક થી એક ચડિયાતા સુપરહિટ ડાન્સ નંબર્સ આપ્યા. તેના કારણે નોરા ફતેહી આજે લખો પ્રશંસકોના દિલો પર રાજ કરી રહી છે.
નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. તે ઘણી વખત એવા મજેદાર વિડિયો શેયર કરે છે, જેને જોઈને ફેન્સ હસી-હસીને લોટપોટ થઇ જાય છે. તેવામાં નોરાએ ફરી એક વખત પોતાની પોસ્ટ થી બધાને હેરાન કરી દીધા છે. આ પોસ્ટ બાદ લાઇમલાઇટમાં આવી ગઈ છે.
નોરા ને મળી ગયો “પાર્ટનર”
સુંદર નોરા ના તો વળી લાખો દિવાના છે, પરંતુ ઘણા ફેન્સ તેમને લગ્ન માટે પ્રપોઝ કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે એક લગ્નના પ્રપોઝલ વિશે નોરાએ જાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું. યુવાન અને વૃદ્ધ લોકો તો નોરા ના દિવાના છે જ, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બાળકોની વચ્ચે પણ તે ખૂબ જ ફેમસ છે. એટલે જ તો એક નાના બાળકે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બાળકના આ ક્યૂટ લગ્ન પ્રપોઝલને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરેલ છે.
#NoraFatehi का नन्हा फैन….@Norafatehistar @norafatehi_arab @Norafatehi_love pic.twitter.com/P1aEGzbv74
— The Wolf Newz (@thewolfnewz) July 21, 2020
ફેન્સને નોરાની આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ અલગ અલગ પ્રકારની પ્રક્રિયા આપી રહ્યા છે. બાળકનો વિડીયો શેયર કરતા નોરાએ મજાક ભર્યા અંદાજમાં લખ્યું છે કે, “મિત્રો મને મારો પતિ મળી ગયો છે, અમે લગ્ન કરવાના છીએ.” સોશિયલ મીડિયા પર લોકો નોરાની આ પોસ્ટ બાદથી લોકો તેને ચિડવી રહ્યા છે. આ પહેલા નવરા પોતાના ફોલોવર્સ લઈને ચર્ચામાં આવી હતી. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેમના દોઢ કરોડ ફોલોવર્સ થઈ ગયા છે.
ખુશી વ્યક્ત કરતા બનાવ્યો વીડિયો
દોઢ કરોડ ફોલોઅર્સ થવા પર નોરાએ એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે પોતાના ફેન્સને ધન્યવાદ કરતી નજર આવી રહી હતી. સાથે આ વીડિયોમાં નોરાએ પોતાના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા હતા. વીડિયોને શેયર કરતા નોરાએ એક પોસ્ટ પણ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે, “મારી જિંદગીને બદલી ને રાખનાર આ વિડીયોની સાથે ૧.૪ કરોડ લોકો થવાની ઉજણાવી કરી રહી છું. બેંગ્લોરમાં વર્ષ ૨૦૧૮માં મે મિસ ઈન્ડિયા એવોર્ડ દરમિયાન સોલો પરફોર્મન્સ કર્યું હતું. આ વિડીયોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો અને મને દિલબર સોંગ મળ્યું.”
નોરા ફતેહી ના વર્કફન્ટ ની વાત કરવામાં આવે તો તેમણે હાલમાં જ સ્ટ્રીટ ડાન્સર 3D માં જોવામાં આવેલ છે. શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન ની સાથે આ ફિલ્મમાં તે નજર આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવા વાળી નોરા ફતેહી ને સ્ટ્રીટ ડાન્સર 3D માં ખુબ જ પસંદ કરવામાં આવેલ હતી.