દીવ નાં નાગવા બીચમાં પેરાશુટ રાઇડ કરતાં સમયે મધદરિયે દોરડું તુટયું, યુવક-યુવતી દરિયામાં પટકાયા, જુઓ વિડીયો

દિવાળીની રજાઓમાં લોકો પોતાના પરિવારની સાથે બહાર ફરવા જવાનો સૌથી વધારે પસંદ કરતા હોય છે. જેમાં લોકો હિલ સ્ટેશન અને દરિયાકિનારે જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે દીવના નાગવા બીચ ઉપર લોકોને ઘણી ભીડ જોવા મળતી હોય છે. દીવનાં દરિયામાં લોકો નાહવાની મજા લેતા હોય છે, સાથોસાથ પેરાશુટ રાઇડની પણ મોજ માણતા હોય છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર નાગવા બીચ નો એક વિડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડિયો માં પેરાશુટ રાઇડ કરતા સમયે દંપતીના પેરાશુટનું દોરડું મધદરિયે તુટી પડયું હતું. જોકે સદ્નસીબે તેઓએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી દંપતી મહા મુસીબતે કિનારે પહોંચી ગયા હતા. આ બનાવને લઇને પ્રવાસીઓએ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાયેલ છે.

બનાવ અંગેની મળતી માહિતી પ્રમાણે દિવાળીની રજાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલના સમયમાં દીવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દીવમાં દરિયા કિનારાની મજા સાથે લોકો પેરાશુટ રાઇડ ની મોજ માણતા જોવા મળી આવે છે. દીવ પર એક કપલ નાગવા બીચ પર પેરાશુટ રાઇડ એડવેન્ચરનો આનંદ માણવા માટે ગયા હતા. દંપતીએ નાગવા બીચ ઉપર પેરાશુટ રાઈડમાં જવાનું નક્કી કર્યું, પરંતુ પહેલા પેરાશુટ રાઇડ ની મોજ માણવાનું દંપતીને ભારે પડી ગયું હતું. જેનો વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઇ ગયો છે.

દંપતી બોટની મદદથી દરિયામાં પેરાશુટ રાઈડ્સની મજા માણી રહ્યું હતું, ત્યારે બોટ અને પેરાશુટ ની વચ્ચે બાંધેલ દોરી અચાનક તુટી ગઈ હતી. આ ઘટનામાં દંપતીને કોઈ ગંભીર ઇજા ન થઈ હતી કારણ કે તેમણે લાઈફ જેકેટ પહેરેલા હતા. આ ઘટના એવા લોકો માટે ચેતવણીરૂપ છે, જેવો આવું સાહસ ખેડીને પોતાના જીવને જોખમમાં મુકે છે.

જુઓ વિડીયો


વળી મધદરિયામાં દંપતીના પેરાશુટ નું દોરડું તુટી જવાથી ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું અને દંપતીના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે લાઈફ જેકેટ પહેરેલું હોવાને લીધે તેઓ દરિયા કિનારે સહી સલામત પહોંચી ગયા હતા, જેથી ત્યાં હાજર લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો. આ ઘટના બાદ પ્રવાસી દંપતી અને પાલ એડવેન્ચર એજન્સી વચ્ચે ભારે ઘર્ષણ થતું જોવા મળ્યું હતું.

આ બનાવની જણ પ્રવાસીઓ દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તમામ માહિતી મેળવી હતી. વળી જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે અનેક જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય છે. તંત્ર દ્વારા પણ આવી ઘટનાઓનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રવાસીઓ સાથે આવી કંઇક ઘટના બને છે, તો તેના માટે જવાબદાર કોણ છે તેની તકેદારી પણ રાખવી જોઈએ.