અર્જેન્ટીના માં મળ્યા ડાયનાસોર નાં ૧૦૦ થી વધારે ઈંડા, શું ધરતી પર ફરીથી “રાજ” કરશે દૈત્યાકાર જીવ?

Posted by

ધરતી પર આજથી કરોડો વર્ષ પહેલા વિશાળકાય ડાયનાસોર રાજ કરતા હતા. પરંતુ એક એસ્ટેરોઇડ ની ટક્કર બાદ આ જીવન ખતમ થઈ ગયું. હવે લેટિન અમેરિકા દેશ અર્જેન્ટીના માં ડાયનોસોરના સૌથી વધારે ઈંડા મળ્યા છે. આ પ્રાચીન ઈંડા અર્જેન્ટીના ડાયનોસોરનાં એક કબ્રસ્તાન માંથી મળેલ છે. આ ઈંડાથી હવે દુનિયામાં પહેલી વખત ડાયનોસોરનાં એક સાથે રહેવાના વ્યવહાર વિશે જાણી શકાય છે. ઈંડામાં ભૃણ હજુ સુધી જળવાયેલ છે.

Advertisement

ઈંડાને સ્કેન કરવાથી જાણવા મળ્યું હતું કે આ બધા ડાયનોસોર એક જ પ્રજાતિ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રજાતિનું નામ Mussaurus patagonicus હતું. આ લાંબી ડોક વાળા ડાયનોસોર શાકાહારી હતા. જણાવવામાં આવે છે કે આ ડાયનોસોર નું ઘર ૧૯ કરોડ ૩૦ લાખ વર્ષ જુનું છે અને તેમાંથી હજુ સૌથી વધારે ઈંડા રહેલા છે. આ ઈંડા ની મદદથી હવે જીવાશ્મવિજ્ઞાની ડાયનોસોર ની પ્રજાતિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

૮૦ હાડપિંજર અને ૧૦૦ થી વધારે ઈંડા મળ્યા

ચિકન નાં આકારનાં આ ઈંડા ૮ થી ૩૦ સમહમાં મળ્યા છે. જેના પરથી જાણવા મળે છે કે તેઓ એક એ જગ્યાએ રહેતા હતા અને અહીંયા તેમનું બાળકો પેદા કરવાનું સ્થળ હતું. વૈજ્ઞાનિકોને ડાયનાસોર નાં હાડપિંજર મળ્યાં છે. આ બધી સાબિતી પરથી જાણી શકાય છે કે ડાયનોસોર એકસાથે ઝુંડમાં રહેતા હતા. શોધ કરતાં ડિયાગો પોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આ સ્થળ પર એક સુંદર ડાયનોસોરનું હાડપિંજર મળી આવ્યું હતું. અમને અહીંયા ૮૦ હાડપિંજર અને ૧૦૦ થી વધારે ઈંડા મળ્યા છે. ઈંડામાંથી અમુક ની અંદર ભૃણ હજુ પણ રહેલ છે.”

આ પહેલા વૈજ્ઞાનિકો માનતા હતા કે ડાયનોસોરે ઝુંડમાં રહેવાનું જુરાસિક કાર્ડમાં શરૂ કર્યું હતું, પરંતુ આ અભુતપુર્વ મળેલ પુરાવા પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ પહેલાથી જ ઝુંડમાં રહેતા હતા. અત્યાર સુધીમાં ડાયનોસોરના અંદાજે ૧૫ કરોડ વર્ષ પહેલા સુધી ઝુંડમાં રહેવાના પુરાવા મળ્યા હતા, પરંતુ હવે આ કાળ ૧૯ કરોડ પહેલા સુધીનો જાણવા મળેલ છે. આ શોધ ડાયનાસોરના ઝુંડમાં રહેવાની સૌથી મોટી સાબિતી છે. અર્જેન્ટીના માં સૌથી પહેલાં ૧૯૭૦નાં દશકમાં ડાયનાસોર નાં હાડપિંજર મળ્યાં હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published.