દિલીપ કુમારની પૌત્રીની સુંદરતા આગળ મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેઇલ થઈ જાય છે, સુંદર તસ્વીરો જોઈને મન મોહી જશે

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને વળી કોણ નથી ઓળખતું. તે ભારતીય સિનેમામાં ટ્રેજડી કિંગનાં નામથી જાણીતા છે. તે એક મહાન લોકપ્રિય અભિનેતા છે. તે પોતાની શાનદાર એક્ટિંગથી બધાનાં દિલને સ્પર્શ કરી લે છે. જેનાં કારણે દિલીપ કુમારને ટ્રેજેડી કિંગ કહેવામાં આવે છે. દિલીપકુમાર એક એવા પ્રતિષ્ઠિત અભિનેતા છે, જેમણે હિન્દી સિનેમા જગતમાં પાંચ દશકની લાંબી ઈનિંગ રમી છે. દિલીપ કુમારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ૧૯૪૦માં એન્ટ્રી કરી હતી અને એ સમયે તે એક સારા એક્ટર હતા.

આપણે બધા લોકો દિલીપ કુમારનાં અભિનયથી સારી રીતે વાકેફ છીએ. કદાચ ભાગ્યે જ એવો વ્યક્તિ હશે જે એમની એક્ટિંગને ભુલી શક્યો હશે. આજે અમે તમને અમારા આ આર્ટિક્લનાં માધ્યમથી દિલીપ કુમારની પૌત્રી સાયશા સહગલ વિશે જણાવવાના છીએ.

સાયશા સહગલનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૯૭માં મુંબઈમાં થયો હતો. તેણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ “શિવાય” થી પોતાના પગલાં રાખ્યા હતા. તમને જણાવી દઈએ કે સાયશા સહગલ બોલીવુડની જાણીતી અભિનેત્રી શાહિન બાનો ની દીકરી અને સાયરા બાનો ની પૌત્રી છે. શાહીન જાણીતી અભિનેત્રી સાયરા બાનો ની ભત્રીજી છે. વળી શાહીન ની બોલીવુડ કારકિર્દી કંઈ ખાસ અહી નહીં. થોડી ફિલ્મોમાં જ તે નજર આવી હતી. શાહીને પોતાના કારકિર્દીની શરૂઆત ફિલ્મ “મિલન રાત” થી કરી હતી. પરંતુ તેની બોલીવુડ કારકિર્દી વધારે સમય સુધી ચાલી શકી નહીં.

તમને જણાવી દઈએ કે સાયશાને બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં દિગ્ગજ કલાકાર અજય દેવગને લોન્ચ કરી હતી. ૨૮ ઓક્ટોબર, ૨૦૧૬માં દિવાળીનાં અવસર પર “શિવાય” પરદા પર આવી હતી. આ ફિલ્મને આજ સુધી લોકો ઘણી પસંદ કરે છે. જો આપણે સાયશા નાં અભ્યાસની વાત કરીએ તો પાંચમી ધોરણ સુધી ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો છે અને ૧૨મું ધોરણ મુંબઈની એક સ્કુલ થી પાસ કર્યું છે.

સાયશા સહગલનાં પિતા સુમિત સહગલ અને માં શાહીન બાનો નાં વર્ષ ૨૦૦૦માં છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સાયશા નાં પિતા સુમિત સહગલે બોલીવુડ અભિનેત્રી ફરાહ નાજ સાથે લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે સાયશા ને મ્યુઝિક અને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે અને તે એક ટ્રેઇન ડાન્સર પણ છે. તેમણે લંડન થી ડાન્સની ટ્રેનીંગ પ્રાપ્ત કરેલી છે અને સૌથી મોટી વાત એ છે કે માત્ર ૧૦ વર્ષની ઉંમરમાં જ સાયશાએ લંડનમાં  લેટિન અમેરિકન સ્ટાઇલ ડાંસ શીખવાનો આરંભ કરી દીધો હતો.

વળી સાયશા સહગલે જયમ રવિ સાથે ફિલ્મ “વનગમન” થી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ કંઇ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. પછી તેણે ૨૦૧૫માં અખિલ ફિલ્મને તેલુગુમાં કરી હતી. સાયશા સાયગલ ને બોલીવુડમાં સૌથી મોટો બ્રેક વર્ષ ૨૦૧૬માં અજય દેવગનની ફિલ્મ “શિવાય” થી મળ્યો. સાયશા હાલમાં એક એનિમેશન ફિલ્મમાં કામ કરી રહી છે, જે વ્હેલ ફિલ્મ અને પ્રભુદેવા સ્ટુડિયોનાં સહયોગથી બનાવવામાં આવી છે. આ ફિલ્મની શુટિંગનું નામ “કિજાકુ આફ્રિકનવિલ રાજુ” રાખવામાં આવ્યું છે. જે એમજીઆર નાં “ઉલગામ સુત્ટ્રમ વલીબન” બીજો ભાગ છે.

તમને જણાવી દઈએ કે સાયશા એ તમિલ સ્ટાર આર્યા સાથે લગ્ન કર્યા છે. જે એક જાણીતા અભિનેતા છે. સાયશા ઇન્ટરનેટ પર ઘણી સક્રિય રહે છે અને તે પોતાની ફોટો ફેન સાથે શેર કરતી રહે છે. વળી સાયશા દેખાવમાં ઘણી સુંદર છે. તે સુંદરતાનાં વિષયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટામાં મોટી અભિનેત્રીને ટક્કર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *